Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર મહાનગરપાલિકામાં વિરોધ પક્ષના નેતા તરીકે ભરતભાઈએ પદભાર સંભાળ્યો:શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના અગ્રણીઓએ ફૂલહાર પહેરાવી ભરતભાઈને શુભેચ્છા પાઠવી

    8 hours ago

    ભાજપ શાસનની નિષ્ફળતાઓ સામે આક્રમક લડત આપવાની ખાતરી ભાવનગર મહાનગરપાલિકામાં છેલ્લા પાંચ મહિનાથી ખાલી પડેલી વિરોધપક્ષના નેતાની જગ્યા પર આખરે કોંગ્રેસ દ્વારા વરિષ્ઠ નગરસેવક ભરતભાઈ બુધેલીયાની પસંદગી કરવામાં આવી છે સતત પાંચ ટર્મથી ચૂંટાતા અનુભવી નેતા ભરતભાઈએ મનપા કચેરી ખાતે હોદ્દેદારો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો. ભાવનગર મહાનગરપાલિકામાં વિરોધ પક્ષના નેતા તરીકે નિમણૂક પામેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતભાઈએ આજે વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળ્યો છે, પદગ્રહણ કર્યા બાદ તેમણે શાસક પક્ષ ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ભાવનગરમાં છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસનું શાસન નથી અને જનતા હવે ભાજપના શાસનથી કંટાળી ગઈ છે કોંગ્રેસ પક્ષ જનતાના મેન્ડેટનો સ્વીકાર કરે છે અને આગામી દિવસોમાં વધુ મજબૂતી સાથે લોકો વચ્ચે આવશે.. નવનિયુક્ત વિરોધ પક્ષના નેતા ભરતભાઈ બુધેલીયાએ જણાવ્યું હતું કે, આખા દેશ અને વિશ્વમાં હવે લોકોને અહેસાસ થઈ રહ્યો છે કે ખોટી સરકાર ચૂંટીને ભૂલ થઈ છે. દેશનો યુવા વર્ગ હવે સાચી દિશામાં કદમ માંડી રહ્યો છે અને કોંગ્રેસ તરફી લોકજુવાળ ઊભો થઈ રહ્યો છે ભાવનગરના સ્થાનિક મુદ્દાઓ ઉઠાવતા તેમણે જણાવ્યું હતું કે, 18-20 વર્ષ વિતવા છતાં મહાનગરપાલિકા દ્વારા રિંગ રોડનું કામ પૂરું કરી શકાયું નથી. વિવિધ યોજનાઓના નામે જનતાના કરોડો રૂપિયા વેડફાઈ રહ્યા છે આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજ્ય, વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસ પૂરી તાકાતથી ભાજપ સામે લડશે અને વિજય મેળવશે. પોતાની નિમણૂક બદલ પક્ષના શીર્ષ નેતૃત્વ, શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, શહેર પ્રમુખ લાલભા, તમામ 8 કોર્પોરેટરો અને વિવિધ મોરચાના હોદ્દેદારોનો આભાર માનતા તેમણે જણાવ્યું હતું કે, અઢી વર્ષના તેમના શાસનકાળ દરમિયાન તેઓ અને તેમના સાથી કોર્પોરેટરો જયદીપભાઈ તથા કિશનભાઈ સાથે મળીને પ્રજાનો અવાજ બુલંદ કરશે., તેમણે ખાતરી આપી હતી કે, ભૂતપૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી, પૂર્વ વિપક્ષી નેતા રહીમભાઈ, સરધારા, સંદીપભાઈ તથા મહિલા કોંગ્રેસ પ્રમુખ દર્શનાબેન જોશી સહિતના તમામ આગેવાનો સાથે મળીને ભાવનગરની જનતાના પૈસાનો દુર્વ્યય અટકાવવા અને નાગરિકોને ન્યાય અપાવવા માટે એક સૈનિક તરીકે મક્કમતાથી લડત આપશે..
    Click here to Read More
    Previous Article
    કુતિયાણા પંથકમાં લાંબા વરસાદી વિરામ બાદ વરસાદ શરૂ:સવારથી ધીમીધારે વરસાદ યથાવત, ખેડૂતોમાં ખુશી; પાકને નવજીવન મળશે
    Next Article
    Ganesh Chaturthi 2026: Akshay Kumar, Kareena Kapoor, Priyanka Chopra and Other Stars Extend Warm Wishes

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment