Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લઠ્ઠાકાંડના મહિનામાં ફરી નકલી રોયલ સ્ટેગ બનાવતી ફેક્ટરી ઝડપાઈ:ભાવનગરમાં રેલવે કોલોનીના ક્વાર્ટરમાંથી દારૂની બોટલો, સ્ટીકરો જપ્ત; પોલીસને બુટલેગરોની 'ખુલ્લી ચેલેન્જ'

    9 hours ago

    ભાવનગરમાં લઠ્ઠાકાંડની શાહી હજુ સુકાઈ નથી ત્યાં હાદાનગર વિસ્તારમાં રેલવે કોલોનીના એક સરકારી ક્વાર્ટરમાંથી ફરી ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવતી મીની ફેક્ટરી ઝડપાતા ભારે ખળભળાટ મચી ગયો છે. ચોક્કસ બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને બોરતળાવ પોલીસે સંયુક્ત દરોડો પાડીને ઘટનાસ્થળેથી રેલવે કર્મચારી અક્ષયરાજસિંહ ગોહિલ, તેના ભાગીદાર વિજય ઉર્ફે મયંક મકવાણા (રહે. ચિત્રા સીદસર) અને તેમના પગારદાર કર્મચારી જીતેન્દ્ર ખાવડીયાને ઝડપી લીધા હતા. બોટલ, સ્ટીકર સહિતનો મુદ્દામાલ જપ્ત પોલીસ તપાસ દરમિયાન ક્વાર્ટરમાંથી ડુપ્લીકેટ વિદેશી દારૂની 17 બોટલ (180 એમ.એલ.), વિવિધ બ્રાન્ડના સ્ટીકરો, કેરબા અને બોટલ સીલ કરવાના બે મશીન સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. કેરબામાં રહેલું કેમિકલ ઢોળી નાખ્યું પૂછપરછ દરમિયાન આરોપીઓએ સ્વીકાર્યું હતું કે, કેરબામાં રહેલું કેમિકલ તેમણે ઢોળી નાખ્યું હતું. એટલું જ નહીં અક્ષયરાજસિંહ અને વિજય ઉર્ફે મયંક બંને ભાગીદારીમાં દારૂ બનાવવાની ફેક્ટરી ચલાવતા હતા અને જીતેન્દ્ર ખાવડીયા પગારદાર તરીકે રખાયેલો માણસ હોવાનું ખુલ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હાલ બોરતળાવ પોલીસ મથકમાં આ ત્રણેય શખ્સો સામે પ્રોહિબિશન સહિતની કલમો હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ દારૂ કેટલા સમયથી બનાવવામાં આવતો હતો અને બજારમાં કેટલો માલ વેચાયો છે તે અંગે ક્રાઇમ બ્રાન્ચે સઘન તપાસ શરૂ કરી છે. આ પણ વાંચો: નકલી રોયલ સ્ટેગની બોટલ સંતાડી રાખી, બબાલ થતા મિત્રને પીવડાવી
    Click here to Read More
    Previous Article
    ઇન્ડોનેશિયાનું 240 મુસાફરોવાળું જહાજ ગુમ:જાવા સાગરમાં સંપર્ક તૂટ્યો, પૂર્વ જાવાથી બોર્નિયો જઈ રહ્યું હતું
    Next Article
    IIT Kanpur Professor Elected For National Academy Of Sciences Fellowship

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment