Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દીવનો દરિયો તોફાની, 10 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા:જાફરાબાદના બંદરે 3 નંબરનું સિગ્નલ, અમદાવાદમાં વરસાદ વચ્ચે મકાન ધરાશાયી થતા ત્રણ દટાયા; સુરત સહિત 4 જિલ્લામાં આજે રેડ એલર્ટ

    16 hours ago

    એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતા આજે 13 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં છુટા છવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે વડોદરા, અમદાવાદ, આણંદ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. એ સાથે રાજ્યમાં આ સિઝનમાં જ્યાં સૌથી વધુ વરસાદની ઘટ છે એવા દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં આવતીકાલે 14મીએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે સવારે 6થી બપોરના 2 વાગ્યા સુધીમાં 134 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નવસારીના વાંસદામાં સવા ત્રણ ઈંચ, ધરમપુર અને અંબિકામાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે રાજ્યના 21 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો અમરેલી જિલ્લાના જાફરાબાદના બંદરે ભયજનક ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ગુજરાતના વરસાદની તસવીરો 15મી સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે દાસના જણાવ્યા અનુસાર, 14 અને 15 સપ્ટેમ્બરે કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. એ સાથે જ પવનની ગતિ 60થી 70 કિમિ ઝડપે રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. આજે 13 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ત્યારે દરિયામાં ભારે મોજા ઉછળવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. નર્મદા ડેમ 93.72 ટકા ભરાયો, 17 જળાશય છલકાયા રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ 3,13,099 એમસીએફટી (93.72 ટકા) પાણીનો સંગ્રહ છે, જેમાં 50,145 ક્યુસેક આવક સામે 33,705 ક્યુસેક જાવક ચાલુ છે. આ સિવાય રાજ્યના અન્ય 206 જળાશયમાં કુલ ક્ષમતાના 65.42 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યના કુલ 17 ડેમ 100 ટકા ભરાઈ ગયા છે, 1 ડેમ 70 ટકાથી વધુ અને 25 ડેમ 50 ટકા થી 70 ટકા વચ્ચે ભરાયેલા છે. રાજ્યના 34 ડેમ માટે 'હાઈ એલર્ટ' (જેમાં ધાતરવડી, પિગુત, ઢોલી, કેલિયા, જૂજ, લાલપરી, દોસવાડા વગેરે સામેલ છે). 11 ડેમ માટે 'એલર્ટ' અને 13 ડેમ માટે 'વોર્નિંગ' આપવામાં આવી છે રાજ્યમાં સિઝનનો સરેરાશ 75 ટકા વરસાદ રાજ્યમાં સિઝનનો સરેરાશ 75 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જો કે, 25 જિલ્લામાં હજી પણ 1 ટકાથી લઈ 88 ટકા સુધી વરસાદની ઘટ વર્તાઈ રહી છે. આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી હોય આ ઘટ પૂરાવાની સૌ કોઈ આશા સેવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    Ganesh Chaturthi 2026: गणपति की पूजा में तुलसी क्यों नहीं चढ़ाई जाती? जानें पौराणिक कथा
    Next Article
    સુરત લાજપોર જેલમાં બંધ ગેંગસ્ટર માન્યા ડુક્કરનો આતંક:જેલમાં ધકેલાયા બાદ ડુક્કર પર ફરી કેસ નોંધાયો, થારમાં આવીને મજૂરને મારી નાખવાની ધમકી આપી ખંડણી વસૂલી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment