Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં તાપી બેકાબૂ બનતાં કતારગામ-રાંદેર કોઝવે ફરી ડૂબ્યો:વાહનવ્યવહાર ઠપ્પ થતાં લાખો લોકોને 8 કિમીના ચક્કર કાપવા પડશે, 4 દિવસ પહેલાં ખુલેલ કોઝવે ફરી બંધ

    7 hours ago

    સુરતમાં કતારગામ અને રાંદેર વિસ્તારને જોડતો મહત્વપૂર્ણ કોઝવે ફરી એકવાર પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. ચોમાસાની સિઝનમાં સતત 68 દિવસ સુધી બંધ રહ્યા બાદ માંડ ચાર દિવસ અગાઉ જ તેને સુરત મહાનગરપાલિકા દ્વારા સામાન્ય નાગરિકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જોકે, આ રાહત લાંબો સમય ટકી શકી નથી અને ચાલુ સિઝનમાં બીજી વખત કોઝવે પર અવરજવર અટકાવવાની ફરજ પડી છે. તાપી નદીના જળસ્તરમાં વધારો, કોઝવે પર વાહનવ્યવહાર બંધ ઉપરવાસમાંથી સતત થઈ રહેલી પાણીની ભારે આવકને કારણે તાપી નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. રવિવારે સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ કોઝવેની સપાટી ભયજનક રીતે વધીને 6.03 મીટરને પાર કરી ગઈ હતી. નદીમાં પાણીનો પ્રવાહ તેજ બનતાં અને જળસપાટી સતત ઊંચી જતી હોવાથી સુરક્ષાના ભાગરૂપે મનપા તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી કોઝવે પર તમામ પ્રકારનો વાહનવ્યવહાર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વાહનચાલકોને 8 કિલોમીટર લાંબું અંતર કાપવું પડશે કોઝવે અચાનક બંધ થઈ જતાં સ્થાનિક વાહનચાલકોની મુશ્કેલીમાં ફરી મોટો વધારો થયો છે. કતારગામ અને રાંદેર વચ્ચે રોજિંદી અવરજવર કરતા હજારો નોકરિયાતો, વેપારીઓ અને વિદ્યાર્થીઓને હવે ચંદ્રશેખર આઝાદ બ્રિજ અથવા કેબલ સ્ટેઈડ બ્રિજ જેવા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો પડશે, જેના કારણે તેમણે અંદાજે 8 કિલોમીટર જેટલું લાંબું અંતર કાપવું પડશે. આ વધારાના ચક્કરને લીધે લોકોના સમય અને ઈંધણ બંનેનો બગાડ થશે તેમજ અન્ય પુલો પર ટ્રાફિકનું ભારણ પણ વધશે. તાપી નદીમાં પાણીની આવક હજુ વધવાની પ્રબળ શક્યતા હાલમાં ઉપરવાસમાં વરસાદી માહોલ યથાવત્ હોવાથી આગામી કલાકોમાં તાપી નદીમાં પાણીની આવક હજુ વધવાની પ્રબળ શક્યતા છે. પાણીનો પ્રવાહ ક્યારે ઓસરશે તે અનિશ્ચિત હોવાથી કોઝવે કેટલા દિવસ બંધ રહેશે તે અંગે પણ અસમંજસ સર્જાઈ છે. હાલ સુરત મહાનગરપાલિકા અને ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા પાણીની સપાટી પર ચોવીસે કલાક ચાંપતી નજર રાખવામાં આવી રહી છે
    Click here to Read More
    Previous Article
    પતિ અને સસરિયાઓએ ત્રાસની હદ વટાવી:રાજકોટમાં ગર્ભવતી પત્નીને દારૂડિયા પતિએ ઢોર માર મારતા ગર્ભપાત થયો, સ્ત્રીધન પચાવી ત્રાસ આપતા પતિ-સાસુ-સસરા સામે ફરિયાદ
    Next Article
    School Assembly News Headlines (September 14): Top National, International, Sports News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment