Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં હળતાલિકા ત્રીજની ઉજવણી:શહેરના છત્રપતેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભીડ ઉમટી, શિવ-પાર્વતીની પૂજા કરાઈ

    8 hours ago

    ભાદરવા સુદ ત્રીજ, એટલે કે હળતાલિકા અને કેવડા ત્રીજના પવિત્ર દિવસે, આજે રાજ્યભરમાં શ્રદ્ધા અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. પાટણના છત્રપતેશ્વર મહાદેવ મંદિરે સવારથી જ પરિણીત મહિલાઓ અને યુવતીઓ ઉમટી પડી હતી. તેમણે અખંડ સૌભાગ્યની કામના સાથે પૂજા કરી હતી. ધાર્મિક માન્યતાઓ અનુસાર, માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ તરીકે મેળવવા માટે આ કઠિન વ્રત સૌપ્રથમ કર્યું હતું. તેમણે રેતીનું પાર્થેશ્વર શિવલિંગ બનાવીને પૂજા કરી હતી. આ દિવસે પૂજામાં સામાન્ય રીતે વર્જિત ગણાતા કેવડાનું વિશેષ મહત્વ હોય છે. ભક્તોએ શિવ-પાર્વતીને કેવડો અર્પણ કરીને પોતાની ઈચ્છાઓ પૂરી થવા પ્રાર્થના કરી હતી. પાટણ શહેરના વિવિધ મંદિરોમાં, ખાસ કરીને છત્રપતેશ્વર મંદિરે, વિશેષ પૂજા અને ધાર્મિક વિધિઓ યોજાઈ હતી. કુંવારી કન્યાઓએ મનગમતો જીવનસાથી મેળવવા માટે અને પરિણીત મહિલાઓએ પતિના લાંબા આયુષ્ય માટે નિર્જળા ઉપવાસ કર્યા હતા. તેમણે ભક્તિભાવપૂર્વક માતા ગૌરીની આરાધના કરી હતી.
    Click here to Read More
    Previous Article
    તાલાલા-વેરાવળ પંથકમાં ધોધમાર વરસાદથી હાઈવે પર પાણી ભરાયા:ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પાણી- પાણી, વાહન વ્યવહારને અસર, ખેડૂતો ખુશ
    Next Article
    તળાજામાં પૈસાની લેતી-દેતી મામલે યુવક પર હુમલો:ફઈના દીકરાના બાકી નીકળતા પૈસા મામલે બે શખસે પાઇપ-છરીના ઘા ઝીંક્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment