Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેવસર બીલીમોરામાં "મન્નત કા રાજા"ના પ્રથમ દર્શન:રક્તદાન કેમ્પના વિજેતાઓને ઈનામ અપાયા, ભાજપ પ્રમુખ સહિત અગ્રણીઓ હાજર રહ્યા

    5 hours ago

    બીલીમોરાના દેવસર ખાતે 'મન્નત કા રાજા ચેરિટેબલ ટ્રસ્ટ' દ્વારા આજે સાંજે ૭:૦૦ વાગ્યે મન્નત કા રાજાના દરબારમાં પ્રથમ દર્શનનો કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે બાપાના પ્રથમ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. સમગ્ર વાતાવરણમાં ભક્તિનો માહોલ છવાઈ ગયો હતો. આ કાર્યક્રમ દરમિયાન, ટ્રસ્ટ દ્વારા અગાઉ આયોજિત રક્તદાન કેમ્પમાં ભાગ લેનાર દાતાઓ માટે રાખવામાં આવેલા લકી ડ્રોના વિજેતાઓને ઈનામો આપી પ્રોત્સાહન આપવામાં આવ્યું. કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ નિરવભાઈ ટેલર, ભાજપ અગ્રણી પીચિભાઈ લબાના, બીલીમોરા નગરપાલિકાના સદસ્ય ચિંંતનભાઈ શાહ, ગુપ્તા હોસ્પિટલના ડો. સુકેસ ગુપ્તા, માર્ટીનોઝ પિઝ્ઝાના ઓનર અક્ષય બોઘાણી, ભાજપ અગ્રણી આનંદભાઈ દેસાઈ અને મન્નત કા રાજા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સુનિલભાઈ કેવટ હાજર રહ્યા હતા. ભાજપના અન્ય આગેવાનો, પાલિકા સદસ્યો તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ ઉપસ્થિત રહ્યા. દાદાના દર્શન કરવા માટે લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો. આ વખતે વનતારા થિમ મંડપ સમગ્ર વિસ્તારમાં આસ્થાનું કેન્દ્ર બન્યો હતો.
    Click here to Read More
    Previous Article
    Delhi BRICS Summit 2026 पर क्या बोला Pakistani Newspaper Dawn? मतभेदों...। PM Modi | Shehbaz Shariff
    Next Article
    વડોદરા ક્રાઈમ બ્રાન્ચ અને દિલ્હી સ્પેશિયલ સેલનું સંયુક્ત ઓપરેશન:વડોદરાના વેપારી પાસે 10 કરોડની ખંડણી માગનાર રોહિત ગોદારા ગેંગનો સાગરીત દિલ્હીથી ઝડપાયો, પાર્ક કરેલી કારની ડેકીમાંથી 4 કરોડનું હેરોઈન જપ્ત કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment