Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:વર્ષના અંતમાં ત્રણ વિનાશક વાવાઝોડાં ત્રાટકશે, ઇસરોની ચેતવણી, મોદી-પુતિન એક કારમાં ફર્યા, હોર્મુઝ પછી વધુ એક ઓઈલ રૂટ પર સંકટ

    9 hours ago

    નમસ્તે, પ્રધાનમંત્રી મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે ભારત મંડપમમાં 45 મિનિટ બેઠક થઈ. હોર્મુઝ સ્ટ્રેટ પછી હવે વધુ એક દરિયાઈ ઓઈલ રૂટ બાબ અલ-મંદેબ સ્ટ્રેટ સંકટમાં છે. યમનના હૂતી વિદ્રોહીઓએ અહીં કબ્જાનું એલાન કર્યું. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ બતાવીશું કે ફાસ્ટટેગ પણ મોબાઈલ સિમની જેમ પોર્ટ કરી શકાશે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર દિલ્હીમાં 18મી BRICS સમિટનો પહેલો દિવસ. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સમેત 11 સભ્ય દેશોના નેતાઓ સામેલ થશે. 📰 કાલના મોટા સમાચારો 1. બ્રિક્સમાં પુતિનનો અમેરિકા-યુરોપ પર કટાક્ષ:નબળા દેશો પોતાને G7 કેમ કહે છે; મોદી બોલ્યા- બ્રિક્સ દેશોમાં દુનિયાની 40% GDP વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સહિત બ્રિક્સ નેતાઓએ શુક્રવારે બ્રિક્સ બિઝનેસ ફોરમમાં ગ્લોબલ ટ્રેડ પર ચર્ચા કરી. આમાં સૌથી મહત્વપૂર્ણ નિવેદન પુતિનનું રહ્યું. તેમણે અમેરિકા અને યુરોપ પર કટાક્ષ કરતા કહ્યું, પશ્ચિમ હવે નબળું પડી રહ્યું છે, ખબર નથી આ દેશો પોતાને G7 કેમ કહે છે. વિશ્વની 40% થી વધુ GDP BRICS દેશોમાંથી આવી, G7 નો હિસ્સો માત્ર 29% રહ્યો. આ પછી PM મોદીએ પણ બિઝનેસ ફોરમને સંબોધિત કર્યું. તેમણે કહ્યું કે બ્રિક્સ દેશોમાં વિશ્વની અડધી વસ્તી રહે છે. તેઓ વિશ્વની 40% GDPમાં હિસ્સો ધરાવે છે. ભારત વેપાર વધારવા માંગે છે અને તેના માટે સુરક્ષિત દરિયાઈ માર્ગો જરૂરી છે. સંપૂર્ણ સમાચાર વાંચો 2. મોબાઇલ સિમની જેમ ફાસ્ટેગ પોર્ટ કરાવી શકશો:સ્ટીકર બદલ્યા વિના બેંક બદલવાની 'OneTag' સેવા શરૂ, જાણો એપથી સ્વિચ કરવાની રીત હવે ફાસ્ટેગ યુઝર્સને પોતાની બેંક બદલવા માટે ગાડીની વિન્ડશિલ્ડ પર લાગેલો જૂનો સ્ટીકર હટાવવાની કે નવો ફિઝિકલ ટેગ લગાવવાની જરૂર નહીં પડે. ફાસ્ટેગ પણ મોબાઈલ સિમની જેમ પોર્ટ થઈ જશે. વનટેગ (OneTag) નામની આ નવી સર્વિસને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ શુક્રવારે મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 દરમિયાન લોન્ચ કરી. સંપૂર્ણ સમાચાર વાંચો 3.ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિમી લાંબી સુરંગ ઉડાવી:વિસ્ફોટ પછી 4.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો; નેતન્યાહુ બોલ્યા- મિશન પૂરું, હેપ્પી ન્યૂ યર ઇઝરાયલે દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિલોમીટરથી વધુ લાંબી સુરંગને બ્લાસ્ટ કરીને તબાહ કરી દીધી. આ વિસ્ફોટ એટલો તેજ હતો કે વિસ્તારમાં 4.1 તીવ્રતાના ભૂકંપ જેવા આંચકા અનુભવાયા. લેબનોનની સરકારી ન્યૂઝ એજન્સી અનુસાર, ધમાકાથી આસપાસના વિસ્તારોમાં જમીન ધ્રૂજવા લાગી. આ હુમલા બાદ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું, ‘મિશન પૂરું થયું. હેપ્પી ન્યૂ યર.’ સંપૂર્ણ સમાચાર વાંચો 4. વર્ષનાં અંતમાં 44 વર્ષનું સૌથી શક્તિશાળી વાવાઝોડું ત્રાટકશે:ISROનું રેડ એલર્ટ, 83% વધુ વિનાશક ક્ષમતા; ગુજરાત-મહારાષ્ટ્ર સહિતના રાજ્યો પર તોળાતું જોખમ ISRO દ્વારા વર્ષ 2026ના ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન દેશના દરિયાકાંઠાના વિસ્તારો માટે એક મહત્વપૂર્ણ ચેતવણી જાહેર કરવામાં આવી છે. સેટેલાઇટ અને હવામાન ડેટાના આધારે બંગાળની ખાડી અને અરબ સાગરમાં ત્રણ શક્તિશાળી વાવાઝોડાં આવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ વખતે વાવાઝોડાંની કુલ વિનાશક ક્ષમતા (PDI) છેલ્લા 44 વર્ષના સરેરાશ કરતાં બમણી નજીક (83%વધુ) રહેવાનું અનુમાન છે. આગામી ત્રણ મહિનામાં દરિયાકાંઠાના રાજ્યો માટે ભારે પવન, અતિભારે વરસાદ અને ઊંચા મોજાંનો મોટો પડકાર ઉભો થઈ શકે છે. આ પૂર્વ-અનુમાનથી સરકારી તંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન ટીમોને સમયસર તૈયારી કરવાનો મહત્ત્વની તક મળશે. સંપૂર્ણ સમાચાર વાંચો 5. નેશનલ ફિલ્મ અવોર્ડ્સ ગુજરાતમાં યોજાતા મહારાષ્ટ્રના નેતાઓના પેટમાં તેલ રેડાયું!:રાજ ઠાકરેએ અમિત શાહ પર નિશાન સાધ્યું; સેલેબ્સને કહ્યું- સેરેમનીમાં ન જતાં મહારાષ્ટ્રના નેતાઓ રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેએ 72 વર્ષના ઇતિહાસમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહને દિલ્હીથી ગુજરાત ખસેડવાના નિર્ણયની ટીકા કરી છે. જ્યારે, શિવસેનાના સાંસદ સંજય રાઉતે કલાકારોને આ સમારોહનો બહિષ્કાર કરવા અપીલ કરી છે. સ્થાન બદલવા પર રાજ ઠાકરેએ વાંધો ઉઠાવતા લખ્યું, 'આખરે તેની જરૂર કેમ પડી? દેશની આર્થિક રાજધાની મુંબઈનું મહત્ત્વ ઓછું કરવાનો પ્રયાસ કર્યા પછી, શું હવે દેશની રાજધાની દિલ્હીનું મહત્ત્વ પણ ધીમે ધીમે સમાપ્ત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે?' સંપૂર્ણ સમાચાર વાંચો 6. હવે મોલ, રેસ્ટોરન્ટ-હોટલ, કાફે, દુકાનો 24 કલાક ખુલ્લા રાખી શકાશે:મકાન માલિક 3 મહિનાથી વધુના ભાડાની ડિપોઝિટ લઈ નહીં શકે, વિધાનસભામાં 3 સુધારા વિધેયક પસાર ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે અંતિમ દિવસ હતો. આજે ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ, ટુકડા ધારા-47 અને ભાડા સુધારા વિધેયક ગૃહમાં પસાર થઈ ગયું છે. આમ ચોમાસુ સત્રની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને અનિશ્ચિત સમય માટે વિધાનસભા મુલત્વી રાખવામાં આવી છે. ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ વિધેયકમાં સુધારા કરાતા હવે મોલ,રેસ્ટોરન્ટ-હોટલ, કાફે, દુકાનો જેવા એકમો 24 કલાક ચાલુ રાખી શકાશે.પોલીસ કે અન્ય સ્થાનિક ઓથોરિટી કોઈ રીતે બંધ કરાવી શકશે નહીં. અલબત્ત આ એકમોએ પોતાની આસપાસ સ્વચ્છતા, ટ્રાફિક અને સલામતી સંદર્ભે ચોકસાઇ રાખવાની રહેશે. જ્યારે ભાડાના વિધેયકમાં હવે કોઈપણ મકાન માલિક 3 મહિનાથી વધુના ભાડાની ડિપોઝિટ લઈ શકશે નહીં. સંપૂર્ણ સમાચાર વાંચો 7. '5- ડે બેન્કિંગ જો ના દે, વો સરકાર નિકમ્મી હૈ':ગુજરાતના મોટા શહેરોમાં કર્મચારીઓનો વિરોધ; આજે હડતાલ, શનિ-રવિની રજાને કારણે 3 દિવસ બેંકો બંધ ગુજરાત સહિત દેશભરમાં SBI, PNB અને યૂનિયન બેંક સહિત સરકારી અને કેટલીક ખાનગી બેંક આજે 11 સપ્ટેમ્બરથી ત્રણ દિવસ બંધ રહેશે. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સે( UFBU) બે વર્ષથી પડતર 5-ડે વર્કિંગની માંગ સાથે આજે શુક્રવારે એક દિવસની હડતાલનું એલાન કર્યું છે. જે બાદ 12 સપ્ટેમ્બરે મહિનાનો બીજો શનિવાર અને 13 સપ્ટેમ્બરે રવિવાર હોવાથી બેંકની શાખાઓ બંધ રહેશે. જો સરકાર અને બેંક મેનેજમેન્ટને માંગણી ન સ્વીકારી, તો 26 ઓક્ટોબરે દેશભરની બેંકમાં અનિશ્ચિતકાળની હડતાલ શરૂ થઈ જશે. સંપૂર્ણ સમાચાર વાંચો 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1. નેશનલઃ BRICS સમિટ પર કોંગ્રેસમાં મતભેદ:ચિદમ્બરમે પૂછ્યું- ભારતને શું મળ્યું; થરૂરે કહ્યું- 11 દેશના નેતાઓને એક મંચ પર લાવવા તે ભારતની તાકાત (સંપૂર્ણ સમાચાર વાંચો) 2. વિદેશઃ નેપાળમાં પુનર્નિર્માણ માટે ₹4.52 લાખ કરોડ લાગશે:આ દેશની GDP કરતાં પણ વધુ; પૂરથી 16 લાખ લોકો પ્રભાવિત, 1377ના મોત (સંપૂર્ણ સમાચાર વાંચો) 3. નેશનલઃ ખાસ દોસ્તી, ખાસ અંદાજ:BRICS સમિટ વચ્ચે મોદી-પુતિનની કાર રાઈડ, પ્રોટોકોલ બાજુએ રાખી ફરી એક ગાડીમાં બેઠા; ગ્લોબલ લીડર્સ સાથે 11 વખત કારમાં બેઠા (સંપૂર્ણ સમાચાર વાંચો) 4. વિદેશઃ જીવ બચાવવા બાળકો બારીમાંથી કૂદી પડ્યા:કોંગોમાં 2 સ્કૂલમાં ભીષણ આગ, 19 છોકરી અને 7 છોકરા ભડકે બળ્યા, 300 ઘર સળગી ગયા; 29 બાળકો સારવાર હેઠળ (સંપૂર્ણ સમાચાર વાંચો) 5. બિઝનેસઃ IMFએ કહ્યું- ભારત વિશ્વનું ગ્રોથ એન્જિન છે:GDP ગ્રોથ અનુમાન કરતાં 7.8% વધુ રહી, ઊર્જા સંકટ છતાં ભારતીય અર્થતંત્ર મજબૂત રહ્યું (સંપૂર્ણ સમાચાર વાંચો) 6. ધર્મઃ હરતાલિકા ત્રીજ 13 કે 14 સપ્ટેમ્બરે?:ગણેશ ચતુર્થીએ કરાશે માતા પાર્વતીનું વ્રત, જાણો વ્રત સાથે જોડાયેલી માન્યતાઓ (સંપૂર્ણ સમાચાર વાંચો) 7. સ્પોર્ટ્સઃ કોહલીના 2027 વર્લ્ડકપ પર કોચે કહ્યું- ચર્ચા જ શા માટે:રોહિતને મેચ વિનર ગણાવ્યો; DDCA બોલ્યું- દિલ્હી માટે ચોક્કસ રમશે (સંપૂર્ણ સમાચાર વાંચો) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ 26 વર્ષના યુવકના પેટમાંથી મળ્યું ગર્ભાશય દિલ્હીમાં 26 વર્ષના યુવકના પેટમાં ગર્ભાશય અને ફેલોપિયન ટ્યુબ મળી. યુવકનો સ્પર્મ કાઉન્ટ ઝીરો આવ્યો. ડૉક્ટરોએ આને પર્સિસ્ટન્ટ મુલેરિયન ડક્ટ સિન્ડ્રોમ હોવાનું જણાવ્યું. દુનિયામાં અત્યાર સુધી આના 300થી ઓછા કેસ સામે આવ્યા છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. મોદી, મુશ્કેલી અને માસ્ટર સ્ટ્રોક:આફતને અવસરમાં પલટવા દિલ્હીમાં સોગઠાં ગોઠવ્યાં, ચીનની ચાલાકી અને અમેરિકાની દાદાગીરીથી બચવાનો ધાકડ પ્લાન બનાવ્યો 2. ધ્રુજતા અવાજમાં પારકા દેશમાં ગુજરાતીએ મોદીને જય શ્રી કૃષ્ણ કહ્યું:યુવાને હનુમાનજીની મૂર્તિ બનાવી ને નસીબ પલટાયું, ક્રિકેટર ઉમેશ યાદવ પણ ફિદા થઈ ગયો 3.શ્વેતા તિવારીને કારણે ભાજપના દિગ્ગજ નેતાના થયા ડિવોર્સ:49ની ઉંમરે બીજીવાર લગ્ન કર્યા ને 52 એ ત્રીજી વાર પિતા બન્યા, સલમાન ખાન સામે બાંયો ચઢાવી હતી 4. પુતિન પહેલાં પહોંચી જાય છે તેમનું ટોઇલેટ:જિનપિંગ ખાસ કાર સાથે લાવે છે; BRICS સમિટમાં વિદેશી નેતાઓની સુરક્ષા માટે શું-શું વ્યવસ્થા 5. ચીનનો 12 દિવસ પહેલા એલર્ટ કરવાનો દાવો ખોટો:ઈ-મેલમાં માત્ર ભારે વરસાદની વાત, ગ્લેશિયરની ચેતવણી આપતી સિસ્ટમ જ નથી 6. આજનું એક્સપ્લેનર:1980ના દાયકાના ફોટાનો વાયરલ ટ્રેન્ડ જોયો? હવે તેની પાછળની કહાની જાણો; તમે AI ફોટો કેવી રીતે બનાવી શકો છો, શું તે સુરક્ષિત છે? 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ શનિવારનું રાશિફળ: મકર રાશિનો દિવસ શુભ રહેશે, કુંભ રાશિના ઘરે પારણું બંધાશે (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- શેરબજારમાં સતત વેચવાલીનું દબાણ:વૈશ્વિક પરિબળો વચ્ચે ભારતીય બજાર જોખમી તબક્કામાં
    Next Article
    MSUની બોયઝ હોસ્ટેલની ગણેશ આગમન યાત્રામાં બે જૂથ વચ્ચે ઘર્ષણ:ગણેશજીની યાત્રા ઝડપથી આગળ વધારવા કહેતા મામલો બિચક્યો'ને મારામારી, બે વિદ્યાર્થીને ઇજા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment