Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગર કોલેજમાં આત્મહત્યા નિવારણ દિવસ પર માનસિક સ્વાસ્થ્ય વર્કશોપ:વિદ્યાર્થીઓ માટે સ્ટ્રેસ મેનેજમેન્ટ અને જાગૃતિ કાર્યશાળા યોજાઈ

    12 hours ago

    ગાંધીનગરની સરકારી વિનયન કોલેજના મનોવિજ્ઞાન વિભાગે 10 સપ્ટેમ્બર, 2026ના રોજ વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે એક કાર્યશાળાનું આયોજન કર્યું હતું. આ કાર્યશાળાનો વિષય 'વિદ્યાર્થીઓ માટે માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ અને સ્ટ્રેસ મેનેજમેન્ટ' હતો.આ કાર્યક્રમ આચાર્ય ડૉ. અમિતકુમાર સુતરીયા અને IQACના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. તેમાં મોમેન્ટોઝ ફાઉન્ડેશનના નિષ્ણાત વક્તા ડૉ. નરેશ ત્રિવેદી હાજર રહ્યા હતા. કાર્યશાળાના કન્વીનર અને મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડૉ. રસિક મેઘનાથીએ પુષ્પગુચ્છ આપીને તેમનું સ્વાગત કર્યું હતું. ડૉ. નરેશ ત્રિવેદીએ વિદ્યાર્થીઓને માનસિક સ્વાસ્થ્યના મહત્વ વિશે સમજાવ્યું. તેમણે સ્ટ્રેસ (મનોભાર)નું વ્યવસ્થાપન કેવી રીતે કરવું તેની વિગતવાર ચર્ચા કરી. તેમણે સ્ટ્રેસ, એન્ઝાયટી અને ડિપ્રેશન જેવા માનસિક સ્વાસ્થ્યના જોખમો સામે ક્લિનિકલ સાયકોલોજિસ્ટ અને મનોવૈજ્ઞાનિક સલાહકાર કેવી રીતે મદદરૂપ થઈ શકે તે વિશે પણ માર્ગદર્શન આપ્યું.આ ઉપરાંત, તેમણે મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં કારકિર્દીની તકો વિશે પણ વિદ્યાર્થીઓને માહિતી આપી. કાર્યશાળા દરમિયાન ડૉ. રસિક મેઘનાથીએ 5 મિનિટનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપ્યું. તેમણે વિદ્યાર્થીઓને સજેસ્ટિબિલિટી ટેકનિકનો જીવંત અનુભવ કરાવ્યો, જે ખૂબ જ રસપ્રદ અને ઉપયોગી સાબિત થયો. આ પ્રસંગે સિનિયર અધ્યાપક ડૉ. કિશોર વ્યાસ પણ હાજર રહ્યા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા. મનોવિજ્ઞાન વિભાગના અધ્યાપિકા ડૉ. નિકિતા સોનારાએ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું. આ વર્કશોપ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ જ્ઞાનવર્ધક અને ઉપયોગી રહ્યો.
    Click here to Read More
    Previous Article
    દરિયાની વચ્ચે 240 લોકોના જીવ અધ્ધર:ઇન્ડોનેશિયાનું જહાજ જાવા સાગરમાં અચાનક ગાયબ થયું, સંપર્ક તૂટતાં દોડધામ મચી, વાવાઝોડા વચ્ચે શોધખોળ શરૂ
    Next Article
    રાહી ફાઉન્ડેશને 800થી વધુ શ્રમજીવી પરિવારોને ખીચડી-છાશનું વિતરણ કર્યું:જોગણી માતા મંદિર પાસે, રામદેવનગરમાં બાળકો અને બહેનોએ લાભ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment