Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુજ પંથકમાં ઉકળાટ બાદ વરસાદી ઝાપટાં પડ્યા:કેરા સહિત અનેક વિસ્તારોમાં મેઘમહેર, રસ્તાઓ પર પાણી વહેતા થયા

    1 day ago

    ભુજ તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી ભારે ઉકળાટ અને બફારાભર્યું વાતાવરણ હતું. શનિવારે અચાનક હવામાનમાં પલટો આવ્યો. હવામાન વિભાગની આગાહી બાદ ભુજ તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક ફેલાઈ હતી. ભુજ તાલુકાના કેરા, ભારાપર અને નારાયણપર સહિતના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થયો. શરૂઆતમાં હળવા ઝાપટાંથી શરૂ થયેલો વરસાદ કેટલાક સ્થળોએ ધોધમાર વરસ્યો.વરસાદના કારણે સ્થાનિક રસ્તાઓ પર પાણી વહી નીકળ્યા. થોડા સમય માટે રસ્તાઓ પર પાણી ભરાયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા. છેલ્લા કેટલાક દિવસોથી કચ્છમાં વરસાદની રાહ જોવાઈ રહી હતી. દિવસ દરમિયાન વધતા ઉકળાટ અને ભેજના કારણે લોકો ગરમીથી પરેશાન હતા. વરસાદી ઝાપટાં પડતાં તાપમાનમાં રાહત થઈ અને વાતાવરણમાં ઠંડક અનુભવાઈ. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી વાતાવરણ સારું બન્યું. આ વરસાદી ઝાપટાં ટૂંકા સમય માટે રહ્યા. હવામાન વિભાગની આગાહી વચ્ચે ભુજ તાલુકાના વિવિધ વિસ્તારોમાં પડેલા આ વરસાદથી આગામી દિવસોમાં વધુ વરસાદની આશા વધી છે. કચ્છમાં ચોમાસાની અનિશ્ચિતતા વચ્ચે વરસાદનું દરેક ઝાપટું ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા લોકો માટે મહત્વનું છે.
    Click here to Read More
    Previous Article
    Shreyas Iyer's Biggest Test Yet? Ex-Selector Highlights India's Key Challenge Against Afghanistan
    Next Article
    60 વર્ષના વૃધ્ધ પર ફિટકાર:પડોશમાં રહેતી 23 વર્ષીય યુવતી પર 5 વખત દુષ્કર્મ આચરી 5 માસનો ગર્ભ રાખી દીધો, આરોપીની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment