Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    LCBની કાર્યવાહીમાં 1.85 લાખનો વાયર કબ્જે:ભુજમાંથી કોઈ પણ આધાર પુરાવા વગરના વાયર સાથે 4 પકડાયા

    20 hours ago

    પશ્ચિમ એલસીબીની ટીમે ભુજના બી-ડિવિઝન અને એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આધાર-પુરાવા વગરના એલ્યુમિનિયમ અને કોપરના વાયર સાથે ચાર આરોપીઓને ઝડપી લીધા હતા. એલસીબીના પીઆઈ એ.એમ.મકવાણાની સુચનાથી ટીમ બી-ડિવિઝન વિસ્તારમાં હતી શંકાસ્પદ વાહનને અટકાવી તપાસ કરતા તેમાંથી આધાર કે બિલ વગરનો આશરે 350 કિલોગ્રામ એલ્યુમિનિયમનો વાયર મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત 35 હજાર થાય છે. પોલીસે હેરફેર માટે લીધેલું માલવાહક વાહન રજી.નં. GJ-12-BT-9385 જપ્ત કર્યો છે. સુલતાન અમર અબડા (રહે. ભાખરીયા, ભુજ), હાફીઝ રઝાક મમણ (રહે. નાના વરનોરા, ભુજ) અને આસીફ ઉમર અબડા (રહે. ભુજ)ની અટકાયત કરી છે. એ ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી ટીમે આરોપી રજબઅલી બરકતઅલી પઠાણ નામના ઇસમની અટકાયત કરી હતી.આરોપી પાસે રહેલા વાયર અંગે કોઈ યોગ્ય આધાર-પુરાવા ન મળતાં પોલીસે આશરે 1.50 લાખની કિંમતના 300 કિલોગ્રામ કોપર વાયર જપ્ત કર્યો છે.આ ઉપરાંત, વાયરની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલું સફેદ કલરનું મહિન્દ્રા પિકઅપ વાહન રજી.નં. GJ-12-CV-2583 પણ પોલીસે કબ્જે કર્યું છે.
    Click here to Read More
    Previous Article
    બરવાળાના મોંગલપુર મેલડી માતા મંદિરમાં ચોરી, CCTV:તસ્કરો સોના-ચાંદીના દાગીના આભૂષણો અને દાનપેટીમાંથી રોકડ લઈ ફરાર
    Next Article
    શોપ એકટના નિયમ મુજબ એક જ વાર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત:નોંધણી વિનાની દુકાનો સામે પાલિકા કરશે લાલ આંખ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment