Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શોપ એકટના નિયમ મુજબ એક જ વાર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત:નોંધણી વિનાની દુકાનો સામે પાલિકા કરશે લાલ આંખ

    19 hours ago

    શહેરમાં અનેક વેપારીઓ, હોસ્પિટલ અને ધંધાદારીઓ માટે નગરપાલિકાના શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ વિભાગ દ્વારા એક મહત્ત્વની નોટિસ જારી કરવામાં આવી છે. ગુજરાત દુકાન અને સંસ્થા (રોજગાર નિયમન અને સેવાની શરતો) અધિનિયમ 2019 અંતર્ગત ધંધો શરૂ કર્યાના 60 દિવસમાં નોંધણી કરાવવી કાયદાકીય રીતે અનિવાર્ય છે. જોકે, એક અંદાજ મુજબ શહેરમાં 5 થી 7 હજાર જેટલા વેપારીઓ હજુ પણ નોંધણી કરાવ્યા વગર જ દુકાનો ચલાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે, જેનાથી કાયદાકીય કાર્યવાહીનો શક્યતા ઉભી થઈ છે. ભુજ નગરપાલિકા વિસ્તારમાં ધંધો-રોજગાર કરતા તમામ નાના-મોટા વેપારીઓ માટે કાયદાનું પાલન કરવું અનિવાર્ય છે. તાજેતરમાં ટેક્સ શાખા દ્વારા જારી કરાયેલી નોટિસ અનુસાર, દુકાન કે સંસ્થા શરૂ થયાના 60 દિવસની અંદર નગરપાલિકા ખાતે નિયત નમુનામાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહે છે. 15 દિવસમાં જો આ કામગીરી પૂર્ણ કરવામાં નહીં આવે તો કાયદેસરની દંડનાત્મક કાર્યવાહી કરવાની ચેતવણી પાલિકા દ્વારા આપવામાં આવી છે. આ વિષયે પૂર્વ શોપ ઇન્સ્પેક્ટર હિતેન્દ્રસિંહ જાડેજા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, વર્ષ 2019 પછી જૂની ‘શોપ એસ્ટાબ્લિશમેન્ટ લાઇસન્સ’ પદ્ધતિ રદ થઈ ગઈ છે. હવે માત્ર એક જ વાર રજિસ્ટ્રેશન કરાવવાનું રહે છે, જે આજીવન અથવા લાંબા સમય સુધી માન્ય રહે છે. પરંતુ, જે સંસ્થા કે મોલ-સિનેમાઘરમાં 10થી વધુ કર્મચારીઓ કામ કરતા હોય તેમણે દર વર્ષે રીન્યુઅલ કરાવવું અને વ્યવસાય વેરો (પ્રોફેશનલ ટેક્સ) ભરવો ફરજિયાત છે. શહેરમાં આશરે 5 થી 7 હજાર જેટલા વેપારીઓ એવા છે જેઓ આ કાયદાકીય પ્રક્રિયાથી અજાણ છે અથવા બેદરકારી દાખવી રહ્યા છે. અગાઉના સમયમાં પાલિકા દ્વારા રોજના 40 જેટલા સ્થળોએ ચેકિંગ કરીને એક કે દોઢ વર્ષમાં 89 વેપારીઓ વિરૂધ્ધ કાયદાકીય કેસ પણ કરવામાં આવ્યા હતા. જો તમામ વેપારીઓ સમયસર રજિસ્ટ્રેશન કરાવે અને દર વર્ષે ફિક્સ ( વર્તમાનમાં 2500/- વાર્ષિક) વ્યવસાય વેરો ભરે, તો નગરપાલિકાની આવકમાં દર વર્ષે અઢીથી ત્રણ કરોડથી વધુની આવક થઈ શકે છે. રજિસ્ટ્રેશન થવાથી પાલિકાના પ્રોપર્ટી ટેક્સ અને અન્ય વેરાની વસૂલાત પણ સુદ્રઢ બને છે. જાગૃતિ જ બચાવશે દંડથી, પાલિકાની આવક પણ વધશે ભુજમાં હજારો વેપારીઓ રજિસ્ટ્રેશન વગર ધંધો ચલાવે છે, જે કાયદાકીય ગુનો બને છે. વેપારીઓ જો સામે ચાલીને કાયદાનું પાલન કરે તો તેઓ કાયદાકીય મુશ્કેલીઓથી બચી શકશે. સામે પક્ષે, જો તમામ પાંચ થી સાત હજાર વેપારીઓ સિસ્ટમમાં જોડાય, તો પાલિકાને દર વર્ષે અઢીથી ત્રણ કરોડ રૂપિયાની જંગી આવક પ્રોફેશનલ અને પ્રોપર્ટી ટેક્સ પેટે થઈ શકે છે, જેનો ઉપયોગ શહેરના વિકાસકામોમાં થઈ શકશે. દુકાન કે પ્રોપર્ટી ખરીદ્યા બાદ વેપાર કરવાની શરૂઆત કરે ત્યારથી 60 દિવસમાં રજિસ્ટ્રેશન કરાવવું પડે તે પણ ઘણા વેપારીઓને ખ્યાલ નથી હોતું. 2019 પછી બદલાયો કાયદો, જાણો શું છે નવો નિયમ એક જ વાર નોંધણી: નાના વેપારીઓ કે જેમની પાસે 10થી ઓછા કર્મચારી હોય તેમણે માત્ર એક જ વાર લાઈફટાઈમ/લોંગ ટાઈમ રજિસ્ટ્રેશન કરાવવાનું રહે છે. દર વર્ષે લાઈસન્સ રીન્યુ કરવાની ઝંઝટમાંથી પણ મુક્તિ મળી શકે છે. 10 થી વધુ કર્મચારીઓ: જે સંસ્થા, મોલ કે થિયેટરમાં દસથી વધુ સ્ટાફ હોય તેમણે દર વર્ષે રજિસ્ટ્રેશન રીન્યુ કરાવવું ફરજિયાત છે. પરંતુ તે પણ નથી થતા. વ્યવસાય વેરો: દરેક નોંધાયેલા વેપારીએ નિયમ મુજબ વાર્ષિક પ્રોફેશનલ ટેક્સ (હાલ અંદાજે ₹2500 ફિક્સ) પાલિકામાં જમા કરાવવાનો રહે છે.
    Click here to Read More
    Previous Article
    LCBની કાર્યવાહીમાં 1.85 લાખનો વાયર કબ્જે:ભુજમાંથી કોઈ પણ આધાર પુરાવા વગરના વાયર સાથે 4 પકડાયા
    Next Article
    "China Needs Stability With India": Ex-Government Adviser To NDTV On Xi-PM Modi Meet

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment