Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં અખિલ હિન્દ અંધજન ધ્વજ દિનની ઉજવણી:કલેક્ટર નિતિન સાંગવાને બાળકોની સિદ્ધિઓને બિરદાવી પ્રોત્સાહિત કર્યા, દિવ્યાંગ બાળકોનું સન્માન

    6 hours ago

    વલસાડમાં નેશનલ એસોસિએશન ફોર ધી બ્લાઇન્ડ (NAB)ની જિલ્લા શાખા દ્વારા ‘અખિલ હિન્દ અંધજન ધ્વજ દિન’ નિમિત્તે વિશેષ પ્રોત્સાહન અને સન્માન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર નિતિન સાંગવાન મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દિવ્યાંગ બાળકોની સિદ્ધિઓને બિરદાવી તેમને આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. અધિકારીઓ, દાનદાતાઓ અને સમાજસેવીઓ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, વલસાડ ભીડભંજન મહાદેવ મંદિરના સંચાલક શિવજી મહારાજ સહિતના અધિકારીઓ, સ્થાનિક દાનદાતાઓ અને સમાજસેવીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન દિવ્યાંગ બાળકોની પ્રતિભા અને સિદ્ધિઓને ઉજાગર કરવામાં આવી હતી. શિક્ષણ, રમત-ગમત અને યોગ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર બાળકોનું સન્માન શિક્ષણ, રમત-ગમત, યોગ અને કલા ક્ષેત્રે રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર દિવ્યાંગ બાળકોને મેડલ અને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તાજેતરમાં યોજાયેલી પેરા-યોગાસન સ્પર્ધામાં 7 મેડલ જીતનાર દિવ્યાંગ બાળકોનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. દિવ્યાંગ બાળકોને સરકાર તરફથી જરૂરી સહયોગ મળશે : કલેક્ટર કલેક્ટર નિતિન સાંગવાને જણાવ્યું હતું કે વલસાડના દિવ્યાંગ બાળકો શિક્ષણ, ખેલકૂદ અને યોગ સહિતના ક્ષેત્રોમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે અને રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ મેળવી જિલ્લાનું નામ રોશન કરી રહ્યા છે. તેમણે સંસ્થા દ્વારા હાથ ધરાતી પ્રવૃત્તિઓને બાળકો માટે પ્રેરણાદાયી ગણાવી હતી. સાથે જ દિવ્યાંગ બાળકોના કલ્યાણ અને સંસ્થાના કાર્યો માટે સરકાર તરફથી જરૂરી સહયોગ અને મદદ પૂરી પાડવાની ખાતરી આપી હતી. 500થી વધુ દિવ્યાંગ બાળકોનું પુનર્વસન સંસ્થાના ડાયરેક્ટર અમી પટેલે જણાવ્યું હતું કે NAB દ્વારા બાળકોને શિક્ષણ ઉપરાંત કમ્પ્યુટર ટ્રેનિંગ, મ્યુઝિક, ફાઇલ બનાવવાની અને ચેર કેનિંગ સહિતની વિવિધ વ્યવસાયલક્ષી તાલીમ આપવામાં આવે છે. સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 500થી વધુ દિવ્યાંગ બાળકોનું સફળતાપૂર્વક પુનર્વસન કરવામાં આવ્યું છે. જેમાંથી કેટલાક બાળકો શિક્ષક બન્યા છે, જ્યારે કેટલાક નાના વ્યવસાયો ચલાવી રહ્યા છે. પેરા-ઓલિમ્પિક્સ માટે પણ વિશેષ તૈયારી અમી પટેલે વધુમાં જણાવ્યું હતું કે આગામી સમયમાં સંસ્થા દ્વારા ફિઝિયોથેરાપી સેન્ટર શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત દિવ્યાંગ બાળકો પેરા-ઓલિમ્પિક્સમાં ભાગ લઈ શકે તે માટે વિશેષ તાલીમ અને તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. હસ્તકળાની વસ્તુઓના પ્રદર્શનનું નિરીક્ષણ કાર્યક્રમના અંતે અધિકારીઓએ સંસ્થાના દિવ્યાંગ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલી હસ્તકળાની વસ્તુઓ, ફાઇલો અને શૈક્ષણિક સામગ્રીના પ્રદર્શનની મુલાકાત લીધી હતી. અધિકારીઓએ બાળકોની કલાત્મકતા, મહેનત અને પ્રતિભાની પ્રશંસા કરી તેમને વધુ પ્રોત્સાહન આપ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    દિશા સાલિયાનના મોતના 6 વર્ષ પછી CBIએ FIR નોંધી:પિતાનો આરોપ- મારી દીકરીનો ગેંગરેપ પછી હત્યા, આદિત્ય ઠાકરે સહિત અન્ય લોકો વિરુદ્ધ FIRની માગ કરી
    Next Article
    પાટણમાં 149મા ગણેશ મહોત્સવનો દબદબાભેર પ્રારંભ:શ્રીજીને વાજતે ગાજતે પાલખીમાં લવાયા, ગજાનન વાડી ખાતે સ્થાપન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment