Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોદી-જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક:મોદી બોલ્યા- ભારતમાં તમારું સ્વાગત છે; ચીન બોલ્યું- મતભેદો ઉકેલીને કામ કરવા તૈયાર

    7 hours ago

    ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને પીએમ મોદી વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઈ. દિલ્હીમાં બેઠક દરમિયાન મોદીએ કહ્યું, હું ભારતની BRICS અધ્યક્ષતા દરમિયાન ચીન તરફથી મળેલા સમર્થન અને સહયોગ બદલ આભાર વ્યક્ત કરું છું. હવે આપણી પાસે દ્વિપક્ષીય સહયોગ પર ચર્ચા કરવાની તક છે. ફરી એકવાર, ભારતમાં તમારું હાર્દિક સ્વાગત છે. જિનપિંગ લગભગ 7 વર્ષ પછી ભારત આવ્યા છે. ગલવાન અથડામણ પછી આ તેમની પ્રથમ ભારત મુલાકાત છે. જિનપિંગ ભારતમાં પહોંચે તે પહેલા ચીને એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે અમે ભારત સાથે વાતચીત વધારીને અને પરસ્પર મતભેદોને ઉકેલીને કામ કરવા તૈયાર છીએ. જિનપિંગ આ પહેલા 11 ઓક્ટોબર 2019ના રોજ ભારત આવ્યા હતા. 15 જૂન 2020ના રોજ ગલવાન અથડામણ થઈ હતી. આ પછી ભારત-ચીન સંબંધોમાં તણાવ વધ્યો, પરંતુ વેપાર અટક્યો નહીં. PM મોદીએ ઈન્સ્ટાગ્રામ પર ખાસ તસવીરો શેર કરી દિલ્હીમાં યોજાયેલી બ્રિક્સ સમિટમાંથી એક તસવીર સામે આવી છે, જે દુનિયાને સંદેશ આપનારી છે. એશિયાની ત્રણ મહાશક્તિઓ ગણાતા ભારત, ચીન અને રશિયાના નેતાઓ એક તસવીરમાં જોવા મળ્યા છે. હાથમાં હાથ અને ચહેરા પર સ્મિત સાથેની આ તસવીરમાં પીએમ નરેન્દ્ર મોદી વચ્ચે છે, જ્યારે તેમની ડાબી બાજુ વ્લાદિમીર પુતિન અને જમણી બાજુ શી જિનપિંગ છે. પીએમ મોદીએ બંનેના હાથ પકડી રાખ્યા છે અને ત્રણેય એક ફ્રેમમાં હસતા જોવા મળી રહ્યા છે. આ તસવીર એટલા માટે મહત્વની છે કારણ કે ચીન અને ભારતને લાંબા સમયથી હરીફ તરીકે જોવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી બંને દેશોના સંબંધોમાં સુધારો આવ્યો છે. જિનપિંગ સાથે ભારત આવેલા ચીનના બીજા મોટા નેતા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે કાઈ શી પણ ભારત આવ્યા છે. તેઓ ચીનની સત્તાના બીજા સૌથી મોટા નેતાઓમાં સામેલ છે. તેઓ ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીની સૌથી મોટી સાત સભ્યોની ટીમ (પોલિટબ્યુરો સ્ટેન્ડિંગ કમિટી)નો ભાગ છે અને પાર્ટીના જનરલ ઓફિસના ડાયરેક્ટર એટલે કે સીધા જ શી જિનપિંગના 'ચીફ ઓફ સ્ટાફ' તરીકે કામ કરે છે. તેમની મુખ્ય જવાબદારી ચીનની સમગ્ર વહીવટી પ્રણાલી, રાષ્ટ્રીય સુરક્ષા અને પાર્ટીના પ્રચાર તંત્ર (પ્રોપાગન્ડા અને મીડિયા)ને નિયંત્રિત કરવાની છે. આ ઉપરાંત શી જિનપિંગની સુરક્ષા, તેમના દૈનિક કાર્યો અને દેશમાં પાર્ટીની વિચારધારાને સખત રીતે લાગુ કરાવવાની જવાબદારી પણ તેમની પાસે છે. કાઈ શી કોમ્યુનિસ્ટ પાર્ટીની સેન્ટ્રલ કમિટીના જનરલ ઓફિસના પ્રમુખ છે. આ પાર્ટીના સૌથી મોટા નેતાઓના કાર્યો સંભાળતી ઓફિસ છે. અહીં મોટા નેતાઓની મીટિંગો, જરૂરી કાગળો અને માહિતી સંબંધિત કાર્યો જોવામાં આવે છે. એટલે કે, મોટા નેતાઓ ક્યારે મળશે, કઈ બેઠક યોજાશે અને તેનાથી સંબંધિત જરૂરી દસ્તાવેજો તૈયાર કરવાથી લઈને અન્ય ઘણા કામો આ કાર્યાલય દ્વારા થાય છે. કૈ શી આ કાર્યાલયના વડા છે. એટલે કે, તેમનું કામ સીધું શી જિનપિંગ અને પાર્ટીના અન્ય મોટા નેતાઓના રોજિંદા કામકાજ સાથે જોડાયેલું છે. આ જ કારણથી તેમને શી જિનપિંગના 'ડી ફેક્ટો ચીફ ઓફ સ્ટાફ' કહેવામાં આવે છે. જિનપિંગની 18 ફૂટ લાંબી હોંગકી N701 કાર જિનપિંગ પાલમ એરપોર્ટથી તેમની ખાસ હોંગકી N701 માં રવાના થયા. લગભગ 18 ફૂટ એટલે કે 5.5 મીટર લાંબી આ ખાસ સ્ટેટ લિમોઝિન જિનપિંગ માટે તૈયાર કરવામાં આવી છે. 2019માં ભારત આવ્યા હતા જિનપિંગ 2019માં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનું તમિલનાડુના ઐતિહાસિક દરિયાકાંઠાના શહેર મામલ્લપુરમ (મહાબલીપુરમ)માં પીએમ મોદીએ સ્વાગત કર્યું હતું. બંને નેતાઓએ પંચ રથ અને શોર મંદિર જેવા પ્રાચીન સ્મારકોની મુલાકાત લેતા દ્વિપક્ષીય સંબંધો પર અનૌપચારિક વાતચીત કરી હતી. આ દરમિયાન બંને દેશો વચ્ચે વેપાર ખાધ ઘટાડવા, પરસ્પર વિશ્વાસ વધારવા અને સરહદ પર શાંતિ જાળવવા માટે ઉચ્ચ સ્તરીય તંત્ર સ્થાપિત કરવા પર સહમતિ બની હતી. ---------------------------------------------- આ સમાચાર પણ વાંચો… BRICS ના સંયુક્ત નિવેદનમાં પહેલગામ હુમલાની નિંદા:ટેરર ફંડિંગ રોકવા પર ભાર; કહ્યું- આતંકવાદીઓને આશ્રય આપનારાઓ પર સાથે મળીને કાર્યવાહી કરીશું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે BRICS સમિટને સંબોધિત કરતા કહ્યું કે BRICS કોઈના વિરુદ્ધ નથી, પરંતુ બધાને સાથે લઈને ચાલવાનું મંચ છે. સંપૂર્ણ સમાચાર વાંચો
    Click here to Read More
    Previous Article
    ‘Once they see the money, they keep building’: Inside Delhi’s PG ecosystem built on a hostel shortage
    Next Article
    ગોધરાના બામરોલી રોડની સોસાયટીઓમાં રસ્તાની સમસ્યાનો અંત:વર્ષોની રાહ બાદ આંતરિક રસ્તાના નવીનીકરણનું ખાતમુહૂર્ત કરાયું

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment