Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રાવણ અમાસે શિવ મંદિરોમાં ભવ્ય શણગાર અને મહાઆરતી:હિંમતનગર સહિત સાબરકાંઠાના શિવાલયોમાં ભક્તોની ભીડ, વિવિધ મંદિરોમાં વિશેષ શણગાર

    8 hours ago

    પવિત્ર શ્રાવણ માસની પૂર્ણાહુતિ નિમિત્તે શુક્રવારે સાંજે હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લાના વિવિધ શિવ મંદિરોમાં ભવ્ય શણગાર અને મહાઆરતીના કાર્યક્રમો યોજાયા હતા. અમાસના દિવસે મોટી સંખ્યામાં ભક્તોએ વિવિધ શિવાલયોમાં કરાયેલા આકર્ષક શણગારના દર્શન કર્યા અને મહાઆરતીનો લાભ લીધો. હિંમતનગરના રાયગઢ ખાતે આવેલા શ્રી વૈજનાથ મહાદેવ મંદિરે ભવ્ય શણગાર કરાયો હતો. વૈજનાથ યુવક મંડળ દ્વારા આશરે 50 કિલો કલરનો ઉપયોગ કરીને મહાકાલી અને કંકાલનો વિશેષ શણગાર કરાયો હતો. મંદિર ખાતે 1008 આરતીનો કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. હિંમતનગરના હાથમતી નદી કિનારે આવેલા સ્વયંભૂ ભોલેશ્વર મહાદેવ મંદિરે પણ શિવજીનો આકર્ષક શણગાર કરાયો હતો. આ માટે આશરે 60 કિલો ફૂલ અને પાંદડીઓનો ઉપયોગ થયો હતો. ભક્તોએ દર્શન કરી મહાઆરતીમાં ભાગ લીધો. ઇડર તાલુકાના જાદર ગામે આવેલા મુઘણેશ્વર મહાદેવ મંદિરે ગુલાબ, ગલગોટા સહિતના વિવિધ ફૂલો અને પાંદડીઓથી શણગાર કરાયો હતો અને સાંજે ભવ્ય આરતી યોજાઈ હતી. જ્યારે ઇડરના સાપાવાડા ખાતે આવેલા નીલકંઠ મહાદેવ મંદિરે શ્રાવણ માસના છેલ્લા સોમવાર નિમિત્તે 15 કિલો ફૂલોથી અલૌકિક શણગાર કરાયો હતો. આ શણગાર ઋષિભાઈ નાયક દ્વારા કરવામાં આવ્યો હતો. સાંજે મંદિરના પૂજારી રમેશગીરી ગોસ્વામી દ્વારા મહાઆરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ ભક્તોએ ‘ૐ નમઃ શિવાય’ના મહામંત્રની ધૂન કરી હતી. સમગ્ર ધાર્મિક માહોલમાં મોટી સંખ્યામાં ભક્તોએ મહાઆરતી અને શિવજીના દર્શનનો લાભ લીધો.
    Click here to Read More
    Previous Article
    અમેરિકાને પાડી દેવાનો પ્લાન:ચીન-રશિયાની ગેમમાં મોદી ફસાશે? 7 વર્ષ પછી જિનપિંગ દિલ્લીમાં, બ્રિક્સમાં ડ્રેગનનો દબદબો રોકવા ભારતની અગ્નિપરીક્ષા
    Next Article
    મહીસાગર નલ સે જલ કૌભાંડમાં વધુ બે આરોપીઓ ઝડપાયા:તત્કાલીન વાસ્મો કર્મચારી અને કોન્ટ્રાક્ટરની ધરપકડ, અત્યાર સુધીમાં 57ની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment