Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજથી ગણેશોત્સવનો પ્રારંભ:પૂજાની શરૂઆતમાં 'સ્વસ્તિક' બનાવવાની પરંપરા, જાણો કઈ ભૂલો ન કરવી

    7 hours ago

    આજે (14 સપ્ટેમ્બર) ગણેશ ચતુર્થી છે. ગણેશ પૂજાનો આ ઉત્સવ 25 સપ્ટેમ્બર સુધી છે. આ દિવસોમાં ભગવાન ગણપતિની વિશેષ પૂજા કરવામાં આવે છે. ગણેશ પૂજા હોય, અન્ય કોઈ દેવી-દેવતાનું પૂજન હોય કે અન્ય કોઈ પણ ધાર્મિક કાર્યની શરૂઆત સ્વસ્તિક ચિહ્ન બનાવીને કરવામાં આવે છે. આ શુભ ચિહ્ન સામાન્ય રીતે સિંદૂર કે કુમકુમથી બનાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સ્વસ્તિક બનાવીને કોઈ કામની શરૂઆત કરવામાં આવે તો તે કામ કોઈ પણ અવરોધ વિના પૂર્ણ થઈ જાય છે. આ શુભ ચિહ્ન ગણેશજીનું પ્રતીક માનવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના મતે, સ્વસ્તિક બે શબ્દોથી મળીને બન્યો છે - સુ એટલે શુભ અને અસ્તિ એટલે હોવું, અર્થાત્ 'બધું શુભ હો.' આ ચિહ્ન શુભતા અને સકારાત્મકતા વધારનારું માનવામાં આવે છે. સ્વસ્તિકની ચાર રેખાઓ છે ચારેય પુરુષાર્થની પ્રતીક શાસ્ત્રોમાં ચાર પુરુષાર્થ જણાવવામાં આવ્યા છે- ધર્મ, અર્થ, કામ, મોક્ષ. સ્વસ્તિકનો આકાર ગણિતના ધન ચિહ્ન (+) જેવો હોય છે, જે સકારાત્મકતા દર્શાવે છે. તેની ચાર રેખાઓ ચારેય પુરુષાર્થને દર્શાવે છે. આ ઉપરાંત, શાસ્ત્રોમાં ચાર આશ્રમ - બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસ જણાવવામાં આવ્યા છે. ચાર યુગ - સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, કલિયુગ છે.
    Click here to Read More
    Previous Article
    BCCI Selectors And Officials In 'Cold War', Ajit Agarkar's Fate To Be Decided In 2 Days: Report
    Next Article
    દેશભરમાં ગણેશ ઉત્સવ શરૂ:લાલબાગના રાજા મંદિર શિવની થીમ પર સજાવવામાં આવ્યું, ઇન્દોરમાં 3 ટન માટીમાંથી બનેલા બાપ્પા; હૈદરાબાદમાં 72 ફૂટ ઊંચી ગણેશજીની પ્રતિમા

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment