Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોકોમાં તહેવારને લઈને ઉત્સાહ:આ વખતે ‘મરાઠી ગણેશ’નો ક્રેઝ, મુંબઈની તર્જ પર રાજાશાહી પહેરવેશમાં બાપ્પાની થશે સ્થાપના

    1 day ago

    દર વર્ષની જેમ પાવનકારી ગણેશ ચતુર્થીના દિવસે ઘર-ઘર અને મંડપોમાં વિઘ્નહર્તા શ્રીજીની વિધિવત સ્થાપના સાથે ત્રણ, પાંચ, અગિયાર કે એકવીસ દિવસીય ગણેશોત્સવનો પ્રારંભ થશે. મહારાષ્ટ્રની ભવ્ય ઉજવણીની જેમ હવે ગુજરાતના શહેરો અને ગામડાઓમાં પણ શેરીએ-શેરીએ બાપાનો જયજયકાર ગૂંજી રહ્યો છે. આ વર્ષે કચ્છમાં ગણેશોત્સવમાં એક નવો ટ્રેન્ડ જોવા મળ્યો છે. મુંબઈ સ્ટાઈલના ‘મરાઠી ગણેશ’ એટલે કે મહારાષ્ટ્રીય રજવાડી દરબારી લૂકમાં વિરાજમાન ગણપતિજી શ્રદ્ધાળુઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. છેલ્લા એકાદ દાયકાથી ગુજરાતમાં ગણેશોત્સવ માત્ર એક તહેવાર ન રહેતાં લોકોની આસ્થા અને ભક્તિનો મોટો ઉત્સવ બની ગયો છે. દર વર્ષે મૂર્તિકારો ગણેશજીના સ્વરૂપમાં કંઈક નવતર પ્રયોગો કરતા હોય છે, પરંતુ આ વખતે મહારાષ્ટ્રીય રાજાશાહી અને પેશ્વાઈ ઠાઠ ધરાવતી ગણેશ મૂર્તિઓ ભારે ડિમાન્ડમાં છે. મસ્તક પર પરંપરાગત પેશ્વાઈ પાઘ, અલૌકિક રજવાડી વસ્ત્રો, વિશાળ કાન અને દરબારી સિંહાસન પર રજવાડી છટાથી બેઠેલા ગણપતિ બાપાના આ રૂપે ભક્તોના દિલ જીતી લીધા છે. ​સૌમ્ય સ્મિત ધરાવતી આ મૂર્તિઓમાં મહારાષ્ટ્રના ઐતિહાસિક રાજવી કાળની ઝલક જોવા મળે છે. પંડાલમાં પ્રવેશતાં જ ભક્તોને મુંબઈના પ્રખ્યાત લાલબાગચા રાજા કે ગિરગાંવના ગણેશજીના દર્શન કરવાનો અનુભવ થાય છે. આ વખતે મંડળો અને ગૃહસ્થો પોતાના આંગણે વિઘ્નહર્તાને માત્ર પૂજ્યદેવ તરીકે જ નહીં, પરંતુ ઘરમાં પધારેલા છત્રપતિ રાજાની જેમ ભવ્ય આવકાર આપવા આતુર બન્યા છે. ઢોલ-નગારા અને ‘ગણપતિ બાપ્પા મોરયા’ના નાદ સાથે આ સોમવારે શ્રદ્ધાનો મહાસાગર હિલોળે ચડશે.
    Click here to Read More
    Previous Article
    સિટી એન્કર:AIથી ભણતર સરળ, પણ અંધ વિશ્વાસથી બચો
    Next Article
    The Hindu apologises after full-page ad for rape convict Gurmeet Ram Rahim

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment