Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરા ક્રાઈમ બ્રાન્ચ અને દિલ્હી સ્પેશિયલ સેલનું સંયુક્ત ઓપરેશન:વડોદરાના વેપારી પાસે 10 કરોડની ખંડણી માગનાર રોહિત ગોદારા ગેંગનો સાગરીત દિલ્હીથી ઝડપાયો, પાર્ક કરેલી કારની ડેકીમાંથી 4 કરોડનું હેરોઈન જપ્ત કરાયું

    6 hours ago

    વડોદરા ક્રાઈમ બ્રાન્ચ અને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના સંયુક્ત ઓપરેશનમાં વડોદરાના વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપી 10 કરોડની ખંડણી માગનાર રોહિત ગોદારા ગેંગના સાગરીત કુલદીપ ગણેશદાસ સ્વામીને દિલ્હીના ચાંદની ચોક વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી 4 કરોડની કિંમતનું 2.075 કિલોગ્રામ હેરોઈન અને એક સ્વિફ્ટ કાર કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભોગ બનનાર વેપારી સાથે હવાલા મારફતે રકમ સ્વીકારવાનું નક્કી થતાં 12/09/2026ના રોજ દિલ્હીના ચાંદની ચોક ખાતે ગોઠવાયેલી વોચ દરમિયાન વડોદરા ક્રાઈમ બ્રાન્ચ અને દિલ્હી સ્પેશિયલ સેલે આરોપીને આંતરી લીધો હતો. કારની ડેકીમાંથી 4 કરોડ રૂપિયાનું હેરોઈન જપ્ત ઝડપાયેલા આરોપીની પ્રાથમિક પૂછપરછ અને અંગઝડતી દરમિયાન સ્વિફ્ટ કારની ચાવી મળી આવી હતી. આરોપીની નિશાનદેહી પર દિલ્હીના જય વિહાર નજફગઢ ખાતે પાર્ક કરેલી કારની ડેકીમાંથી 4 પેકેટોમાં સંતાડેલું 4 કરોડ રૂપિયાની કિંમતનું 2.075 કિલોગ્રામ માદક પદાર્થ હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું. આ મામલે વડોદરા ક્રાઈમ બ્રાન્ચ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આરોપી અને કબ્જે કરેલ મુદ્દામાલની વિગત: આરોપીનું નામ: કુલદીપ ગણેશદાસ સ્વામી (રહે. કલ્યાણપુરા, જી. ચુરુ, રાજસ્થાન) કબ્જે કરેલ મુદ્દામાલ: 2.075 કિલોગ્રામ હેરોઈન તથા એક મારૂતિ સ્વિફ્ટ કાર
    Click here to Read More
    Previous Article
    દેવસર બીલીમોરામાં "મન્નત કા રાજા"ના પ્રથમ દર્શન:રક્તદાન કેમ્પના વિજેતાઓને ઈનામ અપાયા, ભાજપ પ્રમુખ સહિત અગ્રણીઓ હાજર રહ્યા
    Next Article
    તાલાલામાં ભૂકંપ જેવી આપદા માટે 'સુરક્ષા કાર્યશાળા' યોજાશે:ISR ગાંધીનગર દ્વારા ૧૪ સપ્ટેમ્બરે આપત્તિ વ્યવસ્થાપન પર માર્ગદર્શન અપાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment