Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમીષા પટેલના માતા-પિતાના ઘરમાં ચોરી:ડાયમંડ-સોનાના દાગીના ચોરનાર હાઉસ હેલ્પની ધરપકડ, એક્ટ્રેસે કહ્યું- 'ભગવાનનો આભાર કે કોઈને ઈજા ન પહોંચી'

    6 hours ago

    અમીષા પટેલના માતા-પિતાના ઘરેથી આશરે 5 લાખ રૂપિયાના સોના અને હીરાના દાગીનાની ચોરી થઈ છે. તેઓ ચર્ચગેટમાં રહે છે. મરીન ડ્રાઈવ પોલીસે ચોરીના આરોપમાં ઘરમાં કામ કરતી 40 વર્ષીય નોકરાણીની ધરપકડ કરી છે. આરોપી 15 સપ્ટેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં છે. ચોરીની ઘટના પર અમીષા પટેલે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, 'મેં ગઈકાલે મારા માતા-પિતા સાથે ફોન પર એક કલાક વાત કરી છે. પોલીસે ચોરી કરનાર નોકરાણીની ધરપકડ કરી લીધી છે. તે હવે જેલમાં છે. તેણે ચોરીનો ગુનો કબૂલી લીધો છે. મને સૌથી વધુ ખુશી એ વાતની છે કે મારો પરિવાર સુરક્ષિત છે અને કોઈને પણ ઈજા પહોંચાડવામાં આવી નથી.' જાન્યુઆરીમાં થઈ હતી ચોરી, માતા-પિતાએ નોકરાણીની જાતે પૂછપરછ કરી હતી ચોરી અંગે અમીષાના ભાઈ અને એક્ટર અશ્મિતે કહ્યું કે, 'અમારા ઘરે લગભગ એક વર્ષથી કામ કરતી હાઉસ હેલ્પે જાન્યુઆરીમાં ચોરી કરી હતી, પરંતુ અમે ફરિયાદ તાજેતરમાં જ નોંધાવી છે. મારા માતા-પિતાએ તેને ચોરી વિશે પૂછ્યું અને તેને વિચારવા, જ્વેલરી પાછી આપવાનો સમય પણ આપ્યો હતો, પરંતુ તેણે તેમ કર્યું નહીં.' અશ્મિતે આગળ કહ્યું, 'જ્વેલરીની કિંમત લગભગ 5 લાખ રૂપિયા છે. તે એક વર્ષથી અમારા ઘરમાં કામ કરી રહી હતી, પરંતુ જૂનના અંતમાં તેણે નોકરી છોડી દીધી. પોલીસે તેની ધરપકડ કરી છે, હાલ તપાસ ચાલુ છે.' નોંધનીય છે કે, અશ્મિત તેના માતા-પિતા સાથે એક જ ઘરમાં રહે છે. નોકરાણીની ધરપકડ કેવી રીતે થઈ? 40 વર્ષની સીમા ઘાટે નામની મહિલા છેલ્લા એક વર્ષથી અમીષા પટેલના ઘરમાં કામ કરી રહી હતી. તે પાલઘરની રહેવાસી છે. પોલીસના જણાવ્યા અનુસાર, જાન્યુઆરી 2026માં તેમના ઘરમાંથી એક બંગડી ચોરાઈ ગઈ હતી. ચોરી પછી અમીષાની માતા આશાને સીમા પર શંકા હતી. તેમણે આગામી પાંચથી છ મહિના સુધી સીમાને ચોરી કબૂલ કરવા અને જ્વેલરી પરત કરવા કહ્યું. તે સતત ચોરીનો ઇનકાર કરતી રહી અને પછી નોકરી છોડી દીધી. થોડા સમય પહેલા જ અમીષાની માતાએ મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનમાં અજાણી મહિલાના નામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ વરિષ્ઠ પોલીસ નિરીક્ષકના નિર્દેશ પર ક્રાઈમ ડિટેક્શન ટીમે તપાસ શરૂ કરી. ટીમે શંકાસ્પદ મહિલાને વિરારથી શોધી કાઢી. ત્યારબાદ સીમા ઘાટેને કસ્ટડીમાં લેવામાં આવી. તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી, જ્યાંથી 15 સપ્ટેમ્બર સુધી પોલીસ કસ્ટડી મળી. પોલીસ ગુમ થયેલી જ્વેલરી પાછી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. એ પણ તપાસ કરવામાં આવી રહી છે કે આરોપીનો કોઈ પાછલો ગુનાહિત રેકોર્ડ છે કે નહીં. અમીષા પટેલની બોલિવૂડ કારકિર્દી અમીષા પટેલે વર્ષ 2000માં હૃતિક રોશન સાથે ફિલ્મ ‘કહો ના... પ્યાર હૈ’ થી અભિનયની શરૂઆત કરી હતી. આ રોમેન્ટિક થ્રિલર ફિલ્મ મોટી હિટ રહી અને અમીષા રાતોરાત સ્ટાર બની ગઈ. ત્યારબાદ તેણે ઘણી હિટ અને સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું. તેમાં ‘ગદર: એક પ્રેમ કથા’, ‘હમરાઝ’, ‘હનીમૂન ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ’, ‘ભૂલ ભુલૈયા’ અને ‘રેસ 2’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. અમીષા પટેલે વર્ષ 2023માં ફિલ્મ ‘ગદર 2’ થી મોટા પડદા પર વાપસી કરી.
    Click here to Read More
    Previous Article
    26 વર્ષ બાદ કેવડા ત્રીજ અને ગણેશ ચતુર્થીનો મહાસંયોગ:પાર્વતીજીએ શિવજીને પામવા બનાવી હતી ગણેશ પ્રતિમા; બાપ્પાની સ્થાપના પછી કરો આ શુભ કાર્યો
    Next Article
    ભુજમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે MGIS પોર્ટલ લોન્ચ કર્યું:કચ્છના મેન્ગ્રોવ સંરક્ષણ માટે 29,250 હેક્ટરના લક્ષ્યાંક સામે 27,652 હેક્ટરમાં કામગીરી પૂરી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment