Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં દૃષ્ટિહીન દિવ્યાંગજનોના સશક્તિકરણ માટે ધ્વજ દિન ઉજવાયો:કલેક્ટર નિતીન સાંગવાનના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ, રમતગમતમાં સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન

    8 hours ago

    વલસાડમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ૧૪ સપ્ટેમ્બરના રોજ અખિલ હિન્દ અંધજન ધ્વજ દિનની ઉજવણી કરવામાં આવી. આ દિવસ દૃષ્ટિહીન દિવ્યાંગજનો પ્રત્યે સમાજમાં સંવેદનશીલતા અને જાગૃતિ લાવવા તેમજ તેમના શિક્ષણ, રોજગાર અને આત્મનિર્ભરતા માટે સહયોગની ભાવના મજબૂત કરવાનો સંદેશ આપે છે. આ અંગેનો કાર્યક્રમ અંધજન મંડળ નનકવાડા, વલસાડ ખાતે જિલ્લા કલેક્ટર નિતીન સાંગવાનના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત પણ હાજર રહ્યા હતા. કલેક્ટર નિતીન સાંગવાને જણાવ્યું હતું કે દૃષ્ટિહીન દિવ્યાંગજનો પણ સમાજનો અભિન્ન અંગ છે. જો તેમને યોગ્ય માર્ગદર્શન, શિક્ષણ, તાલીમ અને તકો મળે તો તેઓ પોતાની ક્ષમતાથી વિવિધ ક્ષેત્રોમાં સફળતા મેળવી શકે છે. તેમણે સમાજના દરેક વર્ગને દૃષ્ટિહીન દિવ્યાંગજનોના સશક્તિકરણ માટે ભાગીદાર બનવા જણાવ્યું હતું. કલેક્ટરે દિવ્યાંગજનોને શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને રોજગારીની સમાન તકો, સમાન અધિકાર, સન્માન અને આત્મનિર્ભરતા મળે તે જોવાની વાત કરી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતે દિવ્યાંગ બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિને બહાર લાવી તેમને સમાજ સાથે જોડવા અને સરકાર તરફથી મળતા લાભો આપવા જણાવ્યું હતું. સંસ્થાના ડાયરેક્ટર અમીબેન પટેલે સંસ્થાની કામગીરી અને કાર્યોની માહિતી આપી હતી. આ અવસરે રમતગમત ક્ષેત્રે ખાસ સિદ્ધિ મેળવનાર દિવ્યાંગ વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નનકવાડા ગામના સરપંચ, ભીડ ભંજન મંદિરના શિવજી મહારાજ, દાતાઓ સહિત સંસ્થાના કર્મચારીઓ અને બાળકો હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    25 कमरों वाले बंगले में रहता था ये एक्टर, हफ्ते के सात दिनों के लिए रखीं थी 7 महंगी कारें, 24 साल पहले मुफलिसी में मुंबई की चॉल में तोड़ा दम
    Next Article
    વડોદરામાં સાસુએ પુત્રવધૂના મોઢા અને ગળા પર પર એસિડ ફેંક્યું:'એસિડથી બાથરૂમ સાફ નહીં કરું' કહેતા જ સાસુ ઉશ્કેરાયા, પરિણીતાના ચારિત્ર્ય પર શંકા કરીને ત્રાસ આપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment