Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પતિ અને સસરિયાઓએ ત્રાસની હદ વટાવી:રાજકોટમાં ગર્ભવતી પત્નીને દારૂડિયા પતિએ ઢોર માર મારતા ગર્ભપાત થયો, સ્ત્રીધન પચાવી ત્રાસ આપતા પતિ-સાસુ-સસરા સામે ફરિયાદ

    7 hours ago

    રાજકોટ શહેરમાંથી સાસરિયાંના શારીરિક-માનસિક ત્રાસ તેમજ ગંભીર શોષણનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના યુનિવર્સિટી રોડ નજીક આવેલી ગિરિરાજ ડેરી વાળી શેરીમાં પીજી (PG)માં પોતાની 6 વર્ષની માસૂમ દીકરી સાથે આશ્રય લઈ રહેલી 28 વર્ષીય પરિણીતા પૂનમબેન ગોસલીયાએ પોતાના પતિ હર્ષ આશિતભાઈ ગોસલીયા, સાસુ ઉર્વીબેન આશિતભાઈ ગોસલીયા અને સસરા આશિતભાઈ વિનયચંદ્ર ગોસલીયા સામે શારીરિક-માનસિક ત્રાસ આપવા, મારપીટ કરવા તેમજ સ્ત્રીધન ઓળવી જવા અંગે રાજકોટ શહેર મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં દારૂડિયા પતિએ ઢોર માર મારતા ગર્ભપાત થયો હોવાનું અને સ્ત્રીધન પણ પચાવી પાડી શારીરિક-માનસિક ત્રાસ આપ્યાનું જણાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. એક વર્ષ બાદ પતિએ ચારિત્ર્ય પર શંકા કરી ત્રાસ શરૂ કર્યો ફરિયાદમાં જણાવ્યા મુજબ પૂનમબેન અને હર્ષ વચ્ચે વર્ષ 2016માં મિત્ર વર્તુળ થકી પરિચય થયા બાદ પ્રેમસંબંધ બંધાયો હતો. બંને અલગ જ્ઞાતિના હોવા છતાં પરિવારોની સંમતિથી 8 ફેબ્રુઆરી 2018ના રોજ હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ લગ્ન સંપન્ન થયા હતા. લગ્ન બાદ પૂનમબેન મનહર પ્લોટ-11 સ્થિત પ્રેમ એપાર્ટમેન્ટમાં પતિ, સાસુ-સસરા, નણંદ અને દાદાજી સસરા સાથે સંયુક્ત પરિવારમાં રહેવા ગયા હતા. પતિ અને સસરા બાથરૂમ એસેસરીઝનો સંયુક્ત વ્યવસાય ચલાવે છે. લગ્નના એકાદ વર્ષ સુધી બધું સામાન્ય રહ્યા બાદ પતિએ ચારિત્ર્ય પર શંકા કરી 'તારે કોઈ સાથે અફેર છે' તેમ કહી ક્લેશ શરૂ કર્યો હતો, જ્યારે સાસુ ઘરકામના નામે મહેણાં-ટોણાં મારી અપમાનિત કરતા હતા. દારૂના નશામાં 3 મહિનાની ગર્ભવતી પત્નીને ઢોરમાર માર્યો પૂનમબેન જ્યારે પ્રથમ વખત ત્રણ મહિનાના ગર્ભવતી હતા, ત્યારે પતિ હર્ષ રાત્રિના સમયે દારૂના નશામાં ધૂત થઈને ઘરે આવ્યો હતો. બોલાચાલી દરમિયાન તેણે પૂનમબેનને બેરહેમીથી માર મારતાં તેઓ પછડાઈને બેડ પર પડ્યા હતા. પેટમાં અસહ્ય દુખાવો ઉપડતાં બીજા દિવસે સવારે હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં સોનોગ્રાફી રિપોર્ટમાં ગર્ભસ્થ શિશુનું પેટમાં જ મૃત્યુ થઈ ગયું હોવાનું સામે આવતાં અબોર્શન કરાવવું પડ્યું હતું. તે વખતે પતિએ માફી માંગી ભવિષ્યમાં આવું ન કરવાની ખાતરી આપી મામલો થાળે પાડ્યો હતો. ડિલિવરી સમયે સાસરિયાંની નિર્દયતા ડિસેમ્બર 2019માં પરિણીતા ફરી ગર્ભવતી બન્યા ત્યારે પણ સાસરિયાંઓ તેમની પાસે ઘર અને બહારનું ભારે કામ કરાવતા હતા. પ્રસૂતિની પીડા ઉપડતાં પાડોશીઓએ તેમને ફ્લોરેન્સ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. તબીબોએ સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જણાવી 'માતા અથવા બાળક બેમાંથી એક જ બચી શકશે' તેમ કહેતાં જ પતિ અને સાસરિયાઓએ ક્રૂરતાની હદ વટાવી કહ્યું હતું કે, "અમારે સંતાન બચી જાય તો ઘણું, મા તો બીજી પણ મળી જશે." સદનસીબે દીકરીનો જન્મ થયો પરંતુ જન્મ સમયે તેનું વજન માત્ર 1.700 કિલો હોવા છતાં સાસુ દૂધ પીવડાવવા જેવી બાબતે પણ ઝઘડો કરી હાથ ઉપાડતા હતા. સ્ત્રીધનના દાગીના બેંકમાં ગીરવે મૂકી લોન લીધી સતત શારીરિક-માનસિક શોષણ અને દીકરીના ભરણપોષણમાં સાસરિયાં તરફથી કોઈ ટેકો ન મળતાં પરિણીતા પોતાની 6 વર્ષની બાળકી સાથે પીજીમાં રહેવા મજબૂર બન્યા હતા. તેમણે પોતાના સ્ત્રીધનના દાગીના પરત માંગતા જાણવા મળ્યું હતું કે પતિ હર્ષે સોનુ ફેડરલ બેંકમાં લોન પર મૂકી દીધું છે અને દાગીના પરત આપવાનો ઇનકાર કરી દીધો હતો. હક્ક મેળવવા પરિણીતાએ કોર્ટમાં ભરણપોષણ અને ઘરેલું હિંસા હેઠળ કેસ દાખલ કર્યા હતા. દરમિયાન સાસરિયાઓએ પીજી ખાતે પહોંચી ગાળાગાળી અને હોબાળો મચાવતા પોલીસ બોલાવવી પડી હતી. આખરે મહિલા પોલીસ સ્ટેશનમાં ત્રાસ, સ્ત્રીધન હડપ કરવું અને મારપીટનો ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મહીસાગર LCB એ ડિટવાસમાં 1521 બોટલ વિદેશી દારૂ ઝડપ્યો:બોલેરો પીકઅપમાંથી ચોરખાનામાં છુપાવેલો રૂ. 10.72 લાખનો મુદ્દામાલ જપ્ત, એક પકડાયો
    Next Article
    સુરતમાં તાપી બેકાબૂ બનતાં કતારગામ-રાંદેર કોઝવે ફરી ડૂબ્યો:વાહનવ્યવહાર ઠપ્પ થતાં લાખો લોકોને 8 કિમીના ચક્કર કાપવા પડશે, 4 દિવસ પહેલાં ખુલેલ કોઝવે ફરી બંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment