Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    BRTS રૂટની સુરક્ષા સામે સવાલ:રાજકોટનાં બિગ બઝાર સ્ટોપથી KKV તરફના BRTS રૂટ ઉપર કારચાલક રોંગ સાઈડ ડ્રાઈવિંગ કરતો હોવાનો વિડીયો વાયરલ, અધિકારીએ કહ્યું-પોલીસને રજૂઆત કરાશે

    1 day ago

    રાજકોટ શહેરમાં બિગ બઝાર સ્ટોપથી KKV તરફના BRTS રૂટ પર એક કારચાલક રોંગ સાઈડ ડ્રાઈવિંગ કરતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં શહેરની સુરક્ષા વ્યવસ્થા અને ટ્રાફિક નિયમોના અમલ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. રોજબરોજ બસોની અવરજવર વચ્ચે આ પ્રકારે બેફામ રીતે વાહન હંકારવાના દ્રશ્યોથી મુસાફરો અને રાહદારીઓમાં ચિંતા ફેલાઈ છે તથા કાયદાનો ડર ન હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. આ મામલે મનપાનાં અધિકારીએ જણાવ્યું છે કે પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ કાર્યવાહી પોલીસ વિભાગ દ્વારા થાય જ છે, છતાં ચેકિંગ વધારવા પોલીસ સાથે સંકલન કરી રજૂઆત કરાશે. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કારચાલક મોબાઈલ કેમેરામાં ડ્રાઈવિંગ રેકોર્ડ કરતા નિયમોની ઐસીતૈસી કરી રહ્યો છે અને બેકગ્રાઉન્ડમાં લાઉડ મ્યુઝિક વગાડીને રૌફ જમાવવાનો પ્રયાસ કરે છે. ખાસ કરીને બિગ બઝાર સ્ટોપથી KKV તરફના BRTS કોરિડોર પર બનેલી આ ઘટનાએ શહેરીજનોની સુરક્ષા સામે મોટો પ્રશ્નાર્થ ઊભો કર્યો છે. રોજબરોજ BRTS બસો અને અન્ય વાહનોની અવરજવર વચ્ચે આ પ્રકારે રોંગ સાઈડ કાર ઘુસાડી દેવાથી ગંભીર અકસ્માત સર્જાવાની પૂરેપૂરી શક્યતા રહે છે, છતાં કાયદાનો કોઈ ડર ન હોય તેમ બેખોફ રીતે વાહન ચલાવવામાં આવી રહ્યું છે. આ મામલે રાજકોટ મહાનગરપાલિકાની સિટીબસ સેવાની જવાબદારી સંભાળતા સિટી ઈજનેર પરેશ અઢીયાએ દિવ્યભાસ્કર સાથેની ટેલિફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું છે કે વાયરલ વિડીયો અંગે તંત્રના ધ્યાને બાબત આવી છે. જોકે BRTS રૂટ ઉપર પોલીસ કમિશનરનું જાહેરનામું અમલમાં હોવાથી રોંગ સાઈડ ડ્રાઈવિંગ જેવા ટ્રાફિકના ગુનાઓમાં કાયદેસર કાર્યવાહી કરવાની સત્તા પોલીસ વિભાગ પાસે રહે છે. આ ઉપરાંત, જે ભાગમાં આ ઘટના બની હોવાનું કહેવાય છે તે બિગ બઝાર સ્ટોપથી KKV તરફનો રૂટ છે, જ્યાં મનપાના સિક્યોરિટી કર્મચારીઓ તહેનાત કરવામાં આવેલા નથી. સિક્યોરિટી સ્ટાફના અભાવે અને ટેન્ડરની શરતો મુજબ આ કિસ્સામાં કોન્ટ્રાક્ટરને કોઈ પેનલ્ટી ફટકારી શકાય તેમ નથી, જોકે ભલે અહીં સિક્યોરિટી કર્મચારીઓ હોય નહીં અને પેનલ્ટીની જોગવાઈ પણ લાગુ પડતી ન હોય, પરંતુ મુસાફરો અને રાહદારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવાશે. આગામી સમયમાં પોલીસ વિભાગ સાથે સંકલન સાધીને બિગ બઝારથી KKV તરફના BRTS રૂટ પર સઘન ચેકિંગ વધારવા માટે રજૂઆત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, શહેરના વિવિધ BRTS રૂટ પર અગાઉ પણ ખાનગી વાહનોના ઘૂસણખોરીના અનેક બનાવો સામે આવી ચૂક્યા છે, જેના કારણે બસ સંચાલન અને મુસાફરોની સલામતી જોખમાય છે. એક તરફ મનપા તંત્ર પોલીસ કાર્યવાહી અને સિક્યોરિટી વ્યવસ્થાની મર્યાદા ગણાવી રહ્યું છે, તો બીજી તરફ સામાન્ય નાગરિકોમાં એવી માંગ ઉઠી રહી છે કે માત્ર વિડીયો વાયરલ થાય ત્યારે જ નહીં, પરંતુ નિયમિત ધોરણે કડક દેખરેખ અને કાયદાકીય પગલાં લેવામાં આવે. જો ટ્રાફિક પોલીસ અને મહાનગરપાલિકા વચ્ચે અસરકારક સંકલન અને સતત મોનિટરિંગ જળવાઈ રહે, તો જ BRTS રૂટ પર થતી આવી બેફામ ડ્રાઈવિંગની ઘટનાઓને અટકાવી શકાશે.
    Click here to Read More
    Previous Article
    વંદેભારત પર 10 દિવસમાં બીજીવાર પથ્થરમારો, સુરતમાં કોચનો કાચ તૂટ્યો:મુસાફરોમાં ગભરાટ, ટ્રેન ગાંધીનગરથી મુંબઈ જતી હતી; 4 મહિનામાં જ સુરત નજીક 3 ઘટના
    Next Article
    'This Is Good News For CSK': Ex-England Star On Dhoni's Transition To Mentor

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment