Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જેસલમેર-સાબરમતી એક્સપ્રેસ ઓક્ટોમ્બરમાં ડાયવર્ટ, સિદ્ધપુરમાં 13 ટ્રેનોને સ્ટોપેજ નહીં:સમદડી-લૂણી સેક્શનમાં એન્જિનિયરિંગ કામને પગલે ટ્રેન મારવાડ જંકશન થઈને દોડશે

    1 week ago

    ઉત્તર પશ્ચિમ રેલવેના જોધપુર મંડળમાં સમદડી-લૂણી સેક્શન પર એન્જિનિયરિંગ કામગીરી તેમજ પશ્ચિમ રેલવેના સિદ્ધપુર સ્ટેશન પર પ્લેટફોર્મ વિસ્તરણ અને ઊંચાઈ વધારવાના કામને કારણે મુસાફરોને અસર થશે. ઓક્ટોબરમાં સાબરમતી-જેસલમેર એક્સપ્રેસને કેટલાક દિવસો માટે પરિવર્તિત માર્ગે દોડાવવામાં આવશે. જ્યારે સિદ્ધપુર સ્ટેશન પર 30 સપ્ટેમ્બરથી 13 નવેમ્બર દરમિયાન કેટલીક 13 ટ્રેનોનું હંગામી ધોરણે સ્ટોપેજ રદ્દ કરવામાં આવ્યું છે. સમદડી-લૂણી ખંડમાં દૂદિયા અને દુન્દાડા યાર્ડમાં સબવે તથા સમદડી યાર્ડમાં ફૂટ ઓવર બ્રિજના નિર્માણની કામગીરીને લઈ સાબરમતી-જેસલમેર એક્સપ્રેસ 4, 6, 11, 16, 23, ઓક્ટોમ્બરેમહેસાણા-ભીલડી-લૂણીના નિયમિત માર્ગના બદલે મહેસાણા-મારવાડ જંકશન લૂણી માર્ગે દોડશે. આ દરમિયાન પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ જંકશન અને પાલી મારવાડ ખાતે સ્ટોપેજ રહેશે. ત્યારે જેસલમેર-સાબરમતી એક્સપ્રેસ લૂણી-ભીલડી-મહેસાણાના બદલે લૂણી-મારવાડ જંકશન મહેસાણા માર્ગે દોડશે અને પાલી મારવાડ, કદ, ફાલના, આબુ રોડ તથા પાલનપુર ખાતે રોકાશે. બીજી તરફ અમદાવાદ-પાલનપુર સેક્શનના સિદ્ધપુર સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 2ની બંને બાજુ પ્લેટફોર્મની ઊંચાઈ વધારવા અને લંબાવવાની કામગીરી ચાલી રહી છે. જેના 13 ટ્રેનોના સિદ્ધપુર સ્ટેશન પર રોકાશે નહિ. મુસાફરોએ પ્રવાસ પહેલાં સુધારેલા રૂટ, સમય અને સ્ટોપેજની માહિતી તપાસવા રેલવેની અધિકૃત વેબસાઇટ પર વિગતો મેળવવા રેલવે તંત્રએ અપીલ કરી છે. નીચેની ટ્રેન સિદ્ધપુર સ્ટેશન પર રોકાશે નહિ
    Click here to Read More
    Previous Article
    ગીર સોમનાથ સહિત 3 જિલ્લામાં હૃદય જાગૃતિ કાર્યક્રમ યોજાયા:વિશ્વ હૃદય દિવસ નિમિત્તે શ્રમિકો અને ગ્રામ્ય નાગરિકોની આરોગ્ય તપાસ કરાઈ
    Next Article
    Bhavnagar PGVCL | ભાવનગર જિલ્લાના PGVCL સર્કલ ઓફિસ દ્વારા મેગા ડીસકનેક્શન ડ્રાઇવ | Drive | Gujarat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment