Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રવિવારનું રાશિફળ:સિંહ અને મકર રાશિને ચારેતરફથી સફળતાના સંકેત, મીન રાશિના પ્રેમ સંબંધોને લગ્નની મંજૂરી મળશે

    1 day ago

    ગુજરાતી પંચાંગ અનુસાર, 13 સપ્ટેમ્બર 2026, રવિવારના રોજ ભાદરવા સુદ બીજ/ત્રીજ ​​છે. આ દિવસની ચંદ્ર રાશિ કન્યા છે. રાહુકાળ સાંજે 05:10 થી 06:41 સુધી રહેશે.. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે, એ તમારી રાશિ પ્રમાણે જાણી લો… પોઝિટિવ- કોઈ નજીકના મિત્ર કે સંબંધી સાથેની મુલાકાત રોજિંદા તણાવભર્યા વાતાવરણમાંથી રાહત આપશે. તમે નિશ્ચિંત થઈને તમારા કાર્યો પર ધ્યાન આપી શકશો. થોડો સમય કોઈ એકાંત અથવા આધ્યાત્મિક સ્થળે વિતાવવાથી શાંતિ મળશે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ કે સ્પર્ધાને લઈને ખૂબ જ સચેત રહેશે. નેગેટિવ- ગુસ્સો તમારા બનતા કામને બગાડી શકે છે. થોડો સમય આત્મચિંતન અને મનનમાં પણ જરૂર વિતાવો, આનાથી તમારો આત્મવિશ્વાસ વધશે. અજાણ્યા લોકો સાથે વધુ પડતી નિકટતા ન વધારો. વ્યવસાય- કારોબારમાં વિસ્તરણ સંબંધિત કેટલીક યોજનાઓ બનશે અને તેને શરૂ કરવા માટે અનુકૂળ સમય પણ છે. જોકે, કેટલાક નાના-મોટા પડકારો પણ રહેશે, પરંતુ તમારી થોડીક સાવચેતી તમને મોટા નુકસાનથી બચાવશે. પ્રાઇવેટ કંપનીમાં કાર્યરત લોકોને કોઈ મનપસંદ પ્રોજેક્ટ મળશે. લવ- પારિવારિક વાતાવરણ સુખદ બનેલું રહેશે. મિત્રો સાથેની મુલાકાત દિવસને વધુ ખુશનુમા બનાવશે. સ્વાસ્થ્ય- પેટ સંબંધિત કેટલીક સમસ્યાઓ રહી શકે છે. તેનું મુખ્ય કારણ તમારી અસંતુલિત દિનચર્યા જ છે. હવામાન મુજબ તમારો આહાર અને વ્યવહાર રાખો. લકી કલર- પીળો લકી નંબર- 3 પોઝિટિવ- ઘણી બધી પ્રવૃત્તિઓમાં તમારી હાજરી રહેશે. તમારી પ્રગતિ માટે કોઈ દ્વાર ખૂલી રહ્યું છે, માત્ર ખૂબ જ મહેનતની જરૂર છે. વિદ્યાર્થીઓને પણ આશા મુજબ પરિણામ મળવાથી રાહત અને ખુશી મળશે. નેગેટિવ- આ સમયે ભવિષ્યની ચિંતા છોડીને વર્તમાન પ્રવૃત્તિઓ પર જ તમારું ધ્યાન કેન્દ્રિત રાખો. તમે તમારી કોઈ મહત્વપૂર્ણ વસ્તુ ક્યાંક મૂકીને ભૂલી શકો છો અથવા ખોવાઈ શકે છે. તેથી કોઈપણ પ્રકારની બેદરકારી ન દાખવો. હૃદયના બદલે મગજથી નિર્ણય લો. વ્યવસાય- વ્યવસાયમાં તમારે તમારી ક્વોલિટીને વધુ બહેતર બનાવવાની જરૂર છે. દૂર-દૂરની પાર્ટીઓ તરફથી યોગ્ય ઓર્ડર મળશે અને આ ઓર્ડર તમને ખૂબ જ મોટો નફો આપી શકે છે. નોકરીયાતોને પણ નજીકના ભવિષ્યમાં પ્રગતિની સારી તકો મળવાની છે. લવ- પારિવારિક સમસ્યાઓનું સમયસર નિવારણ કરી લો, નહીંતર પરિસ્થિતિઓ બગડી શકે છે. નકામા પ્રેમ સંબંધોમાં સમય બગાડશો નહીં. સ્વાસ્થ્ય- આ સમયે કોઈપણ પ્રકારનું ઈન્ફેક્શન અથવા સોજા જેવી પરેશાની આવી શકે છે. કોઈપણ સમસ્યાને હળવાશથી ન લો અને તરત જ સારવાર કરાવો. લકી કલર- જાંબલી લકી નંબર- 1 પોઝિટિવ- તમારા મહત્વપૂર્ણ કાર્યોને પ્રાથમિકતા આપો તથા તમારી પ્રતિભા અને ક્ષમતાઓને સમજો. આનાથી તમારા વ્યક્તિત્વમાં વધુ નિખાર આવશે તથા સમાજમાં પણ તમારી છબી સુધરશે. પ્રોપર્ટી સંબંધિત કોઈ કાર્ય પૂર્ણ થઈ શકે છે. નેગેટિવ- મોજ-મસ્તીમાં સમય વિતાવવાથી તમારા કેટલાક મહત્વપૂર્ણ કાર્યો અધૂરા રહી જશે. કોઈ નજીકના સંબંધી સાથે પારિવારિક મુદ્દાઓને લઈને બોલાચાલી થઈ શકે છે. સારું રહેશે કે કોઈ અનુભવી વ્યક્તિની મધ્યસ્થતા સામેલ કરો. ખર્ચની બાબતમાં દરિયાદિલી ન રાખો. વ્યવસાય- વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં ચાલી રહેલી અડચણો દૂર થશે તથા અટકેલી કાર્યપ્રણાલીમાં સુધારો આવશે. તેથી તમારું પૂરૂં ધ્યાન તમારા વેપાર પર કેન્દ્રિત રાખો. કેટલાક ઓર્ડર વગેરે મળવાને કારણે આર્થિક સ્થિતિ થોડી સુધરશે. ઓફિસમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે. લવ- પરિવાર સાથે મનોરંજક સમય વિતશે. પરંતુ કોઈ મિત્રના કારણે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. સ્વાસ્થ્ય- બ્લડ પ્રેશર અને શારીરિક નબળાઈ જેવી સમસ્યા અનુભવાશે. પોતાના પર કામનો વધુ બોજ ન નાખો. લકી કલર- વાદળી લકી નંબર- 5 પોઝિટિવ- તમે તમારા અંગત બાબતોમાં કોઈનો હસ્તક્ષેપ ન થવા દો, કારણ કે તમારા પોતાના નિર્ણયો વધુ લાભદાયક રહેશે. સામાજિક ક્ષેત્રે પણ તમારી સન્માનજનક સ્થિતિ રહેશે. વિદ્યાર્થીઓ નવા સત્રના અભ્યાસને લઈને ઉત્સાહિત રહેશે. કોઈ ધાર્મિક યાત્રાનો પણ પ્લાન બની શકે છે. નેગેટિવ- કોઈ પણ મોટો નિર્ણય લેતી વખતે હૃદય અને મગજ વચ્ચે સુમેળ બનાવી રાખો, કારણ કે ઉતાવળમાં કરેલું કામ નુકસાનકારક રહેશે. બીજાની મદદ કરતી વખતે તમારા સમય અને ક્ષમતાનું પણ ધ્યાન રાખો. આના કારણે તમારા કેટલાક મહત્વપૂર્ણ કામ અટકી પણ શકે છે. વ્યવસાય- કારોબારને લઈને કોઈ નવું કામ શરૂ કરતા પહેલા ફરીથી વિચાર-વિમર્શ કરવો જરૂરી છે. સારું રહેશે કે વર્તમાનમાં જેવું ચાલી રહ્યું છે, તેના પર જ તમારું ધ્યાન કેન્દ્રિત રાખો. ઓફિસમાં સહકર્મીઓ સાથે કોઈ વાતને લઈને કડવાશ થઈ શકે છે. લવ- મિત્રો અને સંબંધીઓ સાથેની મુલાકાત ખુશી આપશે. પ્રેમ સંબંધોમાં એકબીજાની લાગણીઓનું સન્માન કરવું જરૂરી છે. સ્વાસ્થ્ય- ઈજા થવાની આશંકા બની રહી છે. ખૂબ જ સાવચેતી રાખવાની જરૂર છે. લકી કલર- વાદળી લકી નંબર- 4 પોઝિટિવ- પારિવારિક અથવા સામાજિક પ્રવૃત્તિઓમાં તમારું પૂરૂં યોગદાન રહેશે. તમારી કાર્યકુશળતા અને યોગ્યતાના વખાણ થશે. પોતાના રસપ્રદ અને રચનાત્મક કાર્યોમાં થોડો સમય વિતાવવાથી માનસિક શાંતિ મળશે. નેગેટિવ- આ સમયે ક્યાંય પણ આવવા-જવાનું કે મુસાફરી કરવાનું ટાળો. મોટાભાગનો સમય તમારા ઘરે જ વિતાવો, કારણ કે કોઈપણ પ્રકારનો વાદ-વિવાદ થવાની આશંકા લાગી રહી છે. ફાયનાન્સ સંબંધિત પણ કોઈ ચિંતા રહી શકે છે. વ્યવસાય- ભાગ્ય મહેરબાન રહેશે. કાર્યક્ષેત્રમાં તમારી કાર્યપ્રણાલી ખૂબ જ ઉત્તમ રીતે રહેશે, જેનાથી ઉત્પાદન ક્ષમતા પણ વધશે અને ભવિષ્યમાં ટૂંક સમયમાં જ લાભદાયક સ્થિતિઓ ઊભી થશે. પરંતુ દરેક નિર્ણય પોતે જ લો તો ઉત્તમ છે. વિવિધ સ્ત્રોતોથી આવક શક્ય છે. લવ- કોઈ જૂના મિત્રને મળવાથી ખુશનુમા યાદો તાજી થશે. ઘરના સભ્યોમાં પણ પરસ્પર તાલમેલ અને પ્રેમ જળવાઈ રહેશે. અવિવાહિતો માટે કોઈ ખુશખબર આવી શકે છે. સ્વાસ્થ્ય- માનસિક શાંતિ માટે થોડો સમય કુદરતના સાનિધ્યમાં વિતાવો તથા સકારાત્મક રહો. લકી કલર- સફેદ લકી નંબર- 4 પોઝિટિવ- દિવસની શરૂઆત ખૂબ જ શાંતિદાયક રહેશે. તમારી ક્ષમતાઓનો પૂરો ઉપયોગ કરો. સામાજિક સંબંધોનો દાયરો પણ વિસ્તરશે. જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાથી આત્મિક શાંતિ મળશે અને તણાવમુક્ત થઈને તમે તમારા કાર્યો પર ધ્યાન આપી શકશો. નેગેટિવ- મનમાં વગર કારણે જ થોડી ઉદાસી જેવી સ્થિતિ અનુભવાશે. ગુસ્સો અને ઉતાવળ જેવા સ્વભાવ પર નિયંત્રણ રાખો. કોઈ સંબંધી અથવા પાડોશી સાથે વાદ-વિવાદ જેવી સ્થિતિ બની રહી છે. સારું રહેશે કે પોતાની જાતને સકારાત્મક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખો. વ્યવસાય- વર્તમાન સમય સિદ્ધિઓવાળો છે. આ સમયે તમારી પૂરી મહેનત અને ઊર્જા તમારા કાર્યો પ્રત્યે લગાવી દો. ધ્યાન રાખો કે કોઈ પાડોશી વેપારી સાથે ઝગડા જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. આમાં તમારા ગુસ્સા અને આક્રોશ પર કાબૂ રાખવો જરૂરી છે. લવ- તમારા પ્રયાસો પારિવારિક વ્યવસ્થાને સુખદ અને શિસ્તબદ્ધ બનાવી રાખશે. પરંતુ પ્રેમી-પ્રેમિકા વચ્ચે અહંકાર આવી જવાથી અંતર આવી શકે છે. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય પ્રત્યે સચેત અને સાવધાન રહેવું જરૂરી છે. સહેજ પણ બેદરકારી તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. લકી કલર- કેસરી લકી નંબર- 2 પોઝિટિવ- આ સમય લાગણીઓના બદલે પ્રૅક્ટિકલ થઈને પોતાના કાર્યો પૂરા કરવાનો છે. આજે તમે તમારી સૂઝબૂઝ અને યોગ્યતા દ્વારા કોઈ એવું કામ કરી જશો, કે તમે પોતે પોતાના પર ગર્વ અનુભવશો. સમાજ અને નજીકના સંબંધીઓ વચ્ચે તમારું વર્ચસ્વ જળવાઈ રહેશે. નેગેટિવ- કોઈ જૂની નકારાત્મક વાત વર્તમાન પર હાવી ન થવા દો, કારણ કે આના લીધે તણાવ અને ચિંતા સિવાય કંઈ પણ પ્રાપ્ત થશે નહીં. પોતાના રસપ્રદ કાર્યોમાં સમય વિતાવવાથી તમને સકારાત્મક ઊર્જા મળશે. બીજાની બાબતોમાં વધુ હસ્તક્ષેપ ન કરો. વ્યવસાય- વ્યવસાયમાં જો વિસ્તરણ સંબંધિત કોઈ યોજના બનાવી રહ્યા છો, તો તેના પર પુનર્વિચાર કરવો જરૂરી છે. જોકે, અટકેલો આવકનો સ્ત્રોત ફરી શરૂ થવાની સારી શક્યતા છે. હાલમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરવાનું ટાળો. નોકરીમાં ટાર્ગેટ મેળવવામાં સફળતા મળશે. લવ- પરિવારજનોના પરસ્પર પ્રેમભાવથી પારિવારિક સ્થિતિ ખુશનુમા બનેલી રહેશે. લગ્નેતર સંબંધોથી દૂર રહો. સ્વાસ્થ્ય- અસંતુલિત ખાવા-પીવાનું ટાળો. પેટ સંબંધિત પરેશાની રહેવાથી દિનચર્યા અસ્તવ્યસ્ત રહેશે. સાથે જ બ્લડ પ્રેશરની પણ નિયમિત તપાસ કરાવો. લકી કલર- ક્રીમ લકી નંબર- 1 પોઝિટિવ- ઘણા દિવસોથી ચાલી રહેલા કોઈ ખાસ પ્રયાસમાં આજે સફળતા મળશે અને મનમુજબ કામ બની જશે. ઊર્જા અને આત્મવિશ્વાસ જાળવી રાખવા માટે તમે પ્રયત્નશીલ રહેશો તથા તમારી કાર્યક્ષમતામાં પણ વધારો થશે. યુવાનોની કોઈ મહત્વકાંક્ષા પૂરી થવાની છે. નેગેટિવ- સ્થાન પરિવર્તન સંબંધિત પ્રવૃત્તિઓને લઈને તણાવ રહી શકે છે. તમારા નજીકના સંબંધીઓ સાથે મધુરતાપૂર્ણ સુમેળ જાળવી રાખવાથી સમસ્યાઓ ખૂબ હદ સુધી સામાન્ય પણ થઈ જશે. આ સમય ધીરજ અને સંયમથી જ વિતાવવાનો છે. વ્યવસાય- વ્યાવસાયિક કાર્યપ્રણાલીમાં યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહેશે, સાથે જ તમારા દ્વારા લેવાયેલા નિર્ણયો સાચા સાબિત થશે. ઓફિશિયલ ફાઈલ અને પેપર વર્ક સમયસર પૂરા કરી લો, નહીંતર તમે મુશ્કેલીમાં પણ મુકાઈ શકો છો. ઓફિસના કામ નિશ્ચિત સમયે પૂરા કરી લો. લવ- જીવનસાથી તથા પરિવારજનો સાથે ખુશનુમા સમય વિતશે. મિત્રો સાથે પણ મોજ-મસ્તીમાં સમય વિતશે. સ્વાસ્થ્ય- તમારી ક્ષમતા કરતા વધુ કાર્યભાર પોતાના પર ન લો. થાકના કારણે માથાનો દુખાવો અને બેચેની અનુભવાઈ શકે છે. લકી કલર- લીલો લકી નંબર- 6 પોઝિટિવ- શાંતિદાયક ગ્રહ સ્થિતિ બની રહી છે. દિનચર્યા વ્યવસ્થિત રાખો. સાથે જ આત્મમનન અને ચિંતન કરવાથી તમને ખૂબ જ માનસિક શાંતિ અનુભવાશે. કોઈપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં તમે સક્ષમ રહેશો. કોઈ સરકારી મામલો ગૂંચવાયેલો હોય તો આજે ઉકેલ મળી શકે છે. નેગેટિવ- કેટલાક એવા ખર્ચ પણ આવશે, જેના પર કાપ મૂકવો મુશ્કેલ બનશે. તેથી તમારા બજેટ પ્રત્યે બેદરકારી ન દાખવો. ક્યારેક તમારો ગુસ્સો અને ઉતાવળ તમારા અને તમારા પરિવાર માટે મુશ્કેલીઓ ઊભી કરી દે છે. પોતાની આ ખામીઓ પર અંકુશ લગાવો. વ્યવસાય- વ્યાવસાયિક ક્ષેત્રે તમારા હરીફોની પ્રવૃત્તિઓને અવગણશો નહીં. કોઈપણ મુશ્કેલી આવે ત્યારે શાંતિપૂર્ણ રીતે સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરો. ઓફિસનું કામ કરતી વખતે ધ્યાન રાખો કે નાની સરખી ભૂલ તમારી મુશ્કેલીઓ વધારી શકે છે. લવ- લાઈફ પાર્ટનર સાથે મધુર સંબંધો રહેશે. તમારો વ્યવહાર મધુર બનાવી રાખો, નહીંતર પ્રેમ સંબંધોમાં થોડી ખટાશ આવી શકે છે. સ્વાસ્થ્ય- ક્યારેક મનમાં કેટલાક નકારાત્મક વિચારો આવી શકે છે. સ્ત્રી વર્ગે પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું. લકી કલર- લાલ લકી નંબર- 9 પોઝિટિવ- જમીન અથવા કોઈ પોલિસી વગેરેમાં પૈસા રોકવાની યોજના છે, તો આજનો દિવસ ખૂબ જ અનુકૂળ છે. કોઈ નજીકના સંબંધી સાથે મહત્વપૂર્ણ વાતો પર વિચાર-વિમર્શ થઈ શકે છે, જેના સારા પરિણામો સામે આવશે. પરિવાર સાથે શોપિંગ વગેરે પણ થશે. નેગેટિવ- બાળકોનો આત્મવિશ્વાસ અને મનોબળ વધારવા માટે તેમની સાથે મિત્રતાપૂર્ણ વ્યવહાર રાખવો જરૂરી છે. કોઈપણ નિર્ણય લેતા પહેલા તેના દરેક પાસાઓ પર સારી રીતે વિચાર-વિમર્શ અવશ્ય કરો. યુવા વર્ગે પોતાનો સમય વેડફ્યા વગર પોતાના ભવિષ્ય સંબંધિત રૂપરેખા તૈયાર કરવામાં લગાવવો. વ્યવસાય- વ્યાવસાયિક સ્થળ પર તમારી હાજરી રાખવી અનિવાર્ય છે. કર્મચારીઓની કોઈ હરકતથી તમને નુકસાન થઈ શકે છે. નોકરીમાં નવી તકો અથવા ઓફર્સ મળવાના યોગ બની રહ્યા છે. પરંતુ અત્યારે બદલાવ સંબંધિત કોઈ નિર્ણય લેતા પહેલા તમામ પાસાઓ પર યોગ્ય વિચાર-વિમર્શ અવશ્ય કરો. લવ- પરિવારજનો તથા જીવનસાથીનો સહયોગાત્મક વલણ ઘરનું વાતાવરણ યોગ્ય બનાવી રાખશે. પ્રેમ સંબંધોમાં કોઈ વાતને લઈને ગેરસમજ થઈ શકે છે. સ્વાસ્થ્ય- પ્રાણાયામ અને યોગ જેવી પ્રવૃત્તિઓને તમારી દિનચર્યાનો ભાગ બનાવો. હવામાન સંબંધિત પરેશાનીઓ જેવી કે શરદી, ઉધરસ, તાવ જેવી સ્થિતિ રહેશે. લકી કલર- કેસરી લકી નંબર- 3 પોઝિટિવ- અનુકૂળ સમય છે. આ સારા સમયનો વધુમાં વધુ લાભ ઉઠાવવાનો પ્રયાસ કરો. જો કોઈ મહત્વપૂર્ણ કાર્ય પર પૈસા રોકવાનું વિચારી રહ્યા છો, તો આજે પરિસ્થિતિઓ અનુકૂળ છે. આના પર ગંભીરતાથી કામ કરો. ઘરની સુખ-સુવિધા સંબંધિત વસ્તુઓની ખરીદી પણ થશે. નેગેટિવ- કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય આજે સ્થગિત જ રાખો, તમે કોઈ દ્વિધામાં ખરાબ રીતે ફસાઈ જશો. તમારા બજેટ કરતાં વધુ ખર્ચ થવો તમને તણાવ આપી શકે છે. નકામા કાર્યોમાં સમય બગાડ્યા વગર તમારી અંગત દિનચર્યાને પ્રાથમિકતા આપો. વ્યવસાય- કારોબારી સ્થિતિમાં સુધારો આવશે. કોઈ નવા પ્રોજેક્ટમાં નક્કર અને મહત્વપૂર્ણ નિર્ણય લેવો યોગ્ય રહેશે. પ્રોપર્ટી સંબંધિત વ્યવસાયમાં કોઈ સારી ડીલ થવાની શક્યતા છે. ઓફિસમાં કોઈ સહકર્મી સાથે વાદ-વિવાદની સ્થિતિ બની શકે છે. લવ- જીવનસાથીનો સહયોગ તમને તણાવમુક્ત રાખશે અને પરસ્પર સંબંધોમાં મધુરતા વધશે. પ્રેમના ચક્કરમાં પડીને તમારી કરિયર સાથે રમત ન કરો. સ્વાસ્થ્ય- જો શરદી-ઉધરસ જેવી સમસ્યા ચાલી રહી હોય, તો તેને હળવાશથી ન લો. સહેજ પણ અસાવધાની નુકસાનકારક રહી શકે છે. લકી કલર- પીળો લકી નંબર- 8 પોઝિટિવ- સંતાનને કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળવાથી ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. ફાયનાન્સ સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણયો પર વિચાર થશે અને તમને તેના સકારાત્મક પરિણામો પણ મળશે. પ્રોપર્ટી સંબંધિત કામ થવાની પણ શક્યતા છે. નેગેટિવ- કોઈપણ વિપરીત પરિસ્થિતિમાં તમારી ધીરજ ગુમાવવી યોગ્ય નથી. કોઈ જૂની સમસ્યા કે વિવાદ ફરી સામે આવી શકે છે. પરંતુ પરસ્પર વાતચીતથી ઉકેલ પણ મળી જશે. કોઈપણ ગેરકાનૂની કામમાં રસ ન લો. વ્યવસાય- કાર્યસ્થળ પર હાજર રહીને તમામ પ્રવૃત્તિઓ પર નજર રાખવી ખૂબ જ જરૂરી છે. તેથી માર્કેટિંગ સંબંધિત કાર્યો આજે સ્થગિત જ રાખો. વિસ્તરણ સંબંધિત યોજનાઓને ગંભીરતાથી લો. કર્મચારીઓને કામના સિલસિલામાં મુસાફરી કરવી પડી શકે છે. લવ- પતિ-પત્નીના પરસ્પર સહયોગથી ઘરમાં ખુશનુમા વાતાવરણ બનેલું રહેશે. પ્રેમ સંબંધોને લગ્ન માટે પારિવારિક મંજૂરી મળી જશે. સ્વાસ્થ્ય- ઉત્તમ દિનચર્યા અને આહારને અપનાવીને શારીરિક અને માનસિક રીતે તમે પોતાને સ્વસ્થ અને ઊર્જાવાન અનુભવશો. લકી કલર- ગુલાબી લકી નંબર- 7
    Click here to Read More
    Previous Article
    NHL News Roundup: What Connor Hellebuyck And Dylan Larkin Trade Requests Mean For Detroit Red Wings And Winnipeg Jets
    Next Article
    13 સપ્ટેમ્બરનું ટેરો રાશિફળ:મેષ અને મિથુન જાતકોને નવી સફળતા અને ધનલાભનો યોગ, સિંહ રાશિની પ્રતિષ્ઠામાં થશે વધારો

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment