Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં વહેલી સવારથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી:પાણીગેટ અને મચ્છીપીઠમાં રોડ પર પાણી ફરી વળ્યા, વાહન ચાલકોને હાલાકી

    8 hours ago

    આજે(14 સપ્ટેમ્બર) ગણેશ ચતુર્થી પર્વ શરૂ થઈ રહ્યો છે, બીજી તરફ વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો વચ્ચે શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારે ધોધમાર બાદ વરસાદ હળવો થયો છે. વહેલી સવારથી વરસાદી માહોલ વચ્ચે બાપ્પાના આગમનની તૈયારીઓ વચ્ચે વરસાદ ખલેલ પહોચાડી રહ્યો છે, છતાં ભક્તિમાં ઉત્સાહ અનેરો છે. વહેલી સવારે નોકરી ધંધે જતા લોકો અને રાહદારીઓને છત્રી અને રેઇન કોટ પહેરવાની ફરજ પડી હતી. શહેરના પાણીગેટ અને રાવપુરા મચ્છીપીઠ વિસ્તારમાં રોડ સ્વિમિંગપુલ બન્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વહેલી સવારથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી અસહ્ય ગરમી અને બફારાથી ત્રસ્ત વડોદરાવાસીઓને અંતે રાહત મળી છે. લાંબા વિરામ બાદ શહેરમાં ગત l સાંજ અને આજે વહેલી સવારે વરસાદની ધમાકેદાર એન્ટ્રી જોવા મળતા શહેરમાં કેટલાક વિસ્તારોમાં પાણી પાણીના દ્રશ્યો સામે આવ્યા છે. શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે વાદળ છાયા વાતાવરણ વચ્ચે બફારો વધ્યો હતો. જો કે વરસાદની શરૂઆત થઈ અને સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી ગઈ છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વહેલી સવારે પડેલા વરસાદે ઘણા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. પાણીગેટ અને મચ્છીપીઠમાં રોડ પર પાણી ફરી વળ્યા ગણેશ ચતુર્થીના દિવસે શહેરમાં વરસાદ આવતા ગણેશ ભક્તોમાં વરસાદ વચ્ચે પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. શહેરના રાવપુરા મચ્છીપીઠ અને પાણીગેટ વિસ્તારમાં પાણી ભરાતા રોડ સ્વિમિંગપુલ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. સાથે શહેરના ફતેગંજ, આજવા રોડ, વાઘોડિયા રોડ, કારેલીબાગ, સુભાનપુરા, સયાજીગંજ, પાણીગેટ, માંડવી, હરણી જેવા મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વર્ષો હતો.
    Click here to Read More
    Previous Article
    ભુજમાં કેન્દ્ર સરકારે ઘોરાડ સંરક્ષણની સમીક્ષા કરી:200 ચો.કિમી આવાસ પુનઃસ્થાપન પર ભાર, ગુજરાત એક્શન પ્લાનનું વિમોચન
    Next Article
    Class 8 Student Threatened, Forced To Hand Over Rs 6 Lakh, Gold In Bengaluru

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment