Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં સાસુએ પુત્રવધૂના મોઢા અને ગળા પર પર એસિડ ફેંક્યું:'એસિડથી બાથરૂમ સાફ નહીં કરું' કહેતા જ સાસુ ઉશ્કેરાયા, પરિણીતાના ચારિત્ર્ય પર શંકા કરીને ત્રાસ આપ્યો

    12 hours ago

    વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં બાથરૂમ સાફ કરવા માટે એસિડનો ઉપયોગ કરવાની ના પાડતાં સાસુએ ઉશ્કેરાઈ પુત્રવધૂના મોઢા અને ગળા પર એસિડ ફફેંક્યું હતું. જેથા પરિણીતા એસિડથી દાઝી જતાં તેઓને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. ગોરવા પોલીસે સાસુ સહિત સાસરીયાઓ સામે ફરિયાદ દાખલ કરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. ઝઘડો કરી પરિણીતાને માનસિક તથા શારીરિક ત્રાસ આપતા પંચવટી સહયોગ રોડ પર આવેલી સોસાયટીમાં રહેતી 26 વર્ષીય પરિણીતાના લગ્ન વર્ષ 2021માં વડોદરાના યુવક સાથે થયા હતા. લગ્ન બાદથી જ સાસુ, સસરા, પતિ અને બે નણંદો નજીવી બાબતોને લઈને તેની સાથે ઝઘડો કરી માનસિક તથા શારીરિક ત્રાસ આપતા હતા. સાસુ દ્વારા માર મારવામાં આવતો હતો. આ ઉપરાંત નણંદો પતિને તેની વિરુદ્ધ ચઢાવતી હોવાનો તેમજ પરિવારજનો તેના ચારિત્ર્ય અંગે શંકા કરતા હતા. એલર્જી હોવાથી એસિડથી સફાઈ કરવાની પરિણીતાએ ના પાડી હતી આ દરમિયાન 10 સપ્ટેમ્બરના રોજ બપોરે સાસુએ પુત્રવધૂને બાથરૂમ એસિડથી સાફ કરવા કહ્યું હતું. જોકે, પરિણીતાએ પોતાને એસિડથી એલર્જી હોવાથી એસિડથી સફાઈ કરવાની ના પાડી હતી. આ વાતથી ઉશ્કેરાયેલી સાસુ બાથરૂમમાંથી એસિડની બોટલ લઈ આવી હતી અને પુત્રવધૂના ગળાના જમણા ભાગ તથા મોઢા પર એસિડ ફેંકી દીધું હતું. પિતરાઈ ભાઈઓએ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી એસિડ પડતાં પરિણીતાને ગળા અને મોઢા પર ગંભીર બળતરા થતાં તેણે પતિને ફોન કરી જાણ કરી હતી. જોકે, પતિ તરફથી યોગ્ય પ્રતિસાદ ન મળતાં પિયરમાં પિતરાઈ ભાઈઓની મદદથી તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સારવાર લીધા બાદ પરિણીતા પોતાના વતન સાવરકુંડલા ગઈ હતી અને ત્યારબાદ પરત આવી ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગોરવા પોલીસે ફરિયાદના આધારે સાસુ અને પતિ સહિતના લોકો વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં દૃષ્ટિહીન દિવ્યાંગજનોના સશક્તિકરણ માટે ધ્વજ દિન ઉજવાયો:કલેક્ટર નિતીન સાંગવાનના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ, રમતગમતમાં સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન
    Next Article
    વલસાડ ભાજપની 'સેવા સંકલ્પ અભિયાન' બેઠક:બેઠકમાં અભિયાનને વધુ સારી રીતે લાગુ કરવા અને તેના વિવિધ આયોજન પર ચર્ચા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment