Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    60 વર્ષના વૃધ્ધ પર ફિટકાર:પડોશમાં રહેતી 23 વર્ષીય યુવતી પર 5 વખત દુષ્કર્મ આચરી 5 માસનો ગર્ભ રાખી દીધો, આરોપીની ધરપકડ

    1 day ago

    રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે જેમાં 60 વર્ષીય વૃદ્ધે પડોશમાં રહેતી 23 વર્ષીય યુવતી પર અવારનવાર દુષ્કર્મ આચરી હવષનો શિકાર બનાવી હતી. આ પાશવી કૃત્યના કારણે પીડિતાને ગર્ભ રહી ગયો હતો. યુવતીની શારીરિક સ્થિતિમાં ફેરફાર થતાં માતાએ પૂછપરછ કરતા હકીકત સામે આવી હતી જેના આધારે ભાયાવદર પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. ઉપલેટા પંથકમાં રહેતી 40 વર્ષીય પરણીતાએ ભાયાવદર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં તેમના જ પડોશમાં રહેતા 60 વર્ષીય મધુ રૂડાભાઈ અકબરી નામના વૃદ્ધ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું હતું કે તેમની 23 વર્ષીય યુવતી ઘરે એકલી હતી ત્યારે આશરે પાંચ મહિના પહેલાં બપોરના સમયે કુદરતી હાજતે ગઈ હતી તે સમયે આરોપી મધુ અકબરી પાછળથી ધસી આવ્યો હતો અને યુવતીના મોઢે ડૂમો દઈ, બૂમાબૂમ કરીશ તો જાનથી મારી નાખીશ કહી ધમકી આપી હતી. ત્યારબાદ આરોપી તેને સામે આવેલા રોડ નજીકના અવાવરું સ્થળે ખેંચી ગયો હતો અને બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. ​પ્રથમ વખત દુષ્કર્મ આચર્યા બાદ હવસખોર વૃદ્ધે યુવતીને ધાક-ધમકી આપી ડરાવી દીધી હતી. આ જ રીતે તેણે છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન આશરે પાંચ વાર યુવતી પર શારીરિક અત્યાચાર ગુજાર્યો હતો અને છેલ્લે બે મહિના પૂર્વે તેણે યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. દરમિયાન, યુવતીને માસિક ધર્મ ન આવતાં અને પેટનો ભાગ ફૂલી જતાં માતાને શંકા ગઈ હતી. માતાએ પ્રેમથી પૂછપરછ કરતાં દીકરીએ પોતાની સાથે બનેલી તમામ હકીકત વર્ણવી હતી. આ સાંભળી માતાના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. પરિવારે તાત્કાલિક યુવતીને સરકારી હોસ્પિટલ ખાતે સોનોગ્રાફી માટે ખસેડતા તબીબે તેને 21 અઠવાડિયા (પાંચ મહિના)નો ગર્ભ હોવાનું જાહેર કર્યું હતું. ​દીકરી સાથે આચરેલા આ પાશવી કૃત્ય અંગે જાણ થતાં જ પરિવારે હિંમત દાખવી ભાયાવદર પોલીસનો સંપર્ક કર્યો હતો જેથી માતાની ફરિયાદના આધારે પીઆઈ એ.બી. જાડેજાની ટીમે ગુનો નોંધી આરોપી મધુ રૂડાભાઈ અકબરીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ભુજ પંથકમાં ઉકળાટ બાદ વરસાદી ઝાપટાં પડ્યા:કેરા સહિત અનેક વિસ્તારોમાં મેઘમહેર, રસ્તાઓ પર પાણી વહેતા થયા
    Next Article
    વેરાવળની સી.પી. ચોક્સી કોલેજમાં પ્લેસમેન્ટ કેમ્પ યોજાયો:10 જાણીતી કંપનીઓ જોડાઈ, 80 વિદ્યાર્થીઓએ નોકરી માટે ઇન્ટરવ્યુ આપ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment