Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરાના બામરોલી રોડની સોસાયટીઓમાં રસ્તાની સમસ્યાનો અંત:વર્ષોની રાહ બાદ આંતરિક રસ્તાના નવીનીકરણનું ખાતમુહૂર્ત કરાયું

    6 hours ago

    ગોધરા શહેરના બામરોલી રોડ વિસ્તારમાં વર્ષોથી કાચા રસ્તાઓની સમસ્યાથી તકલીફ ભોગવી રહેલા સ્થાનિકોને હવે રાહત મળશે. બામરોલી રોડ પર આવેલી કોમર્સ કોલેજ અને ગાયત્રીનગર સહિતની સોસાયટીઓના આંતરિક રસ્તાઓના નવીનીકરણ માટે ખાતમુહૂર્ત કરાયું છે. વર્ષોની રાહ બાદ રસ્તાના નવીનીકરણની કામગીરી શરૂ થતાં સ્થાનિકોમાં ખુશી જોવા મળી હતી. આ કામગીરી પૂરી થયા બાદ બામરોલી રોડની આંતરિક સોસાયટીઓમાં રહેતા લોકોને પાકા અને સારા રસ્તાની સુવિધા મળશે. લાંબા સમયથી સ્થાનિકો દ્વારા રસ્તાઓના નવીનીકરણની માંગ હતી, જે હવે પૂરી થતાં સ્થાનિકોમાં ખુશીનો માહોલ છે. ખાતમુહૂર્ત વખતે ગોધરા APMC ચેરમેન માલવદીપસિંહ રાઉલજી, રમેશ તલાટી, કે.ટી. પરીખ, શ્વેતાબા પુવાર સહિત નગરસેવકો અને મોટી સંખ્યામાં સ્થાનિકો હાજર રહ્યા હતા. વર્ષોની માંગ બાદ રસ્તાના કામની શરૂઆત થતાં સ્થાનિકોએ રાહત વ્યક્ત કરી હતી અને નવા રસ્તાઓની સુવિધા મળવાની આશા રાખી હતી.
    Click here to Read More
    Previous Article
    મોદી-જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક:મોદી બોલ્યા- ભારતમાં તમારું સ્વાગત છે; ચીન બોલ્યું- મતભેદો ઉકેલીને કામ કરવા તૈયાર
    Next Article
    નવરાત્રીમાં મહિલાઓની સુરક્ષા જાળવવા માંગ:રાજકોટનાં હિન્દુ સંગઠનોએ ગેરરીતિ અટકાવવા કડક પોલીસ બંદોબસ્તની માંગ કરી, પ્રવેશદ્વારે ઓળખપત્રની ચકાસણી અને તિલક ફરજિયાત કરવા વિનંતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment