Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તારીખ પર તારીખ નથી જોઈતી અમારે હિસાબ જોઈએ:સુરતમાં શ્રમિકોએ કલેક્ટર કચેરીને બાનમા લીધી, 'રવિવારની રજા અને પૂરો પગાર આપો'

    8 hours ago

    સુરતમાં એમ્બ્રોઇડરી કારખાનાઓમાં કામ કરતા મોટી સંખ્યામાં શ્રમિકો કલેક્ટર કચેરીએ પહોંચીને ઉગ્ર આંદોલન શરૂ કર્યું છે. તેમની માગ છે કે, રવિવારની રજા અને આઠ કલાકની નિશ્ચિત નોકરીના સમય કરવામાં આવે. જ્યાં સુધી આ માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી કલેક્ટર કચેરી ન છોડવાનો મક્કમ નિર્ણય શ્રમિકોએ કર્યો છે. 'અમને રવિવારની રજા અને પૂરો પગાર મળવો જોઈએ' અરવિંદ રાજ વિશ્વકર્માએ જણાવ્યું કે, એક જ માગ છે કે દર રવિવારે રજા મળવી જોઈએ. અમે પણ માણસ છીએ અને રોજના 12-12 કલાક કામ કરીએ છીએ. તેથી રવિવારની રજા મળવી જોઈએ અને પૂરો પગાર પણ મળવો જોઈએ. હાલમાં ખાવા-પીવાનો કે રસોઈ બનાવવાનો પણ સમય નથી મળતો અને ઊંઘ પણ પૂરી થતી નથી. અમને અઠવાડિયામાં એક દિવસ એટલે કે રવિવારે રજા મળવી જ જોઈએ. 'તારીખ પર તારીખ નથી જોઈતી, માત્ર રવિવારની રજા જોઈએ' વધુમાં કહ્યું કે, પ્રશાસન તરફથી માત્ર તારીખ પર તારીખ જ મળી રહી છે, જેવી રીતે અદાલતમાં સની દેઓલનો ડાયલોગ છે; બીજું કશું જ થઈ રહ્યું નથી. તેમને તારીખ પર તારીખ નથી જોઈતી, માત્ર રવિવારની રજા જોઈએ છે. છેલ્લા એક મહિનાથી આવું જ ચાલી રહ્યું છે અને કોઈ તેમની વાત સાંભળતું નથી, સામાન્ય જનતાની કોઈને પડી નથી. જો તેમની આ માગણી સંતોષવામાં નહીં આવે, તો તેઓ આગળ વધીને રસ્તા રોકી દેશે, ચક્કાજામ કરશે અને જે કંઈ પણ કરવું પડશે તે તમામ આંદોલન કરશે. મજૂરોનો ઉગ્ર વિરોધ મજૂરોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ તેઓ સમજતા નથી અને એક જ માંગ સાથે અટક છે કે અમારી માંગ પૂર્ણ નહીં થાય તો અમે ક્યાંય જઈશું નહીં. 30 તારીખ સુધી માંગણીઓ નહીં સંતોષાય તો ભૂખ હડતાલની ચીમકી સુરત જિલ્લામાં ડાઇંગ, પ્રિન્ટિંગ, એમ્બ્રોઇડરી, ઝરી અને લૂમ્સ સહિતના વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રોમાં કામ કરી રહેલા 10 લાખથી વધુ કામદારોના થઈ રહેલા શોષણ સામે મજદૂર યુનિયન દ્વારા આંદોલન શરૂ કર્યું છે. અગાઉ આપવામાં આવેલી આવેદનપત્રની મુદત પૂરી થવા છતાં તંત્ર દ્વારા કોઈ સંતોષકારક કાર્યવાહી કે પ્રત્યુત્તર ન મળતા શ્રમિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ અંગે મજદૂર યુનિયનના પ્રતિનિધિ અજય ડી. દુબેએ જણાવ્યું હતું કે, જો આગામી 30 તારીખ સુધી અમારી માંગણીઓ અને ન્યાયી હકોનું નિરાકરણ નહીં લાવવામાં આવે, તો અમે અમારા વૈધાનિક અધિકારોનો ઉપયોગ કરીને ભૂખ હડતાલ અને ધરણા પર બેસવાની ફરજ પડીશું. સરકારી કાયદાઓનો અમલ સંબંધિત વિભાગો દ્વારા કરાવવામાં આવે અને કામદારોને ન્યાય મળે તે માટે યુનિયન ઉગ્ર આંદોલન કરશે.
    Click here to Read More
    Previous Article
    'તાકાત હોય તો 'સ્પિરિટ'ની સમીક્ષા કરીને દેખાડો':ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાના ભાઈનો ખુલ્લો પડકાર, 'રોમાંચકમ'ની ટીકાને જીરવી ન શક્યા
    Next Article
    લાલપુર શિશુમંદિરના ધોરણ 8ના વિદ્યાર્થીઓએ સાયકલ પર વાડીની મુલાકાત લીધી:ખેતીની પ્રક્રિયાઓ, પાકની સંભાળ અને છોડની વૃદ્ધિનું પ્રત્યક્ષ જ્ઞાન મેળવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment