Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુવકે ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી:કોટેચા ચોક પાસે ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા સ્વિફ્ટ કાર પલટી જતા એક વ્યક્તિ ઈજાગ્રસ્ત

    6 hours ago

    રાજકોટમાં અકસ્માતની વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત એવા કોટેચા ચોક વિસ્તારમાં એક કાર ચાલકે અચાનક પોતાના વાહનના સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. કાબુ ગુમાવતાની સાથે જ સ્વિફ્ટ કાર રોડ પર પલટી ખાઈ ગઈ હતી. ઘટનાને પગલે આસપાસથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક લોકોના ટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. મુખ્ય માર્ગ પર કાર પલટી જવાથી થોડા સમય માટે ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયા હતા અને વાહનવ્યવહાર ખોરવાયો હતો. આ અકસ્માતમાં 1 વ્યક્તિને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે આ ગમખ્વાર અકસ્માતમાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી. પોલીસે કારને રસ્તા પરથી હટાવીને ટ્રાફિકજામ દૂર કર્યો બીજી તરફ અકસ્માતના આ બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ટ્રાફિકને પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસે પલટી ગયેલી કારને રસ્તા પરથી હટાવીને માર્ગ ખુલ્લો કરાવ્યો હતો. હાલમાં પોલીસે આ સમગ્ર ઘટના અંગે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. કાર પલટી જવાનું મુખ્ય કારણ શું હતું તે જાણવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ઉપરાંત, અકસ્માત સર્જનાર કારનો ચાલક નશામાં હતો કે કેમ તે અંગે પણ મેડિકલ તપાસ સહિતના મુદ્દે પોલીસે સઘન પૂછપરછ અને કાર્યવાહી હાથ ધરી છે. અગમ્ય કારણોસર યુવક ઝેરી દવા પી આપઘાત કરતા પરિવાર શોકમાં ગરકાવ રાજકોટમાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે જેમાં 18 વર્ષના યુવાને ભયાસર ગામે પોતાના ઘરેથી લોઠડા ગામ કામે જવાનું કહી નીકળ્યો હતો બાદમાં ઝેરી દવા પી લીધી હતી અને પછી પરત ઘરે આવી સુઈ ગયો હતો જો કે સવારે ઉલ્ટી કરવા લાગતા પ્રથમ ગોંડલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર કારગત નીવડે એ પહેલા તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાણ આજીડેમ પોલીસને કરવામાં આવતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થ ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન એક ભાઈ અને એક બહેનમાં મોટો હોવાનું સામે આવ્યું છે જો કે આપઘાત ક્યાં કારણે કર્યો તે અંગે પરિવારજનો પણ અજાણ હોવાથી પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે રીક્ષા ગેંગના ચાર શખ્સોને ઝડપી પાડ્યા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રીક્ષા ગેંગના ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી રોહિત કોઈડિયા, વિપુલ ડોડા, આકાશ સોલંકી, અને પ્રકાશ ઉર્ફે બકુલ સોલંકીની ધરપકડ કરી રીક્ષા અને રોકડ 40,000 મળી કુલ રૂ.1.40 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ પુછપરછમાં આરોપીઓએ છેલ્લા બે મહિનામાં રિક્ષામાં મુસાફરોને બેસાડી 17 ગુનાને અંજામ આપી કુલ 65,000થી વધુ રકમ સેરવી લીધી હોવાની કબૂલાત આપી છે. પોલીસ તપાસમાં પકડાયેલ આરોપીઓ પૈકી રોહિત કોઈડિયા વિરુધ્ધ ચાર ગુના, વિપુલ ડોડા વિરુધ્ધ બે ગુના, આકાશ સોલંકી વિરુધ્ધ ચાર ગુના, અને પ્રકાશ ઉર્ફે બકુલ સોલંકી વિરુધ્ધ 5 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે પકડાયેલ રીક્ષાગેંગ દ્વારા ગત 12.07.2026ના રોજ સાંજના 6 વાગ્યા આસપાસ 26 વર્ષીય યુવક ભૌતિક ગઢીયાને રિક્ષામાં બેસાડી રૂપિયા 50,000 નજર ચૂકવી સેરવી લીધા હતા જે ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પીસીબીની ટીમે છકડો રિક્ષામાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો રાજકોટ પીસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી જેના આધારે ગોંડલ ચોકડી પાસે આવેલા કિઆના શો રૂમ નજીક રોડ પરથી શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલી એક છકડો રીક્ષાને રોકી તપાસ કરતા રિક્ષામાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે છકડો રિક્ષામાંથી દારૂના જથ્થા સાથે બે સગા ભાઈઓ વસંત અને વિજય મનોજભાઇ માંગરોલીયાને પકડી 1.60 લાખના દારૂ અને છકડો રિક્ષા મળી કુલ 2 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. પૂર્વ પ્રેમીનો મહિલા અને તેના મંગેતર પર છરી વડે હુમલો રાજકોટ દેવપરા શાકમાર્કેટમાં સરકારી શાળા નં. 63ની દીવાલ પાસે હિંસક હુમલાની ઘટના બની છે. જેમાં પૂર્વ પ્રેમીએ મહિલા અને તેના મંગેતર ઉપર છરી વડે હુમલો કર્યો હતો. જેમાં મહિલા બચાવવા વચ્ચે પડતા હાથમાં 3 ટાંકા આવ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ 1.5 વર્ષ પહેલા એક મહિલાને જંગલેશ્વર નં. 34 માં રહેતા અફાન ઉર્ફે ગફાર જાહીદભાઈ પરમાર સાથે પ્રેમ સંબંધ હતો. મહિલાની અન્ય જગ્યાએ સગાઈ થઈ જતા જ તેણે આરોપી સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું અને તેનો નંબર બ્લોક કરી દીધો હતો. આ વાતનું મનદુઃખ રાખી આરોપી અફાને ગત 12 સપ્ટેમ્બરે 2026 ના રોજ રાત્રે 8:15 થી 8:30ની વચ્ચે મહિલા સહિત તેના મંગેતરને વાતચીત કરવા માટે બોલાવ્યા હતા. નંબર કેમ બ્લોક કર્યો તેમ કહી આરોપી એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાની પાસે રહેલી છરી વડે મહિલાના મંગેતર ઉપર હુમલો કરવા દોડ્યો હતો. મંગેતરને બચાવા માટે મહિલા વચ્ચે પડતા તેના ડાબા હાથના પંજાના ભાગે છરી વાગી ગઈ હતી, જેના કારણે તેમને 3 ટાંકા આવ્યા હતા. આ મામલે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ફ્લેટ ખાલી કરાવવા બાબતે પિતા-પુત્રનો પરિવાર ઉપર લોખંડના પાઇપથી હુમલો શહેરના ટાગોર રોડ પર આવેલી રાજમંદિરવાળી શેરીમાં ફ્લેટ ખાલી કરાવવા મુદ્દે એક પરિવાર પર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે. મૂળ બિહારના અને હાલ રાજકોટમાં શ્રી એપાર્ટમેન્ટમાં રહેતાં 40 વર્ષીય લલિતાદેવી લલિતકુમાર ઝાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત 12 સપ્ટેમ્બરના રોજ રાત્રે 9 વાગ્યાની આસપાસ નવનીતભાઈ, તેમના પુત્ર રુદ્ર તેમજ અન્ય અજાણ્યા શખ્સોએ હથિયારો સાથે તેમના પર હુમલો કર્યો હતો. આરોપીઓએ લલિતાદેવીના પુત્ર પ્રિન્સને લોખંડના પાઇપ વડે માર માર્યો હતો. આ સમયે લલિતકુમાર અને તેમની દીકરી છોડાવવા વચ્ચે પડતાં આરોપીઓએ તેમને પણ નિશાન બનાવ્યા હતા. આરોપીઓએ લલિતકુમારને માથાના ભાગે અને જમણા પગે પાઇપના ફટકા માર્યા હતા, જ્યારે પ્રિન્સને બંને પગમાં મુંઢ ઈજાઓ પહોંચાડી હતી. આ ઉપરાંત આરોપીઓએ ગાળો ભાંડી, ફ્લેટ ખાલી નહિ કરો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. થોરાળામાં બાઈક ધીમું ચલાવવાનું કહેતા 8 શખ્સોએ પાઈપ અને ધોકાથી હુમલો કર્યો રાજકોટના થોરાળા મેઈન રોડ ઉપર આવેલા બાપા સીતારામનગરમાં બાઈક ધીમું ચલાવવા બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા 8 શખ્સોએ હથિયારો સાથે હુમલો કર્યો હતો. 40 વર્ષીય કિરણભાઈ સોલંકીએ થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, 12 સપ્ટેમ્બરની રાત્રે 9:30 વાગ્યે આરોપી કૃણાલ રાઠોડ પૂરઝડપે બાઈક ચલાવી રહ્યો હતો. આથી કિરણભાઈના પત્ની અને માતાએ તેને બાઈક સરખી રીતે ચલાવવાનું કહેતા, અન્ય આરોપીઓ વિક્રમભાઈ અને ભૂપતભાઈએ ગાળો આપી હતી. આ બાબતનું મનદુઃખ રાખીને કૃણાલ, વિક્રમ, ભૂપત, જુગલ, નિલેશ, અનિકેત, ભાનુબેન અને રાજુ નામના શખ્સોએ ગેરકાયદે મંડળી રચી લોખંડના પાઈપ અને લાકડાના ધોકા સાથે હુમલો કર્યો હતો. જેમાં વિક્રમે કિરણભાઈને પકડી રાખ્યા હતા અને ભૂપતભાઈએ પાઈપથી માર માર્યો હતો તેમજ જયશ્રીબેન છોડાવવા પડતા ભાનુબેને તેમના વાળ ખેંચી માર માર્યો હતો, જ્યારે જુગલે માથામાં ઈંટનો ઘા ઝીંકી દીધો હતો. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    નીમ કરોલી બાબાએ મોરબીના વાવણિયા ગામમાં કરી હતી હનુમાનજીની સાધના:દુનિયાભરમાં પ્રસિદ્ધ બાબા 7 વર્ષ સુધી ગુજરાતમાં રહ્યા હોવાનું મનાય છે
    Next Article
    AYUSH Interns के पूरे पैसे क्यों नहीं दे रही सरकार? लापरवाही है या घोटाला? ।Ground Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment