Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઔરંગઝેબની સેનાને હંફાવનાર શ્રીજી:સિસોદ્રાના વડમાં સ્વયંભૂ બિરાજમાન ગણેશજી, બાધા પૂર્ણ થતાં દૂર-દૂરથી દર્શને આવે છે ભક્તો

    6 hours ago

    નવસારી શહેરથી હાઇવે તરફ જતા સિસોદ્રા ગામમાં આવેલું પૌરાણિક ગણેશ મંદિર આસ્થા અને ઐતિહાસિક કથાઓ માટે જાણીતું છે. અહીં વડના ઘટાદાર વૃક્ષમાં સ્વયંભૂ રીતે ગણેશજીનું સ્વરૂપ પ્રગટ થયું હોવાની માન્યતા છે. સ્થાનિક ભક્તોમાં એવી પણ પ્રચલિત કથા છે કે મુઘલ શાસક ઔરંગઝેબની સેના મંદિર તોડવા પહોંચી ત્યારે વડમાંથી નીકળેલા ઝેરી ભમરાઓએ સૈનિકોને પરેશાન કરી દીધા હતા અને સેનાને મંદિરને નુકસાન પહોંચાડ્યા વિના પરત ફરવું પડ્યું હતું. આજે પણ અહીં બાધા રાખનાર ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોવાની શ્રદ્ધા સાથે મુંબઈ સહિત ગુજરાતભરમાંથી લોકો દર્શન કરવા આવે છે. વડમાં સ્વયંભૂ બિરાજ્યા ગણપતિ ગજાનન સિસોદ્રા ગામમાં આવેલા વિશાળ વડના વૃક્ષમાં ગણેશજીની પ્રતિકૃતિ દેખાતાં ગ્રામજનોએ તેને પવિત્ર માની પૂજા શરૂ કરી હતી. સમય જતાં આ સ્થળે મંદિરનું નિર્માણ થયું અને તેની બાજુમાં ભગવાન શિવનું મંદિર પણ બનાવવામાં આવ્યું. ભક્તોની આસ્થા વધતી ગઈ તેમ દૂરના વિસ્તારોમાંથી પણ લોકો અહીં દર્શન માટે આવવા લાગ્યા. ગણેશજીને અહીં ‘બાધાના ગણેશ’ તરીકે ઓળખવામાં આવે છે. ઔરંગઝેબની સેના મંદિર તોડવા આવી હોવાની માન્યતા સ્થાનિક માન્યતા મુજબ મુઘલ શાસન દરમિયાન ઔરંગઝેબે હિન્દુ મંદિરોને નુકસાન પહોંચાડવા માટે અનેક સ્થળોએ સૈનિકો મોકલ્યા હતા. આશરે ઈ.સ. 1662 પહેલાં સિસોદ્રાના આ ગણેશ મંદિરને પણ તોડવાનો પ્રયાસ થયો હોવાની કથા છે. ઔરંગઝેબની સેના મંદિર તરફ આગળ વધી રહી હતી ત્યારે વડમાંથી મોટી સંખ્યામાં ઝેરી ભમરાઓ નીકળ્યા અને સૈનિકો પર હુમલો કર્યો. ભમરાઓના હુમલાથી પરેશાન થયેલી સેના મંદિરને નુકસાન કર્યા વિના પાછી ફરી હોવાની સ્થાનિકોમાં માન્યતા છે. ચમત્કારથી પ્રભાવિત થઈ ઔરંગઝેબે જમીન આપી હોવાની કથા સૈનિકોએ સમગ્ર ઘટનાની જાણ ઔરંગઝેબને કરી હોવાની લોકવાયકા છે. ત્યારબાદ ઔરંગઝેબ પોતે પણ મંદિરના દર્શને આવ્યો હતો અને મંદિરની પવિત્રતાથી પ્રભાવિત થઈ 20 વીઘા જમીન મંદિરના નિભાવ માટે બક્ષિસમાં આપી હોવાનો દાવો કરવામાં આવે છે. પૂજારી પરિવારના જણાવ્યા મુજબ આ ભૂમિદાન સંબંધિત ફારસી ભાષામાં લખાયેલા દસ્તાવેજો આજે પણ પરિવાર પાસે સચવાયેલા છે. ચમત્કારની વાત ફેલાતાં ‘ગણેશ સિસોદ્રા’ નામ પ્રચલિત થયું વડમાંથી નીકળેલા ભમરાઓ અને ઔરંગઝેબની સેના પરત ફરી હોવાની વાત સિસોદ્રા ગામ ઉપરાંત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પ્રસરી હતી. મંદિર પ્રત્યે ભક્તોની આસ્થા વધતી ગઈ અને સિસોદ્રા સાથે ગણેશ નામ પણ જોડાતું ગયું. આમ આ વિસ્તાર ‘ગણેશ સિસોદ્રા’ તરીકે ઓળખાવા લાગ્યો હોવાની સ્થાનિકોમાં માન્યતા છે. 550 વર્ષથી પૂજારી પરિવાર સેવા કરે છે મંદિરના પૂજારી ભરત ગોસ્વામીના જણાવ્યા મુજબ તેમના પરિવાર દ્વારા 550 વર્ષથી વધુ સમયથી અહીં પૂજા-અર્ચના કરવામાં આવે છે. તેઓ કહે છે કે ઔરંગઝેબના સૈનિકો મંદિર તોડવા આવ્યા ત્યારે ભમરાઓના હુમલાની ઘટના બની હતી. બાદમાં ઔરંગઝેબે અહીં આવી દર્શન કર્યા અને 20 વીઘા જમીન ભૂમિદાનમાં આપી હોવાના દસ્તાવેજો પરિવાર પાસે આજે પણ સચવાયેલા છે. બાધા રાખતા ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોવાની શ્રદ્ધા ગણેશ સિસોદ્રા ખાતે ભક્તો લગ્ન, સંતાન સહિત વિવિધ મનોકામનાઓ માટે બાધા રાખે છે. મનોકામના પૂર્ણ થયા બાદ તેઓ ગણેશજીના દર્શન કરવા આવતા હોવાનું પૂજારી પરિવાર જણાવે છે. છેલ્લા 15 વર્ષથી અહીં દર્શન કરવા આવતા આરતી પટેલના જણાવ્યા મુજબ તેમણે બાપા પાસે રાખેલી બાધાઓ પૂર્ણ થઈ છે અને તેઓ સમયાંતરે દર્શન માટે અહીં આવે છે. ગણેશોત્સવમાં ભક્તોની સંખ્યામાં વધારો હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો હોવાથી નવસારી સહિત સમગ્ર ગુજરાતના ગણેશ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. ગણેશ સિસોદ્રાના પૌરાણિક ગણેશ મંદિર ખાતે પણ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા પહોંચી રહ્યા છે. ઐતિહાસિક કથા, વડમાં સ્વયંભૂ ગણેશ સ્વરૂપ અને બાધા પૂર્ણ થવાની શ્રદ્ધાને કારણે આ મંદિર નવસારી ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભક્તો માટે આસ્થાનું મહત્વનું કેન્દ્ર બન્યું છે.
    Click here to Read More
    Previous Article
    આફતની નવી ચેતવણી, 12 જિલ્લામાં 4 વાગ્યા સુધી રેડ એલર્ટ:બોરસદમાં સૌથી વધુ 5.43 ઇંચ વરસાદ; સૌરાષ્ટ્ર-કચ્છના ખેડૂતો હરખાયા
    Next Article
    પાટણ LCB PI રાકેશ ઉનાગરની ભાવનગર રેન્જ ખાતે બદલી:જિલ્લા પોલીસ દ્વારા વિદાય સન્માન સમારોહ યોજાયો, SP સહિતના અધિકારીઓએ શુભેચ્છાઓ પાઠવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment