Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોલા અષ્ટમંગલ મહાદેવ મંદિરમાં મહાકાલના રૌદ્ર સ્વરૂપનો શણગાર:શ્રાવણના અંતિમ દિવસે ભક્તો ઉમટ્યા, ભૂત-પ્રેતની ટોળી પણ દર્શાવાઈ

    6 hours ago

    અમદાવાદના સોલા ગામમાં આવેલા અષ્ટમંગલ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસના અંતિમ દિવસે મહાકાલના રૌદ્ર સ્વરૂપનો શણગાર કરવામાં આવ્યો હતો. આ દર્શન માટે વહેલી સવારથી જ શિવભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. મંદિરમાં શિવલિંગને મહાકાલ દાદાના વિકરાળ રૌદ્ર સ્વરૂપથી શણગારવામાં આવ્યું હતું. શિવલિંગની આસપાસ શિવજીના પ્રિય ભૂત-પ્રેતની ટોળી પણ આબેહૂબ રીતે દર્શાવવામાં આવી હતી. મંદિરના ગર્ભગૃહમાં માનવ ખોપડીઓના સ્કલ્પચર્સ ગોઠવવામાં આવ્યા હતા. શ્રાવણ માસના અંતિમ દિવસે અમાસના રોજ ભક્તો જળ, બિલ્વપત્ર, પુષ્પ, પ્રસાદ અને પૂજા સામગ્રી સાથે મોટી સંખ્યામાં પૂજા-પાઠ કરવા ઉમટ્યા હતા. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન પણ આ મંદિરમાં શિવભક્તોની ભીડ જોવા મળી હતી. શ્રાવણ માસની અમાસના દિવસે અમદાવાદ શહેરના અન્ય શિવાલયોમાં પણ વિવિધ શણગાર કરવામાં આવ્યા હતા. પવિત્ર શ્રાવણ માસમાં વ્રત-ઉપવાસ કરનાર અને શિવપૂજા કરનાર ભક્તો અંતિમ દિવસે ભાવવિભોર બન્યા હતા. તમામ શિવાલયોમાં 'હર હર મહાદેવ'ના નારા ગુંજી ઉઠ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મનપામાં ખોટાં બિલો બનાવી તિજોરી સાફ કરતી ટોળકી સાવધાન:2 લાખથી 5 કરોડના ખર્ચમાં 'પહેલા-છેલ્લા' બિલનો ખેલ ખતમ, હવે વચ્ચેના બિલોનું પણ થશે કડક ઓડિટ
    Next Article
    क्या BRICS होगा कामयाब? दिल्ली में ईरान के पेज़ेश्कियान, जिनपिंग-पुतिन भी होंगे शामिल

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment