Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોટીબરારની શાળામાં બેગલેસ ડે પર વિદ્યાર્થીઓએ કારીગરો પાસેથી શીખ્યું:લુહારીકામ અને દરજીકામની પ્રક્રિયા સમજી, શ્રમનું મહત્વ જાણ્યું

    12 hours ago

    મોટીબરારની રત્નમણિ પ્રાથમિક શાળાએ 'બેગલેસ ડે' અંતર્ગત વિદ્યાર્થીઓ માટે એક ખાસ મુલાકાતનું આયોજન કર્યું હતું. આ દિવસે વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકના જ્ઞાન ઉપરાંત વ્યવહારુ અને જીવનલક્ષી શિક્ષણ આપવાનો હેતુ હતો.આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ સ્થાનિક લુહાર કારીગર સાથે વાતચીત કરી. તેમણે લુહારીકામમાં વપરાતા જુદા જુદા સાધનો, કામ કરવાની રીત અને જરૂરી કૌશલ્યો વિશે માહિતી મેળવી. વિદ્યાર્થીઓએ આ વ્યવસાય સાથે જોડાયેલી બાબતો અંગે રસપ્રદ સવાલો પણ પૂછ્યા. ત્યારબાદ, વિદ્યાર્થીઓએ દરજીકામ કરતા કારીગરની મુલાકાત લીધી. અહીં તેમણે સિલાઈ મશીન, કપડાંનું માપ લેવાની રીત, કાપકામ અને સિલાઈની પ્રક્રિયા વિશે સીધી જાણકારી મેળવી. દરજીકામ માટે કયા કૌશલ્યો જરૂરી છે તે પણ સમજ્યા.આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓએ કારીગરોના કામને નજીકથી જોયું. તેમણે શ્રમનું મહત્વ, વ્યવસાયિક કૌશલ્યો અને સ્વરોજગારની અગત્યતાને સારી રીતે સમજી. શાળાના આચાર્ય અનિલ બદ્રકિયાએ જણાવ્યું કે, બેગલેસ ડે હેઠળ યોજાયેલી આ વ્યવસાયલક્ષી મુલાકાત વિદ્યાર્થીઓ માટે ખૂબ ફાયદાકારક રહી. તેમને જ્ઞાનની સાથે સીધો અનુભવ અને જીવન માટે જરૂરી કૌશલ્યો શીખવાની સારી તક મળી.
    Click here to Read More
    Previous Article
    શહેરાના દલવાડા પાટિયા પાસે અજાણ્યા વાહનની ટક્કરે મોત:એક્ટિવા ચાલકને વડોદરા રીફર કરાયા બાદ રસ્તામાં જ દમ તોડ્યો
    Next Article
    9/11 હુમલા પહેલા ભારત પણ આતંકી લાદેનની હિટ લિસ્ટમાં હતું:8 દેશમાં તબાહી મચાવવાનું હતું ષડયંત્ર; CIAના ગુપ્ત દસ્તાવેજોમાં ચોંકાવનારો ખુલાસો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment