Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    Gen Zથી AI સુધી... IIFTમાં ભવિષ્યના કાર્યસ્થળ અંગે મંથન:યુવાનોને સાથે રાખવા નવી રીતો અપનાવવા પર ભાર, AIથી કામ કરવાની રીત બદલાઈ રહી છે

    14 hours ago

    ભારતીય વિદેશ વેપાર સંસ્થા (IIFT), ગિફ્ટ સિટી કેમ્પસ દ્વારા ‘NEXUS 2026: Connecting Talent, Technology Global Business’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં Gen Z એટલે કે આજની નવી યુવા પેઢી, નવી ટેક્નોલોજી, AI અને ભવિષ્યના કાર્યસ્થળ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં કંપનીઓના HR અધિકારીઓ, ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને ઉદ્યોગ જગત વચ્ચે સીધો સંપર્ક વધારવાનો હતો. નવી પેઢીના યુવાનોને નોકરીમાં કેવી રીતે જોડવા, તેમને આગળ વધવાની તક કેવી રીતે આપવી અને લાંબા સમય સુધી કંપની સાથે કેવી રીતે જોડાયેલા રાખવા તે અંગે નિષ્ણાતોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. Gen Zની પસંદ-નાપસંદ સમજવી જરૂરી પ્રથમ ચર્ચા ‘Gen Z at the Workplace’ વિષય પર યોજાઈ હતી. તેમાં HLE Glascoat Limited અને YASH Groupના CHRO પાર્થોલ ડાંગર, Uplers અને Mavlersના ડિરેક્ટર દીપા મિશ્રા, Zydus Groupના અનિલ નાયર અને GIFT Company Limitedના CHRO વિશાલ છાબર જોડાયા હતા. ચર્ચામાં જણાવાયું હતું કે આજની યુવા પેઢીની નોકરી અને કામ કરવાની રીત અંગેની અપેક્ષાઓ અગાઉની પેઢી કરતાં અલગ છે. યુવાનોને માત્ર પગાર જ નહીં, પરંતુ કામમાં શીખવાની તક, પોતાની વાત રજૂ કરવાની સ્વતંત્રતા, સારું વાતાવરણ અને કામ તથા અંગત જીવન વચ્ચે સંતુલન પણ જોઈએ છે. તેથી કંપનીઓએ યુવાનોની અપેક્ષાઓ સમજવી અને તે મુજબ કામ કરવાની રીતમાં ફેરફાર કરવો જરૂરી છે. AIથી કામ કરવાની રીત બદલાઈ રહી છે બીજી ચર્ચા ‘Great Place to Work 2.0’ વિષય પર યોજાઈ હતી. તેમાં Deepak Group, APM Terminals Pipavav, Abhinandan Ventures અને Astral Limitedના અધિકારીઓએ ભાગ લીધો હતો. ચર્ચામાં AI એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કારણે ઓફિસ અને કંપનીઓમાં કામ કરવાની રીત ઝડપથી બદલાઈ રહી હોવાનું જણાવાયું હતું. ટેક્નોલોજીનો ઉપયોગ વધે ત્યારે પણ કર્મચારીઓ માટે સારું અને સરળ કામકાજનું વાતાવરણ જળવાઈ રહે તે જરૂરી હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું હતું. કર્મચારીઓને કામમાં સ્વતંત્રતા, સમય અને કામ તથા અંગત જીવન વચ્ચે સંતુલન મળે તેના પર પણ ભાર મૂકાયો હતો. IIFT ગિફ્ટ સિટી કેમ્પસના આયોજન અંગે જણાવાયું હતું કે, આવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને કંપનીઓના અનુભવી અધિકારીઓ પાસેથી સીધું શીખવાની તક મળે છે. IIFT ગિફ્ટ સિટી કેમ્પસ ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ કાર્યરત છે અને આંતરરાષ્ટ્રીય વેપાર તથા વ્યવસાયના ક્ષેત્રમાં શિક્ષણ, સંશોધન અને તાલીમનું કામ કરે છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ:કસક ગરનાળામાં વાહનવ્યવહાર પર અસર, લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી;પાણી નિકાલની વ્યવસ્થા પર ઉઠ્યા પ્રશ્નો
    Next Article
    ભાદરવાના પ્રારંભે અમદાવાદ-વડોદરામાં ધોધમાર વરસાદ:સુરત, ભરૂચ અને નડિયાદમાં રસ્તા પર નદીની માફક પાણી વહેતા થયા, સૌરાષ્ટ્રમાં સારા વરસાદની રાહ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment