Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાદરવાના પ્રારંભે અમદાવાદ-વડોદરામાં ધોધમાર વરસાદ:નડિયાદમાં રસ્તા પર નદીની માફક પાણી વહેતા થયા, સૌરાષ્ટ્રમાં હજી પણ સારા વરસાદની રાહ

    20 hours ago

    રાજ્યમાં લાંબા વિરામ બાદ આજથી વરસાદનો ધમાકેદાર રાઉન્ડ શરૂ થતા ખેડૂતો અને સરકારે રાહત અનુભવી છે. જો કે, હજી જ્યાં સૌથી ખરાબ હાલત છે તે સૌરાષ્ટ્ર-કચ્છમાં સારા વરસાદની રાહ જોવાઈ રહી છે. રાજ્યમાં 12 થી 13 સપ્ટેમ્બર દરમિયાન હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે આજે સવારથી જ અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો. બપોર બાદ વડોદરા, અમદાવાદ અને ખેડામાં ધોધમાર વરસાદ વરસ્યો. સાંજે 6 વાગ્યા સુધીમાં 72 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં 32 તાલુકામાં અડધા ઈંચ કરવા વધુ વરસાદ વરસી ચૂક્યો છે. નડિયાદમાં મોડી સાંજે ગાજવીજ સાથે વરસાદ વરસતા રસ્તા પર નદીની માફક પાણી વહેતા થયા. છેલ્લા એકાદ મહિનાથી રાજ્યમાં નોંધપાત્ર વરસાદ ન થતા ખેડૂતો અને સરકારની ચિંતા વધી હતી.આજે નવસારી, વલસાડ અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ અને સુરત, વડોદરા સહિત 7 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે આવતીકાલે એટલે કે 13 સપ્ટેમ્બરે તો નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીના છુટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ગીર ગઢડાના સનવાવમાં ધોધમાર વરસાદ વરસ્યો ગીર સોમનાથના ઉના શહેરમાં ધીમીધારે તો કોઠારી ગામમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. જ્યારે ગીર ગઢડા તાલુકાના સનવાવમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. લાંબા વિરામ બાદ મેઘમહેરથી ખેડૂતોમાં રાહત થઈ છે. સુકાઈ રહેલા પાકને નવજીવન મળવાની આશા છે. લુણાવાડા, સંતરામપુરમાં વરસાદ મહીસાગર જિલ્લામાં લુણાવાડામાં વહેલી સવારે વરસાદી ઝાપટા બાદ સાંજના સમયે પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે વાદળો છવાયા હતા, જે બાદ શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. તો આ તરફ સંતરામપુરના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ ખાબક્યો હતો. મોડાસા, મેઘરજ, માલપુર અને શામળાજીમાં ધોધમાર વરસાદ અરવલ્લી જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં સારો ખેતીલાયક વરસાદ થતા ખેડૂતો એ મગફળી, સોયાબીન, મકાઈ, કપાસ જેવા ખરીફ પાકોનું વાવેતર કરી દીધું હતું. ત્યારબાદ વરસાદ ખેંચાયો હતો અને જમીનમાં પણ પાણીના તળ નીચા ગયા છે. ખેતરમાં ખેતીપાક સુકાવાની તૈયારીમાં હતો. ખેડૂતો વરસાદ માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. ત્યારે આજે બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો. મોડાસા, મેઘરજ, માલપુર અને શામળાજી તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો. આ વરસાદથી મગફળી, કપાસ, સોયાબીન અને મકાઈના પાકને જીવતદાન મળ્યું છે. સાબરકાંઠા અને બનાસકાંઠામાં મેઘમહેર દોઢ માસ બાદ આજે સાંજે સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો. તો બનાસકાંઠાના અમીરગઢના ઈકબાલગઢ પંથકમાં ધીમીધારે વરસાદ વરસ્યો છે. જો કે જિલ્લાના નાના-મોટા અનેક ડેમો હજુ પણ ખાલીખમ છે. નર્મદામાં એક કલાકમાં એક ઈંચ વરસાદ તો આ તરફ નર્મદા જિલ્લામાં આજે શનિવારે સવારથી વરસાદી વાતાવરણ જામ્યું હતું. જિલ્લાના છ તાલુકામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. સાગબારા, ડેડીયાપાડા, ચીકદા સહિત રાજપીપળા વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો હતો. સાંજના સમયે માત્ર એક કલાકમાં અંદાજે 1 ઇંચ વરસાદ પડતાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હવામાન વિભાગ મુજબ ઉત્તર-પશ્ચિમ તથા પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી અને ઓડિશા-ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠા નજીક લો-પ્રેશર એરિયા સક્રિય છે. આ સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે અને આગામી 24 કલાકમાં વધુ મજબૂત બની પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે. આ ઉપરાંત ઉત્તર રાજસ્થાનથી લો-પ્રેશર વિસ્તાર સુધીની ટ્રફ પણ સક્રિય છે. આગામી દિવસોમાં ગાજવીજ અને વીજળી સાથે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. 16 અને 17 સપ્ટેમ્બરે રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે. સેટેલાઇટ મેપમાં જુઓ ચોમાસાના વાદળોની સ્થિતિ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચિંતાજનક પરિસ્થિતિ ગુજરાત રાજ્યમાં એકંદરે 21% વરસાદની ઘટ નોંધાઈ છે. વિસ્તારવાર સ્થિતિ પર નજર કરીએ તો ગુજરાત પ્રદેશમાં સામાન્ય વરસાદની સરખામણીએ 7%ની મામૂલી ઘટ જોવા મળી છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાં પરિસ્થિતિ વધુ ચિંતાજનક છે, જ્યાં સામાન્ય કરતાં 40% જેટલી વરસાદની મોટી તંગી સર્જાઈ છે. 7 શહેરોમાં તાપમાન 35°C કે તેથી વધુ નોંધાયું દરિયાકાંઠાના શહેરો (દીવ, વેરાવળ, દ્વારકા, દમણ)નું સરેરાશ તાપમાન 31°C થી 33°C વચ્ચે રહ્યું છે, જ્યારે ભુજ, રાજકોટ, સુરેન્દ્રનગર, ડીસાનું તાપમાન 36°C વટાવી ગયું છે. રાજ્યના મુખ્ય શહેરો વચ્ચે તાપમાનનો તફાવત 5.6°C (ભુજ 36.6°Cથી દીવ 31.0°C) જેટલો રહ્યો છે. આ પણ વાંચો ઉત્તરાખંડમાં બ્રિજ તણાયો:છત્તીસગઢમાં 3 વિદ્યાર્થી નદીમાં ગુમ; બિહારમાં 47 લાખ લોકો પૂરથી પ્રભાવિત, MP-રાજસ્થાનમાં વરસાદ મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ચોમાસું ફરી સક્રિય થઈ ગયું છે. MPના 15 જિલ્લામાં આજે ભારે વરસાદનું એલર્ટ છે, જ્યારે રાજસ્થાનના 29 જિલ્લામાં વરસાદની સંભાવના છે. આ પહેલા શુક્રવારે રાજસ્થાનના અલવર, સવાઈ માધોપુર, દૌસામાં ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. MPના ભોપાલમાં વરસાદથી વિઝિબિલિટી 100 મીટરથી પણ ઓછી થઈ ગઈ. દમોહમાં નીચાણવાળા વિસ્તારો ડૂબી ગયા. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    વડોદરા નજીક NH-48 પર હિટ એન્ડ રન:તરસાલી-કપુરાઈ બાયપાસ પાસે પૂરપાટ ઝડપે દોડતી થારે અજાણ્યા રાહદારીને અડફેટે લેતાં મોત, ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા
    Next Article
    Karthik Subbaraj's Dorothy Earns Standing Ovation At Toronto International Film Festival World Premiere

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment