Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉપરકોટ રામ મંદિરના પૂજારી વિરુદ્ધ મહિલાઓનો આક્રોશ,:ઉપરકોટ રામ મંદિરના પૂજારી સામે ગાળાગાળી, ચરસ-ગાંજા અને ખોટા આક્ષેપોના મહિલા કર્મચારીઓના ગંભીર આરોપ, 'એ' ડિવિઝનમાં આપી અરજી

    6 hours ago

    ​જૂનાગઢ ઉપરકોટ વિસ્તારમાં આવેલા રામ મંદિરના પૂજારી અને મહંતના પુત્રો વિરુદ્ધ સ્થાનિક મહિલાઓ અને કર્મચારીઓમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. દર્શન કરવા આવતી મહિલાઓ તેમજ ઉપરકોટ ખાતે સફાઈ અને અન્ય સેવા આપતી મહિલા કર્મચારીઓએ પૂજારી ભકાબાપુ અને તેમના પરિવારજનો પર ગંભીર આક્ષેપો કર્યા છે. ત્રાસથી કંટાળીને મહિલાઓએ 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પૂજારી વિરુદ્ધ લેખિત અરજી આપી કડક કાર્યવાહીની માગ કરી છે. ​સ્થાનિક રહીશ અને કર્મચારી પૂજાબેન ગોસ્વામીએ ગંભીર આરોપો લગાવતા જણાવ્યું હતું કે અમે ઉપરકોટમાં રામ મંદિર પાસે જ રહીએ છીએ.અમે રોજ રામ મંદિરે દર્શન કરવા જાઉં છું. ત્યાં મંદિરના પૂજારી ભકાબાપુ અને પ્રતીકભાઈની નિયત યોગ્ય નથી. દર્શન કરવા જતાં જ તેઓ મહિલાઓ સામે બેફામ ગાળો બોલે છે. મંદિરમાં બેસીને તેઓ ચરસ અને ગાંજો પીવે છે તેમજ તેનું વેચાણ પણ કરે છે. મારા પતિ પણ ત્યાં નોકરી કરે છે, તેઓ અડધી રાત્રે અજાણ્યા લોકોને લઈને આવે છે અને અમારા પર થાળમાંથી રૂપિયા તેમજ ચાંદીના છત્તર ચોરી કર્યાના ખોટા આક્ષેપો મૂકે છે. એટલું જ નહીં, ભગવાનની પ્રસાદી પણ શૌચાલયની પાછળ ફેંકી દે છે. મારા દિયર સામે ખોટી ફરિયાદ કરીને તેમને જેલમાં પુરાવી દીધા છે. ​બીજી તરફ, ઉપરકોટમાં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતા કોમલ પરમારે જણાવ્યું હતું કે અમે સવારે સાડા છ વાગ્યાથી જ અમારા પોઇન્ટ પર આવીને તમામ કામગીરી પૂર્ણ કરી દઈએ છીએ. આમ છતાં, પૂજારી ભકાબાપુ 10 વાગ્યા પછી આવે છે અને અમે કામ નથી કરતા તેવો ખોટા આક્ષેપ કરીને અમારા ઉપરી અધિકારીઓને ખોટી ફરિયાદો કરે છે. તેઓ નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકીઓ આપે છે અને આજે પણ એક બહેનને કામ પરથી બદલી નાખવાની ધમકી આપી હતી. પૂજારીના આવા સતત ત્રાસ અને હેરાનગતિથી કંટાળીને અમે તમામ મહિલાઓએ એકઠા થઈને 'એ' ડિવિઝન પોલીસ મથકે અરજી સબમિટ કરી છે
    Click here to Read More
    Previous Article
    રાહી ફાઉન્ડેશને સેવાલિયાની શાળાને લાઇબ્રેરી અને સ્ટેશનરી કીટ આપી:121 વર્ષ જૂની પે સેન્ટર, સેવાલિયા સ્ટેશન સ્કૂલને 325 બાળ સાહિત્યના પુસ્તકો મળ્યા
    Next Article
    કચ્છમાં ગરમી-બફારા બાદ વરસાદ, ભુજમાં સૌથી વધુ વરસાદ નોંધાયો:વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી, ખેડૂતોમાં નવી આશા જાગી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment