Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તળાજામાં પૈસાની લેતી-દેતી મામલે યુવક પર હુમલો:ફઈના દીકરાના બાકી નીકળતા પૈસા મામલે બે શખસે પાઇપ-છરીના ઘા ઝીંક્યાં

    8 hours ago

    ભાવનગરના તળાજા તાલુકાના પ્રતાપરા ગામે ભાણાના પૈસાની લેતી-દેતી મામલે યુવક પર બે શખસ પાઇપ અને છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર અર્થે તળાજાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે દાઠા પોલીસ મથકમાં બે શખસો સામે ગુનો નોંધાયો છે. ભાણાના પૈસાની બાબતે બોલાચાલી પ્રતાપરા ગામે રહીને ખેતીકામ કરતા 27 વર્ષીય મનસુખભાઇ નાથાભાઈ ભાલીયા ગામમાં આવેલા પાનના ગલ્લા પાસે બેઠા હતા. તે સમયે ગામના જ વિશાલ ધરમશીભાઈ ભાલીયા અને પિન્ટુ જેહાભાઈ ભાલીયા ત્યાં આવ્યા હતા. વિશાલે મનસુખભાઈને તેમના ભાણા કિરણ પાસે બાકી નીકળતા પૈસા આપી દેવા માટે જણાવ્યું હતું. મનસુખભાઈએ 'મારે પૈસા બાબતે કંઈ લેવાદેવા નથી અને હું તેને કહી શકું નહીં' તેમ કહેતાં બંને શખસો ઉશ્કેરાઈ ગયા હતા. પાઈપ અને છરી વડે હુમલો કરી આરોપીઓ ફરાર અપશબ્દો બોલીને ઉશ્કેરાયેલા હુમલાખોરો પૈકી વિશાલે પાઇપ વડે હુમલો કરી મનસુખભાઈના પગ તથા ખભાના ભાગે ઈજા પહોંચાડી હતી, જ્યારે પિન્ટુએ છરી વડે પેટના ભાગે ઘા ઝીંકી દીધા હતા. હુમલો કર્યા બાદ બંને શખસો જાનથી મારી નાખવાની ધમકી આપીને સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. ઇજાગ્રસ્ત મનસુખભાઈની ફરિયાદના આધારે દાઠા પોલીસે બંને આરોપીઓ સામે BNS અને જીપી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં હળતાલિકા ત્રીજની ઉજવણી:શહેરના છત્રપતેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભીડ ઉમટી, શિવ-પાર્વતીની પૂજા કરાઈ
    Next Article
    પાલનપુર બાયપાસ રોડ સામે ખેડૂતો કલેક્ટર કચેરી પહોંચ્યા:જમીન ગુમાવવાના ડરે જગાણાથી ખેમાણાના ખેડૂતોએ કામગીરી રોકવા આવેદન આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment