Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    થેન્ક યૂ:ભોગવે તેની ભૂલ?

    1 day ago

    ડો. જયેશ વાછાણી રોજિંદી જિંદગીમાં આપણને ઘણી મુશ્કેલીઓ આવતી રહે છે. આવી કપરી પરિસ્થિતિ વખતે ભોગવનાર પ્રત્યે સહાનુભૂતિ થાય તે સ્વાભાવિક છે. ભોગવનારના દુઃખથી સૌ કોઈ દુઃખી થાય તે સહજ છે, થવું જ જોઈએ; પણ સાથોસાથ દુઃખ ભોગવનારને આ દુઃખ કેમ આવ્યું એ વિશે પણ સૌ કોઈએ નિરાંતે થોડો ઊંડો વિચાર કરવો જરૂરી છે. જાતને કે કોઈકને કંઈક દુઃખ આવે ત્યારે તેના માટે આપણે મોટે ભાગે બીજાને દોષી ગણતા હોઈએ, પણ એને પડેલાં દુઃખ પાછળ બીજાની સાથે એ ખુદ પણ જવાબદાર હોય એવું બને અને ક્યારેક તો બીજા કોઈ નહીં પણ એ ખુદ જ એ માટે જવાબદાર હોય એવું પણ બને. દુઃખી થનારે ભૂતકાળમાં કશીક એવી ભૂલ કરી હોય એનું આ ફળ હોય; એ કશુંક ન કરવાનું કરીને કે કરવાનું ન કરીને અત્યારે ભોગવતા હોય. એણે કરેલી ભૂલ ભૂતકાળ છે, દેખાતી નથી; પણ અત્યારે એ ભોગવે છે માટે એણે ક્યાંક તો ભૂલ કરી છે. દાદા ભગવાનનું ખૂબ નાનું સૂત્ર ‘ભોગવે તેની ભૂલ’ આ વાતને સમજવા પ્રેરે છે. પરીક્ષામાં નાપાસ થવાનું દુઃખ હોય કે દામ્પત્યજીવનમાં છૂટાછેડાનું દુઃખ હોય, માબાપ એકલાં રહી ભોગવતાં હોય કે સંતાનો મિલકત માટે તડપતાં હોય, એકલાં રહી જવાનું દુઃખ હોય કે પૈસા ખોટા થયાનું દુઃખ હોય; બધે જ ભોગવનાર કે દુઃખી થનાર પોતે ભોગવે છે એટલે એની ક્યાંક ભૂલ છે. મોટા ભાગે ભોગવનારની ભૂલ સમાજને દેખાતી કે સમજાતી નથી હોતી. આજે જે કંઈ બને છે એ ક્રિયા નથી પણ કશાકની પ્રતિક્રિયા છે, એ બાબત સમજવી કે સ્વીકારવી જેટલી અઘરી છે એટલી જ સાચી છે. વ્યક્તિ પોતે પોતાના સ્વભાવ, વર્તન કે માનસિકતાને કારણે ઘણું ભોગવતી હોય છે. પોતાની બેદરકારી, બેજવાબદારી, અણઆવડત કે અણસમજણને કારણે પણ ખુદને ભોગવવું પડતું હોય છે. ભૂલોમાંથી ન શીખીને કે એકની એક ભૂલ વારંવાર કર્યા રાખીને પણ દુઃખી થવાતું હોય છે. વેવલાવેડા કે રોકકળથી સહાનુભૂતિ મળે પણ ભોગવવું તો ખુદે જ પડે. ભોગવનારનું તાણવાથી કશું વળે નહીં, એને એનાં કર્મો સમજાય એ જરૂરી છે. એણે કરેલી ભૂલની એને ખબર પડે તે ખૂબ જરૂરી છે. સમાજે આવી ઘટનાઓમાં બહુ જલ્દી પૂર્વગ્રહયુક્ત થઈ જઈ, કોઈ એક પક્ષને સાચો કે ખોટો ચીતરી દેવાની ઉતાવળ ન કરવી જોઈએ. આનો મતલબ એવો નથી કે ભોગવનારની વહારે ન જવું કે એમનું દુઃખ દૂર ન કરવું, કરાય જ; પણ એ માટે બીજાને દોષ દઈ દુઃખી ન કરાય. બીજા કોઈ એક રીતે વર્તે છે તો તે માટેનાં તેનાં ઘણાં કારણો હશે, એના પર પણ વીતી હશે, એણેય કશુંક ક્યારેક ભોગવ્યું હશે જેથી કદાચ એનો વ્યવહાર કે વર્તન આવું થયું હોય. જો દુઃખી છીએ, ભોગવીએ છીએ તો એટલું માનવું જોઈએ કે ક્યાંક કશેક આપણી ભૂલ થઈ છે, પછી ભલે એ અજાણતાં થઈ હોય કે નાનકડી હોય. કોઈ કોઈને દુઃખી કરતું નથી, દુઃખી તો જાતે જ થવાતું હોય છે. વિચારજો.
    Click here to Read More
    Previous Article
    શબ્દસૌંદર્ય:દેહનો એક અર્થ લેપન
    Next Article
    મરક મરક:મોટાસાહેબ આવેલા બદલાવને ખુરશીની અસર કહેવી કે આડઅસર?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment