Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગ્રામજનો સાથે સીધો સંવાદ:અમરાપુર-અનીડા ગામે પોલીસનો લોક દરબાર

    13 hours ago

    વડિયા પોલીસ સ્ટેશન દ્વારા અમરાપુર અને અનીડા ગામે પોલીસ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પીઆઈ પી.ડી. ગોહિલે ગ્રામજનો સાથે સીધો સંવાદ કરી વિવિધ પ્રશ્નો અંગે ઝીણવટભર્યું માર્ગદર્શન આપ્યું હતું. પોલીસ અને પ્રજા વચ્ચે સંવાદ વધે તથા લોકોમાં કાયદાકીય જાગૃતિ આવે તે હેતુથી યોજાયેલા આ લોક દરબારમાં ગ્રામજનો દ્વારા વિવિધ પ્રશ્નો રજૂ કરી માર્ગદર્શન મેળવવામાં આવ્યું હતું. વડિયા પોલીસ દ્વારા ગ્રામજનોને સાયબર ગુનાઓ સામે જાગૃત રહેવા તેમજ ડિજિટલ એરેસ્ટના નામે થતી છેતરપિંડીથી સાવચેત રહેવા અપીલ કરવામાં આવી હતી. અજાણ્યા વ્યક્તિના ફોન, મેસેજ કે લિંક પર વિશ્વાસ ન કરવો અને કોઈપણ સંજોગોમાં વ્યક્તિગત કે બેંકિંગ માહિતી શેર ન કરવી તે અંગે સમજ આપવામાં આવી હતી. સાથે ઘરફોડ ચોરી અટકાવવા તકેદારી રાખવા, ગુનો બનતા પહેલાં જરૂરી સાવચેતી રાખવા તેમજ કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા અંગે પણ ઉપયોગી માર્ગદર્શન અપાયું હતું. આ લોક દરબારમાં વડિયા પોલીસ સ્ટાફના એએસઆઈ ભાવેશભાઈ ધાંધલ, હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ મોરવાડિયા, નિકુંજભાઈ ભૂતૈયા, ડ્રાઈવર જીતેશગીરી ગોસાઈ સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    નવસારીના વાંસદામાં 2 ઈંચ વરસાદ:જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ઠંડક પ્રસરી, હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ
    Next Article
    Sabalenka Smashes Raquet, Yells At Cameraperson After US Open Final Defeat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment