Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ LCB PI રાકેશ ઉનાગરની ભાવનગર રેન્જ ખાતે બદલી:જિલ્લા પોલીસ દ્વારા વિદાય સન્માન સમારોહ યોજાયો, SP સહિતના અધિકારીઓએ શુભેચ્છાઓ પાઠવી

    6 hours ago

    પાટણ જિલ્લામાં પોણા પાંચ વર્ષ સુધી વિવિધ શાખાઓમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવનાર પોલીસ ઇન્સ્પેક્ટર રાકેશ ઉનાગરની તાજેતરમાં ભાવનગર રેન્જ ખાતે બદલી થતાં જિલ્લા પોલીસ દ્વારા વિદાય સન્માન સમારોહ યોજાયો હતો. પાટણ શહેરના નવા સર્કિટ હાઉસ ખાતે યોજાયેલા સમારોહમાં જિલ્લા પોલીસ અધિક્ષક VK નાઈ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ રાકેશ ઉનાગરને સન્માનિત કરી આગામી ફરજ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સરસ્વતી PI તરીકે શરૂ કરી હતી કામગીરી જાન્યુઆરી 2022માં ગીર સોમનાથ ખાતે પ્રોબેશન સમય પૂર્ણ કર્યા બાદ રાકેશ ઉનાગરને PI તરીકે પ્રથમ પોસ્ટિંગ મળી હતી. ત્યારબાદ પાટણ જિલ્લા પોલીસમાં ફરજ સંભાળી તેમણે સૌપ્રથમ સરસ્વતી પોલીસ સ્ટેશનના PI તરીકે કામગીરી કરી હતી. અહીંથી તેમણે ગંભીર ગુનાઓની તપાસમાં પોતાની કાર્યદક્ષતાનો પરિચય આપ્યો હતો. SOGમાં બાળ તસ્કરીના નેટવર્કનો પર્દાફાશ સરસ્વતી બાદ રાકેશ ઉનાગરે પાટણ જિલ્લા પોલીસની મહત્વની શાખા SOGમાં PI તરીકે કામગીરી કરી હતી. આ દરમિયાન તેમણે બાળ તસ્કરી સાથે સંકળાયેલા મહત્વના નેટવર્કનો પર્દાફાશ કરી આરોપીઓને ઝડપી જેલહવાલે કર્યા હતા. SOGમાં સફળ કામગીરી બાદ તેમને LCBની જવાબદારી સોંપવામાં આવી હતી. LCBમાં અનેક ગેંગ સામે કાર્યવાહી પાટણ જિલ્લા LCBમાં છેલ્લા પોણા બે વર્ષ દરમિયાન રાકેશ ઉનાગરે ચોરી, લૂંટ અને હત્યા જેવા ગંભીર ગુનાઓમાં સક્રિય ગેંગો સામે કાર્યવાહી કરી હતી. ઈરાની ગેંગ, બજાણીયા ગેંગ, મુલતાની ગેંગ, કડિયા સાનસી ગેંગ અને ચદ્દર ગેંગનો પર્દાફાશ કરવામાં તેમની મહત્વની ભૂમિકા રહી હતી. હત્યાના ગંભીર ગુનાઓમાં ગણતરીના કલાકોમાં આરોપીઓ ઝડપાયા નીલમ સિનેમા રોડ પર ધોળા દિવસે થયેલી હત્યા તેમજ મઢુત્રામાં દ્રશ્યમ ફિલ્મની તર્જ પર કરવામાં આવેલી હત્યા જેવા ગંભીર ગુનાઓમાં પણ રાકેશ ઉનાગરે કુશળતાપૂર્વક તપાસ હાથ ધરી હતી. તપાસના આધારે આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી લેવામાં આવ્યા હતા. શ્રીફળ, સાકર, શાલ અને પુષ્પગુચ્છ આપી સન્માન ભાવનગર રેન્જ ખાતે બદલી થતાં યોજાયેલા વિદાય સમારોહમાં જિલ્લા પોલીસ અધિક્ષક VK નાઈ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ PI રાકેશ ઉનાગરને શ્રીફળ, સાકર, શાલ અને પુષ્પગુચ્છ આપી સન્માનિત કર્યા હતા. અધિકારીઓએ તેમની પાટણ જિલ્લામાં કરેલી કામગીરીને બિરદાવી આગામી ફરજ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. જિલ્લા પોલીસનો આભાર વ્યક્ત કર્યો વિદાય પ્રસંગે PI રાકેશ ઉનાગરે પાટણ જિલ્લા પોલીસના તમામ અધિકારીઓ અને કર્મચારીઓનો સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો. પાટણમાં ફરજ દરમિયાન મળેલા સહકાર અને અનુભવોને યાદ કરી તેમણે નવી જવાબદારીમાં પણ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ઔરંગઝેબની સેનાને હંફાવનાર શ્રીજી:સિસોદ્રાના વડમાં સ્વયંભૂ બિરાજમાન ગણેશજી, બાધા પૂર્ણ થતાં દૂર-દૂરથી દર્શને આવે છે ભક્તો
    Next Article
    સતત બે દિવસથી જિલ્લામાં વરસાદી મહોલ:તળાજામાં એક ઈંચ, વલ્લભીપુર, મહુવા તથા જેસરમાં અડધો ઈંચ વરસાદ ખાબક્યો, વાતાવરણમાં ઠંડક પ્રસરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment