Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં વરિયા યુવા સમિતિ દ્વારા સન્માન સમારોહ યોજાયો:149 તેજસ્વી વિદ્યાર્થીઓ અને વિશેષ સિદ્ધિ મેળવનારાઓનું સન્માન કરાયું

    9 hours ago

    શ્રી વરિયા યુવા શિક્ષણ સમિતિ બોટાદ દ્વારા બોટાદમાં તેજસ્વી વિદ્યાર્થીઓ અને વિશેષ સિદ્ધિ મેળવનારાઓનો સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સમસ્ત પ્રજાપતિ સમાજના કુલ 149 તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં બાલવાટિકાથી ધોરણ 12 સુધીના સમાજ કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત, ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન જેવા ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને વિશેષ ભેટ આપવામાં આવી હતી. રાજ્ય કક્ષાએ આગવી પ્રતિભા દર્શાવનાર વિદ્યાર્થીઓ તેમજ સરકારી નોકરી મેળવેલ સમાજના યુવક-યુવતીઓને સન્માન પત્ર આપી બહુમાન કરાયું હતું. કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ ડૉ. જયેશ મેઘાણી, ડૉ. ધર્મેશ હમીરાણી, ડૉ. શ્વેતાબેન સહિત દાતા પરિવારો અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી વરિયા યુવા શિક્ષણ સમિતિ બોટાદના ભાઈ-બહેનો અને યુવાનોએ જહેમત ઉઠાવી હતી. આ સાથે, કોલેજના વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ વિકાસ અને સમાજના સંગઠનમાં જોડાવા અંગે એક બેઠક પણ યોજવામાં આવી હતી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સૌ માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    પ્રાચીન ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણના પહેલા સોમવારે ભક્તો ઉમટ્યા:ગિરનારની ગોદમાં આવેલા પૌરાણિક ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણના પ્રથમ સોમવારે શ્રદ્ધાળુઓનું મહેરામણ ઉમટ્યું, ઢોલ-શરણાઈના નાદથી વાતાવરણ શિવમય બન્યું.
    Next Article
    લાલપુરમાં ટીબી જાગૃતિ સેમિનાર યોજાયો:શ્રી વિદ્યાદીપ સંકુલના NSS વિદ્યાર્થીઓને ટીબી મુક્ત ભારત માટે પ્રેરિત કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment