Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાઠા વિસ્તારના ગામોની પ્રોટેક્શન વોલનો મુદ્દો વિધાનસભામાં ગુંજ્યો:ધારાસભ્ય ભરતભાઈ પટેલે દાંડી સહિતના ગામોની સુરક્ષા માટે સરકાર સમક્ષ પ્રશ્ન ઉઠાવ્યો

    6 hours ago

    વલસાડ વિધાનસભા મતવિસ્તારના કાઠા વિસ્તારના ગામોમાં પ્રોટેક્શન વોલ બનાવવાની લાંબા સમયથી ચાલી આવતી માંગ અંગે ધારાસભ્ય ભરતભાઈ પટેલે વિધાનસભા સત્રમાં સરકારનું ધ્યાન દોર્યું હતું. દરિયાઈ ભરતી, ભારે વરસાદ અને પાણીના ધોવાણથી થતું નુકસાન અટકાવવા આ વોલ જરૂરી છે. ધારાસભ્ય ભરતભાઈ પટેલે દાંડી, દાંતી, કકવાડી, ભાગલ, કોસંબા, સુરવાડા તેમજ મગોદ-ડુંગરી વિસ્તાર સહિતના ગામોમાં પ્રોટેક્શન વોલની કામગીરી અંગે પ્રશ્ન રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું કે દરિયાઈ ભરતી અને ભારે વરસાદ દરમિયાન પાણીના ધોવાણથી ગામડાંઓ તેમજ ખેતીની જમીનને નુકસાન થાય છે. ભરતભાઈ પટેલે કહ્યું કે કાઠા વિસ્તારના ગામોના લોકોની પ્રોટેક્શન વોલની લાંબા સમયથી માંગ છે. આ માંગને ગંભીરતાથી લઈ જરૂરી સ્થળોએ સર્વે, આયોજન અને કામગીરીને ઝડપ આપવી જોઈએ. પ્રોટેક્શન વોલ બનવાથી દરિયાઈ ધોવાણ અને પાણીના પ્રવાહથી થતું નુકસાન ઘટશે. આ વોલ ગ્રામજનો, ખેડૂતો અને તેમની મિલકતોની સુરક્ષાને વધુ મજબૂત બનાવશે. ધારાસભ્ય ભરતભાઈ પટેલ વલસાડ વિધાનસભા મતવિસ્તારના કાઠા વિસ્તારના ગામોના સર્વાંગી વિકાસ અને સ્થાનિક લોકોની સમસ્યાઓના ઉકેલ માટે વિધાનસભામાં સતત રજૂઆતો કરી રહ્યા છે. પ્રોટેક્શન વોલ સહિતના વિકાસ કાર્યો માટે સરકાર સમક્ષ અસરકારક રજૂઆત કરીને ગામોના હિતમાં કામગીરી આગળ વધારવાનો પ્રયાસ થઈ રહ્યો છે. 'જનતાની સમસ્યા એટલે અમારી જવાબદારી'ના સંકલ્પ સાથે ધારાસભ્ય પટેલે આ મુદ્દાને પ્રાથમિકતા આપી છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડના કપરાડામાં પોણા પાંચ ઇંચ વરસાદ:અમદાવાદ, વડોદરા, નવસારી સહિતમાં રાતથી વરસાદ; દ્વારકા-જામનગર અને સુરત સહિત 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
    Next Article
    દુનિયાના ત્રણ શક્તિશાળી નેતાઓ વચ્ચે ઊભેલો આ વ્યક્તિ કોણ છે?:ચીન સાથે છે ખાસ કનેક્શન, BRICS સમિટની વાઇરલ તસવીર સો.મીડિયા પર ચર્ચાનો વિષય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment