Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરિયાદ બાદ દીપડાને પાંજરે પૂરવાની કવાયત:રૂપવાડા ગાંધી ફળિયામાં રાત્રે 3 વાગ્યે તબેલામાં ઘૂસ્યો દીપડો, વાછરડી અને પાડાનું મારણ કર્યુ

    20 hours ago

    વ્યારા તાલુકાના રૂપવાડા ગામના ગાંધી ફળિયામાં રાત્રિના સમયે દીપડાએ તબેલામાં ઘૂસી પાલતુ પશુઓ પર હુમલો કરતાં પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે. રાત્રે અંદાજે 3 વાગ્યાના અરસામાં બનેલી ઘટનામાં એક ગાયની વાછરડી અને એક ભેંસના પાડાનું દીપડાએ મારણ કર્યું હતું. મળતી માહિતી મુજબ, રૂપવાડાના ગાંધી ફળિયામાં રહેતા સરમુખ રમેશ ચૌધરીના ઘરની પાછળ તબેલો આવેલો છે. રાત્રિના સમયે આ તબેલામાં દીપડો ઘૂસી આવ્યો હતો. દીપડાએ પશુઓ પર હુમલો કરી એક વાછરડી તથા એક પાડાને મારી નાખ્યા હતા. વહેલી સવારે ઘટનાની જાણ થતાં પશુપાલક પરિવાર સહિત આસપાસના લોકો સ્થળ પર એકત્ર થયા હતા. બનાવ અંગે પશુપાલક દ્વારા વ્યારા વન વિભાગને જાણ કરી ફરિયાદ કરવામાં આવી હતી. માહિતી મળતાં વન વિભાગની ટીમે ઘટનાની નોંધ લઈ આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. દીપડાની અવરજવર અંગેના નિશાન સહિતની વિગતો મેળવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. ગામની વસ્તી નજીક દીપડાએ પશુઓનો શિકાર કરતાં હવે તે ફરી તબેલા કે રહેણાક વિસ્તારમાં ન આવે તે અંગે પશુપાલકોમાં ચિંતા જોવા મળી રહી છે. વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવા માટે જરૂરી કવાયત હાથ ધરવામાં આવી છે અને તેના પર નજર રાખવામાં આવી રહી છે. વળતર માટે વન વિભાગમાં કાર્યવાહી વળતર માટે વન‎વિભાગમાં કાર્યવાહી‎ વન્યપ્રાણી દ્વારા પાલતુ પશુનું મારણ થાય ત્યારે સરકારની જોગવાઈ મુજબ પાત્ર પશુપાલકને વળતર મળવાપાત્ર છે. આ માટે ઘટનાની જાણ તાત્કાલિક વન વિભાગને કરી સ્થળ તપાસ, પંચનામું તથા જરૂરી પુરાવાની કાર્યવાહી કરાવવી પડે છે. વન વિભાગની તપાસ અને નિયમ મુજબની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પાત્રતા અનુસાર વળતર ચૂકવવાની કાર્યવાહી કરવામાં આવે છે. સોનગઢના હીરાવાડીવિસ્તારમાં આતંક‎મચાવતી પાંચ વર્ષની દીપડી પાંજરે પુરાઈ‎ ​સોનગઢ તાલુકાના હીરાવાડી ગામ અને આસપાસના પંથકમાં 15 દિવસથી કદાવર દીપડીના ત્રાસથી ભયનો માહોલ છવાયેલો હતો. ગ્રામજનોની રજૂઆતો બાદ વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું,જેના પરિણામે ગુરુવારે વહેલી સવારે પાંચ વર્ષની દીપડી પાંજરે પુરાઈ જતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. હીરાવાડી ગામ તથા તેની આસપાસના મેઢસિંગી, નાના બંધારપાડા અને ટોકરવા જેવા વિસ્તારોમાં પંદર દિવસથી એક કદાવર દીપડાની અવરજવરથી ખેડૂતો અને પશુપાલકોમાં ફફડાટ ફેલાયો હતો. દીપડી રાત્રિના મરઘાં, કૂતરાં અને અન્ય પાલતું પશુઓનો શિકાર કરી રહ્યો હતો, જેના કારણે ખેડૂતો પોતાના ખેતરોમાં રાત્રે પાણી વાળવા જવામાં પણ અસમર્થ બન્યા હતા. ગ્રામજનોની રજૂઆતને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા હીરાવાડી ગામના ડુંગરી ફળિયા નજીક દીપડાની અવરજવરના સ્થળે મારણ સાથેનું પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. આ દરમિયાન, ગુરુવારે વહેલી સવારે અંદાજે પાંચ વર્ષની ઉંમર ધરાવતી દીપડી મારણ ખાવાની લાલચે પાંજરે પુરાઈ હતી. દીપડી ઝડપાઈ હોવાની જાણ થતાં જ સ્થાનિકોમાં હાશકારો ફેલાઈ ગયો હતો.
    Click here to Read More
    Previous Article
    અરવલ્લીમાં ખેડૂત સંમેલનના આયોજન માટે બેઠક યોજાઈ:કલેક્ટર મિલિન્દ બાપના અને DDO મહેક જૈને તૈયારીઓની સમીક્ષા કરી, 5 ઓક્ટોબરે સંમેલન
    Next Article
    નારણસરીમાં ગેરકાયદે રેતી વોશિંગ પ્લાન્ટ પકડાયું:ખેતીની જમીનમાં NA મંજૂરી વિના ધમધમતા પ્લાન્ટ પર પ્રાંત અધિકારી અને ખનીજ વિભાગનો સંયુક્ત દરોડો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment