Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુળીમાં પોણા બે ઇંચ, ચુડામાં સવા ઇંચ વરસાદ:સુરેન્દ્રનગરના સાયલા, થાનગઢ, લીંબડી, વઢવાણ પંથકમાં પણ છૂટોછવાયો વરસાદ

    6 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લાના મુળીમાં પોણા બે ઇંચ અને ચુડામાં સવા ઇંચ વરસાદ પડ્યો હતો. આ વરસાદથી ખેડૂતો ખુશ જોવા મળ્યા હતા. જિલ્લાના સાયલા, થાનગઢ, લીંબડી અને વઢવાણ પંથકમાં પણ છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આજે વહેલી સવારથી મોડી સાંજ સુધીમાં મુળી તાલુકામાં 44 મીમી અને ચુડા તાલુકામાં 30 મીમી વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત, સાયલામાં 11 મીમી, થાનગઢમાં 8 મીમી, લીંબડી અને વઢવાણમાં 5-5 મીમી વરસાદ પડ્યો હતો. ધ્રાંગધ્રા અને ચોટીલા તાલુકામાં 2-2 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે દસાડા અને લખતર પંથકમાં આજે બિલકુલ વરસાદ થયો નહોતો. સીઝનના કુલ વરસાદની વાત કરીએ તો, લખતર તાલુકામાં સૌથી વધુ 614 મીમી વરસાદ નોંધાયો છે. દસાડા તાલુકામાં 542 મીમી, વઢવાણમાં 560 મીમી, ચુડામાં 549 મીમી અને થાનગઢમાં 537 મીમી વરસાદ પડ્યો છે. ધ્રાંગધ્રા તાલુકામાં 469 મીમી, મુળીમાં 478 મીમી, ચોટીલામાં 485 મીમી અને સાયલામાં 529 મીમી વરસાદ નોંધાયો છે. લીંબડી તાલુકામાં સૌથી ઓછો 461 મીમી વરસાદ થયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં દસ તાલુકાઓમાં મળીને કુલ 522.4 મીમી સરેરાશ વરસાદ નોંધાયો છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરના ખેરાળી રોડ પર બે બાઇક વચ્ચે અકસ્માત:18 વર્ષના યુવાનનું સારવાર દરમિયાન મોત થયું, એકને ગંભીર ઈજા; પોલીસે તપાસ શરૂ કરી
    Next Article
    कोई फर्क नहीं पड़ता... ग्लोबल मंदी की चेतावनी के एक दिन बाद ट्रंप ने AI आलोचकों को सुना दिया

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment