Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંતરામપુરમાં ઈકો કારની ટક્કરે યુવકનું મોત, યુવતી ઈજાગ્રસ્ત:ઘરે જઈ રહેલા યુવક-યુવતીને પૂરઝડપે આવતી ઈકોએ અડફેટે લીધા, અકસ્માત બાદ ચાલક ફરાર, પોલીસ તપાસ શરૂ

    15 hours ago

    મહીસાગરના સંતરામપુરના બાયપાસ રોડ પર મુલતાનીવાસ પાસે એક ઈકો કાર ચાલકે બે રાહદારીઓને ટક્કર મારી હતી. આ ગંભીર અકસ્માતમાં એક યુવક અને યુવતીને ગંભીર ઈજાઓ થઈ હતી. જેથી બન્નેને સારવારમાં ખસેડવામાં આવ્યાં હતા. આ દરમિયાન યુવકનું મોત થયું છે. થોડા સમય પહેલા જ સગાઈ થયેલા આ યુવક-યુવતી ઘરે જઈ રહ્યા હતા. ત્યારે પૂરઝડપે આવી રહેલી ઈકો કારે તેમને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બંને રોડ પર પટકાયા હતા. અકસ્માત પછી ઈકો કાર ચાલક ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. આસપાસના લોકોને ઈજાગ્રસ્ત યુવક-યુવતીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા. જોકે, સારવાર દરમિયાન યુવકનું મોત થયું છે. જ્યારે યુવતીને ઈજાઓ થતાં તેની સારવાર ચાલી રહી છે. આ ઘટનાથી પરિવારજનોમાં શોક છવાઈ ગયો છે. અકસ્માત સર્જીને ભાગી ગયેલા ઈકો કાર ચાલક વિરુદ્ધ સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધી ફરાર ચાલકને પકડવા તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગર કોલેજમાં 'ફૂડ એન્ડ ન્યુટ્રિશન' પર વ્યાખ્યાન યોજાયું:વિકાસ સપ્તાહ નિમિત્તે વિદ્યાર્થીઓને સ્વસ્થ જીવનશૈલીનું મહત્વ સમજાવ્યું
    Next Article
    અમદાવાદ ઘેરાયું કાળાડિબાંગ વાદળોમાં:ભરૂચમાં પાણીના પ્રવાહમાં 8 કાર ખાબકી; ઠેરઠેર પાણી ભરાતા વાહનો બંધ પડ્યા, તસવીરોમાં જુઓ ધોધમાર વરસાદથી સર્જાયેલી તારાજીના દૃશ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment