Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કારેલીબાગની યશ બેંકના સર્વર રૂમમાં આગ લાગી:પ્રોપર વેન્ટિલેશન ન હોવાને કારણે અંદર ધુમાડો ફેલાયો, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો

    1 day ago

    વડોદરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ આમ્રપાલી કોમ્પલેક્ષની સામે આવેલી યશ બેંકમાં આગનો બનાવ સામે આવતા અફરાતફરી મચી ગઈ હતી. આ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. શોર્ટ સર્કિટ આગ લાગીનું અનુમાન આમ્રપાલી બિલ્ડિંગની સામે આવેલી યસ બેંકમાં આગ લાગવાની ઘટના અંગે ફાયર બ્રિગેડના કર્મીએ જણાવ્યું હતું કે, તેમને કોલ મળતા જ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. બેંકના સર્વર રૂમમાં ભીષણ આગ લાગી હતી, જેને ફાયર જવાનોએ અંદર પ્રવેશ કરીને એક્સિંગ્વિશરની મદદથી સફળતાપૂર્વક ઓલવી નાખી હતી. આ દુર્ઘટનામાં કોઈ જાનહાની કે કોઈને નુકસાન થયાના અહેવાલ નથી અને આગ માત્ર સર્વર રૂમ પૂરતી જ સીમિત હતી. પ્રોપર વેન્ટિલેશન ન હોવાને કારણે અંદર ધુમાડો ફેલાયો આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવે છે, કારણ કે સર્વર રૂમમાં આખી ઇલેક્ટ્રોનિક પેનલો આવેલી હોય છે. વધુમાં, બેંકમાં પ્રોપર વેન્ટિલેશન (હવાઉજાસ) ન હોવાને કારણે ધુમાડો (સ્મોક) વધુ પ્રમાણમાં ફેલાયો હતો. ફાયર ટીમની સમયસૂચકતા અને ઝડપી કામગીરીના કારણે પરિસ્થિતિ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    MSUની બોયઝ હોસ્ટેલની ગણેશ આગમન યાત્રામાં બે જૂથ વચ્ચે ઘર્ષણ:ગણેશજીની યાત્રા ઝડપથી આગળ વધારવા કહેતા મામલો બિચક્યો'ને મારામારી, બે વિદ્યાર્થીને ઇજા
    Next Article
    "Main Umeed Karta Hoon...": Russian Envoy's Hindi Message At BRICS Summit

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment