Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહી ફાઉન્ડેશને સેવાલિયાની શાળાને લાઇબ્રેરી અને સ્ટેશનરી કીટ આપી:121 વર્ષ જૂની પે સેન્ટર, સેવાલિયા સ્ટેશન સ્કૂલને 325 બાળ સાહિત્યના પુસ્તકો મળ્યા

    6 hours ago

    રાહી ફાઉન્ડેશને 121 વર્ષ જૂની પે સેન્ટર, સેવાલિયા સ્ટેશન સ્કૂલને 325 બાળ સાહિત્યના નવા પુસ્તકોની લાઇબ્રેરી ભેટ આપી છે. આ સાથે જ, શાળાના વિદ્યાર્થીઓને ફુલસ્કેપ ચોપડા અને સ્ટેશનરી કીટ પણ આપવામાં આવી. શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ તરફથી આ કાર્યક્રમને સારો પ્રતિસાદ મળ્યો. રાહી ફાઉન્ડેશન તરફથી જયેશ પરીખ, અશોક દલાલ, દિનેશ શાહ અને ભદ્રેશ શાહ હાજર રહ્યા હતા. તેમણે બાળકોને પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું. આ પ્રસંગે જયેશ પરીખે લખેલા પ્રેરણાત્મક ચાર પુસ્તકોનો સેટ મહેમાનોને ભેટ અપાયો. રાહી ફાઉન્ડેશનનો ઉદ્દેશ 100 પ્રાથમિક શાળાઓને લાઇબ્રેરી આપવાનો છે. આ ક્રમમાં, સેવાલિયાની શાળાને 28મી લાઇબ્રેરી ભેટ મળી છે. સેવાલિયાના શ્રી ધર્મેન્દ્રભાઈએ આ કાર્યક્રમનું સંકલન કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં 17 સપ્ટેમ્બરે 4 જિલ્લાનો રોજગાર-એપ્રેન્ટિસ ભરતી મેળો:35થી વધુ કંપનીઓ દ્વારા 1500થી વધુ જગ્યાઓ માટે ભરતી, ધો.10 પાસથી MBA, B.E., B.Pharm સહિતના ઉમેદવારોને તક
    Next Article
    ઉપરકોટ રામ મંદિરના પૂજારી વિરુદ્ધ મહિલાઓનો આક્રોશ,:ઉપરકોટ રામ મંદિરના પૂજારી સામે ગાળાગાળી, ચરસ-ગાંજા અને ખોટા આક્ષેપોના મહિલા કર્મચારીઓના ગંભીર આરોપ, 'એ' ડિવિઝનમાં આપી અરજી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment