Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગરમાં સતત ત્રીજા દિવસે વરસાદ:જુદા જુદા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી, ખેતીપાકોમાં ફાયદો, ખેડૂતોમાં ખુશી

    13 hours ago

    મહીસાગર જિલ્લામાં લાંબા સમયના વિરામ પછી ફરી વરસાદ શરૂ થયો છે. જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો. ગઈકાલે બપોરે 2 વાગ્યા પછી જિલ્લાના અલગ અલગ તાલુકામાં વરસાદ પડવાનું શરૂ થયું હતું. ક્યાંક ભારે ઝાપટાં પડ્યા તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસ્યો. રાત્રિના સમયે પણ ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ ચાલુ રહ્યો હતો. આજે સોમવારે પણ સવારથી જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ છે. કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. તેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લાંબા સમયથી ગરમીથી પરેશાન લોકોને રાહત મળી છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા વરસાદના આંકડા પ્રમાણે, સંતરામપુર તાલુકામાં સૌથી વધુ 34 મિલીમીટર વરસાદ પડ્યો છે. કડાણા તાલુકામાં 33 મિલીમીટર, વીરપુરમાં 23 મિલીમીટર, બાલાસિનોરમાં 18 મિલીમીટર, કોઠંબામાં 16 મિલીમીટર, ખાનપુરમાં 14 મિલીમીટર અને લુણાવાડામાં 12 મિલીમીટર વરસાદ નોંધાયો છે. ગોધરા તાલુકામાં સૌથી ઓછો 7 મિલીમીટર વરસાદ પડ્યો છે. મહીસાગર જિલ્લામાં લાંબા સમયથી વરસાદ ન આવતા ખેડૂતોની ચિંતા વધી હતી. વરસાદના અભાવે ખેતરોમાં ઉભેલા પાકને નુકસાન થવાનો ડર હતો. છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદથી ખેતીના પાકોને ઘણો ફાયદો થયો છે. તેનાથી ખેડૂતોમાં ફરી આશા જાગી છે. જિલ્લામાં હજુ પણ સારો અને વધુ વરસાદ પડવાની જરૂર છે. લાંબા વિરામને કારણે મોટા ભાગના જળાશયો, તળાવો અને નદીઓમાં પાણીની સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે. તેથી આગામી દિવસોમાં સારો વરસાદ પડે અને જિલ્લામાં ખાલી પડેલા જળાશયો, તળાવો તથા નદીઓમાં નવું પાણી આવે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે. સારો વરસાદ પડે તો માત્ર ખેતીના પાકોને જ નહીં, પરંતુ જિલ્લામાં પાણીની સ્થિતિને પણ મોટો ફાયદો થઈ શકે છે. હાલ સતત ત્રીજા દિવસે વરસાદ ચાલુ રહેતા મહીસાગર જિલ્લામાં વાતાવરણ ઠંડુ અને ખુશનુમા બન્યું છે.
    Click here to Read More
    Previous Article
    ઓન લાઇન લગ્ન નોંધણીની અસર:રાજકોટ મનપામાં છેલ્લા દોઢ વર્ષમાં 151 યુગલોએ સગીર વયમાં લગ્ન કરી લીધાનું ખુલતા તમામ બ્લેકલિસ્ટ કરાયા
    Next Article
    Gandhinagar Assembly Threat Case |વિધાનસભાને બ્લાસ્ટની ધમકી મુદ્દે બે આરોપીની ધરપકડ કરાઈ | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment