Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત લાજપોર જેલમાં બંધ ગેંગસ્ટર માન્યા ડુક્કરનો આતંક:જેલમાં ધકેલાયા બાદ ડુક્કર પર ફરી કેસ નોંધાયો, થારમાં આવીને મજૂરને મારી નાખવાની ધમકી આપી ખંડણી વસૂલી

    6 hours ago

    સુરતના ઉધના વિસ્તારમાં ભાજપના કાર્યકર જય દલાલની હત્યા કેસમાં થોડા દિવસ અગાઉ લોડેડ પિસ્તોલ સાથે ઝડપાઈને હાલ લાજપોર મધ્યસ્થ જેલમાં બંધ કુખ્યાત સાગર ઉર્ફે માન્યા ડુક્કર સામે સલાબતપુરા પોલીસ મથકમાં વધુ એક ગુનો નોંધાયો છે. માન્યા ડુક્કર, દયાવાન બંટી તથા અન્ય બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ બળજબરીથી નાણાં પડાવવા (ખંડણી) તથા ધાકધમકીનો ગુનો દાખલ કરાયો છે. ડુક્કર સહિત 3 શખસે મારી નાખવાની ધમકી આપી સલાબતપુરા પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, મીઠીખાડી વિસ્તારમાં રહેતા અને મજૂરીકામ કરતા 27 વર્ષીય ફૈસલ ઝબીઉલ્લા પઠાણ નામના યુવકને માન્યા ડુક્કર તથા દયાવાન બંટી અગાઉથી જ તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી ખર્ચા પેટે રૂપિયાની ઉઘરાણી કરતા હતા. જોકે યુવક પાસે નાણાં ન હોવાથી તેણે આપવાનો ઇનકાર કર્યો હતો. થારમાં આવીને ખંડણી વસૂલી, 4,540 બળજબરીથી કઢાવી લીધા આ અદાવત રાખી 12 જુલાઈએ બપોરે આશરે અઢી વાગ્યે સલાબતપુરા ખ્વાજાનગર ખાડી પુલ નજીક માન્યા ડુક્કર, દયાવાન બંટી અને અન્ય બે અજાણ્યા શખ્સો થાર ગાડીમાં આવી પહોંચ્યા હતા. આરોપીઓએ જાહેરમાં ગાડી રોકી ફરિયાદી સાથે ગાળાગાળી કરી ફરીથી ખર્ચા પેટે રૂપિયા માંગ્યા હતા. ભયના માહોલમાં ગભરાયેલા યુવક પાસેથી આરોપીઓએ તેના ખિસ્સામાં રહેલા રોકડા રૂ. 4,540 બળજબરીથી કઢાવી લીધા હતા. આ ઉપરાંત માન્યા ડુક્કરે યુવકને જાનથી મારી નાખવાની ગર્ભિત ધમકી આપી તમામ આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા. સલાબતપુરા પોલીસ મથકમાં ચારેય સામે ગુનો નોંધાયો આ મામલે ફરિયાદીએ સલાબતપુરા પોલીસ મથકમાં લેખિત ફરિયાદ નોંધાવતાં પોલીસે ચારેય સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પીએસઆઈ એસ.આઈ. મકરાણી આ સમગ્ર કેસની આગળની તપાસ ચલાવી રહ્યા છે. હત્યા જેવા ગંભીર ગુનામાં જેલના સળિયા પાછળ ધકેલાયેલા માન્યા ડુક્કર વિરુદ્ધ વધુ એક ગુનો નોંધાતા તેના ગુનાહિત ઈતિહાસમાં નવો ઉમેરો થયો છે.
    Click here to Read More
    Previous Article
    દીવનો દરિયો તોફાની, 10 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા:જાફરાબાદના બંદરે 3 નંબરનું સિગ્નલ, અમદાવાદમાં વરસાદ વચ્ચે મકાન ધરાશાયી થતા ત્રણ દટાયા; સુરત સહિત 4 જિલ્લામાં આજે રેડ એલર્ટ
    Next Article
    ડુપ્લીકેટ તિરૂપતિ તેલ વેચનાર વેપારી રખિયાલમાંથી ઝડપાયો:ભંગારમાં સારી હાલતના તિરુપતિ કપાસિયા તેલના ડબ્બા ખરીદી બીજી કંપનીનું તેલ ભરી વેચાણ કરતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment