Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ:કસક ગરનાળામાં વાહનવ્યવહાર પર અસર, લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી;પાણી નિકાલની વ્યવસ્થા પર ઉઠ્યા પ્રશ્નો

    15 hours ago

    ભરૂચ શહેરમાં આજે સાંજના સમયે લાંબા વિરામ બાદ ગાજવીજ સાથે પધારેલા ધોધમાર વરસાદે સમગ્ર શહેરને જળબંબાકાર કરી મૂક્યું હતું. ભારે વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો તેમજ મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કસક ગરનાળામાં પાણી ભરાતાં વાહનવ્યવહાર પ્રભાવિત શહેરના કસક ગરનાળા વિસ્તારમાં વરસાદી પાણીનું સ્તર વધતાં પરિસ્થિતિ વણસી હતી. ગરનાળામાં પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકોને જીવના જોખમે પાણીમાંથી પસાર થવાની નોબત આવી હતી, જેના પગલે કસક ગરનાળા અને આસપાસના રસ્તાઓ પર વાહનવ્યવહાર પર માઠી અસર પહોંચી હતી. પાણીના નિકાલની વ્યવસ્થા સામે ઉઠ્યા પ્રશ્નો અચાનક શરૂ થયેલા મુસળધાર વરસાદથી સમગ્ર શહેરના જનજીવન પર અસર પડી હતી અને નાગરિકોને અવરજવર કરવામાં હાલાકી ભોગવવી પડી હતી. લાંબા સમયના વિરામ બાદ પડેલા પ્રથમ મુખ્ય વરસાદમાં જ રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવતી વરસાદી પાણીના નિકાલની કામગીરી અને દાવાઓ સામે શહેરીજનોમાં ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે.
    Click here to Read More
    Previous Article
    13 સપ્ટેમ્બરનું અંકફળ:અંક 2 ના જાતકોએ અચાનક ધનલાભ વચ્ચે વિવાદથી બચવું, અંક 4 ના જાતકોને શત્રુઓ પર વિજય અને પ્રમોશનનો યોગ
    Next Article
    Gen Zથી AI સુધી... IIFTમાં ભવિષ્યના કાર્યસ્થળ અંગે મંથન:યુવાનોને સાથે રાખવા નવી રીતો અપનાવવા પર ભાર, AIથી કામ કરવાની રીત બદલાઈ રહી છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment