Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરાના દલવાડા પાટિયા પાસે અજાણ્યા વાહનની ટક્કરે મોત:એક્ટિવા ચાલકને વડોદરા રીફર કરાયા બાદ રસ્તામાં જ દમ તોડ્યો

    12 hours ago

    પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના દલવાડા પાટિયા પાસે અજાણ્યા વાહનની જોરદાર ટક્કરે 55 વર્ષીય એક્ટિવાચાલકનું મોત નિપજ્યું છે. ધારાપુર ગામના રહેવાસી બાબુભાઈ ગોધરાથી કામ પતાવી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા આધેડને વડોદરા રીફર કરાતાં રસ્તામાં જ તેમણે દમ તોડ્યો હતો. પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ગોધરાથી પરત ફરતી વખતે સર્જાયો અકસ્માત શહેરા તાલુકાના ધારાપુર ગામે રહેતા બાબુભાઈ પોતાના અંગત કામ અર્થે એક્ટિવા લઈને ગોધરા આવ્યા હતા. કામ પૂરું કરીને તેઓ ગોધરાથી પોતાના ગામ ધારાપુર તરફ એક્ટિવા પર પાછા ફરી રહ્યા હતા. તે જ સમયે દલવાડા પાટિયા પાસે પહોંચતાં એક બેફામ સ્પીડે આવતા અજાણ્યા વાહને તેમના એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. માથામાં ગંભીર ઈજાઓ થતાં વડોદરા રીફર કરાયા અકસ્માતમાં બાબુભાઈને માથાના ભાગે ખૂબ જ ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક તેમને પ્રથમ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા હતા. જ્યાં તેમની તબિયત વધુ નાજુક જણાતાં તબીબોએ તેમને વધુ ગહન સારવાર અર્થે વડોદરા રીફર કરવાનો નિર્ણય કર્યો હતો. માત્ર 15 કિમી જતાં રસ્તામાં મોત થતાં કલ્પાંત ઈજાગ્રસ્ત બાબુભાઈને લઈને વડોદરા જવા રવાના થયેલી એમ્બ્યુલન્સે ગોધરાથી માત્ર 15 km જેટલું જ અંતર કાપ્યું હતું ત્યાં જ રસ્તામાં બાબુભાઈની શ્વાસની દોરી તૂટી ગઈ હતી. તેમના અવસાનથી પરિવારજનોમાં અરેરાટી સાથે ભારે કલ્પાંત છવાઈ ગયો હતો. પોલીસે અજાણ્યા વાહનચાલક સામે તપાસ શરૂ કરી બનાવ બાદ મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત સર્જીને સ્થળ પરથી ભાગી છૂટેલા અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ શહેરા પોલીસે ગુનો દાખલ કર્યો છે. પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી અને અન્ય પુરાવાઓના આધારે ફરાર વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    India vs Afghanistan T20I Series: Full Schedule, Live Streaming, Telecast, And More
    Next Article
    મોટીબરારની શાળામાં બેગલેસ ડે પર વિદ્યાર્થીઓએ કારીગરો પાસેથી શીખ્યું:લુહારીકામ અને દરજીકામની પ્રક્રિયા સમજી, શ્રમનું મહત્વ જાણ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment